Architecture
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકાલ તખ્ત
અકાલ તખ્ત : છઠ્ઠા ગુરુ હરગોવિંદે અમૃતસરમાં હરિમંદિર-(સુવર્ણમંદિર)ની સામે ઈ. સ. 1609માં બંધાવેલું તખ્ત. અકાલ તખ્ત એટલે કાળરહિત પરમાત્માનું સિંહાસન. મૂળ નામ અકાલ બુંગા. બુંગા એટલે રહેઠાણ. તખ્તમાંના આસનની ઊંચાઈ મુઘલ બાદશાહ કોઈ પણ શાસકને જેટલું ઊંચું આસન રાખવાની પરવાનગી આપતા તેના કરતાં ત્રણ ગણી વધારે, અને દિલ્હીના લાલ કિલ્લામાંના…
વધુ વાંચો >અગોરા
અગોરા : પ્રાચીન ગ્રીસનાં શહેરોમાં જાહેર મિલનસ્થાન કે નાગરિકોની પ્રવૃત્તિઓ માટે રાખવામાં આવતી ખુલ્લી જગ્યા, ચૉક (square). આનો પ્રથમ ઉલ્લેખ ગ્રીક મહાકવિ હોમરની કૃતિઓમાં છે. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક લોકોના રોજિંદા જીવનનું તે કેન્દ્ર બની રહેલું. શહેરની વચ્ચે અથવા બંદર પાસે જ્યાં જાહેર મકાનો અને દેવળો હોય ત્યાં…
વધુ વાંચો >અછાદ્ય
અછાદ્ય : બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપોનાં બહારનાં આવરણ. જ્યારે જર્જરિત થયેલા સ્તૂપનાં સમારકામ થતાં ત્યારે મૂળ બંધાયેલ ઇમારતને જરા પણ અડક્યા સિવાય તેની બહાર બીજું આવરણ ઊભું કરીને ફરીથી ઇમારત ચણવામાં આવતી. આવી ઊભી કરાયેલી ઇમારત, જે આવરણ તરીકે જ ઉપયોગમાં આવતી, તેને અછાદ્ય કહેવામાં આવતી. સારનાથનો સ્તૂપ આનું એક ઉદાહરણ…
વધુ વાંચો >અજંતાની ગુફાઓ
અજંતાની ગુફાઓ પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિમી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર…
વધુ વાંચો >અજિતનાથ મંદિર (તારંગા)
અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ,…
વધુ વાંચો >અટારી
અટારી (સં. अट्टालिका) : અગાસી, મેડી, નાનો માળ, ઝરૂખો, છજું, રવેશ. કોઈ પણ ઘરના કે મકાનના માળે મોટા ખંડની બહાર પડતી બારી કે બારણા આગળ મકાન સાથે જોડાયેલ સાંકડો બેસવા-ઊઠવાનો ભાગ. તે છાપરા કે છતથી ઢંકાયેલ હોય કે ન પણ હોય. તે ટુકડે ટુકડે અથવા સળંગ આખી ભીંતની પહોળાઈ કે…
વધુ વાંચો >અડહાઈ કાન્જુર મસ્જિદ
અડહાઈ કાન્જુર મસ્જિદ, બનારસ (ઈ. સ. પંદરમી સદી) : જૌનપુર શૈલીની અસર દર્શાવતી મસ્જિદ. જૌનપુર શૈલીની ખાસિયતો ભારતીય મુસ્લિમ સ્થાપત્યની દૃષ્ટિએ અદ્વિતીય ગણાય. મસ્જિદની બહારનું બાંધકામ બે બાજુના મિનારા વડે સુશોભિત આગળના ભાગ સાથેનું છે. આવી જાતની રચનાને લઈને મસ્જિદનું સ્થાપત્ય એક આગવી પ્રતિભા ધરાવે છે. મિનારા અને કમાન વડે…
વધુ વાંચો >અડાલજની વાવ
અડાલજની વાવ : અમદાવાદથી ઉત્તરે આશરે 20 કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં મહાન સ્મારક સમાન બે વાવોનું સ્થાપત્ય થયું. એક અમદાવાદના અસારવા–પરામાં 1499માં મહમૂદ બેગડાના ઝનાનાની દદ્દાશ્રી બાઈ હરિ સુલ્તાનીએ દદ્દા (દાદા) હરિની વાવ બંધાવી અને બીજી અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ ભારતની વાવ…
વધુ વાંચો >