Arabic literature
નેઈમી, મિખાઈલ
નેઈમી, મિખાઈલ (જ. 22 નવેમ્બર 1889, બિસ્કિન્ટા, લૅબેનોન; અ. 28 ફેબ્રુઆરી 1988, બૈરુત, લૅબેનોન) : જાણીતા અરબી ચિંતક અને લેખક. તેઓ અરબી ભાષાની રશિયન સ્કૂલમાં બિસ્કિન્ટામાં તથા ત્યારબાદ નાઝારેથની રશિયન ધર્મશિક્ષાલય(seminary)માં 1902થી 1906 સુધી અભ્યાસ કર્યા બાદ પોલ્ટાવા(યુક્રેન)માં થિયૉલૉજિકલ સેમિનરીમાં ભણ્યા (1906–11). અમેરિકામાં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક થયા બાદ…
વધુ વાંચો >પટ્ટની, મોહંમદ તાહિર
પટ્ટની, મોહંમદ તાહિર (જ. જૂન 1508; અ. 1578, ઉજ્જન નજીક) : મુસ્લિમ વિદ્વાન તથા હદીસ-શાસ્ત્રી. સ્થાનિક શિક્ષકો પાસેથી ધાર્મિક શિક્ષણ મેળવ્યા બાદ 1537માં અરબસ્તાનના મક્કા શહેરનો પ્રવાસ કર્યો. તેમણે મક્કામાં તે સમયના સૌથી વિખ્યાત અને પ્રખર હદીસ-શાસ્ત્રી શેખ અલી મુત્તકી પાસે હદીસનો ઉચ્ચઅભ્યાસ કર્યો અને તેમાં પારંગત થયા. સોળમા સૈકામાં…
વધુ વાંચો >ફખ્રી (અથવા અલ-ફખ્રી)
ફખ્રી (અથવા અલ-ફખ્રી) : અરબી ભાષાનું ઇતિહાસવિષયક પુસ્તક. આ પુસ્તકનું પૂરું નામ ‘અલ-ફખ્રી ફિલ આદાબુલ સુલ્તાનિયા વદ દોલુલ ઇસ્લામિયા’ છે. તેના લેખકનું નામ મુહમ્મદ બિન અલી બિન તબાતબા અલ-મારૂફ બિ. ઇબ્નુત-તિક્તકા છે. આ લેખકને 1301માં ઇરાકના મોસલ શહેરના રાજવી ફખ્રુદીન ઈસા બિન ઇબ્રાહીમના દરબારમાં આશ્રય મળતાં તેણે પોતાનું ઇતિહાસનું પુસ્તક…
વધુ વાંચો >ફરઝદક
ફરઝદક (જ. 641 બસરા, ઇરાક; અ. 732) : અરબી ભાષાના કટાક્ષકાર કવિ. તેમનું પૂરું નામ હમ્મામ બિન ગાલિબ સઅસઆ અને ઉપનામ ‘ફરઝદક’ હતું. આ ખ્યાતનામ પ્રશિષ્ટ કવિએ પ્રશંસા અને કટાક્ષ ઉપર આધારિત કવિતા માટે તેમના સમકાલીન અરબી ભાષાના બીજા બે વિખ્યાત કવિઓ અલ-અખ્તલ તથા જરીરની હરોળમાં સ્થાન મેળવ્યું છે. ફરઝદક…
વધુ વાંચો >ફરાગી ગુજરાતી
ફરાગી ગુજરાતી (જ. 1552; અ. 8 ઑક્ટોબર 1627, અમદાવાદ) : મુલ્લા હસન ફરાગી. અમદાવાદના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ગુજરાતના મહાન સંત હજરત શાહ વજીહુદ્દીનના શિષ્ય હતા અને તેમની મદરેસામાં રહીને બધાં જ ઇસ્લામી શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી. તેઓ અનેક પુસ્તકોના કર્તા હતા અને તેમની ગણના વિશ્વવિખ્યાત વિદ્વાનોમાં થતી હતી. તેઓ…
વધુ વાંચો >ફારિદ, ઉમર ઇબ્ન
ફારિદ, ઉમર ઇબ્ન (જ. કેરો) : મધ્યયુગના સૂફી અને અરબી ભાષાના ઉચ્ચ કક્ષાના કવિ. તેમનું પૂરું નામ ઉમર બિન અલી અલ-મિસરી ઉર્ફે ઇબ્ન ફારિદ. તેમના પિતા ફારિદ અર્થાત્ નૉટરી હતા અને તેમનું કામ લોકોના વારસા(ની મિલકતો) જે અરબીમાં ફરાઇદ કહેવાય છે તે વહેંચવાનું હતું. આમ ઉમર બિન અલીનું નામ ‘ઇબ્ન…
વધુ વાંચો >ફિરાસ-અબૂલ (‘અબૂલ ફિરાસ’)
ફિરાસ-અબૂલ (‘અબૂલ ફિરાસ’) (જ. 932) : અરબી ભાષાના ખ્યાતનામ કવિ. પૂરું નામ અલ-હારિસ બિન અલી અલ-આલા સઈદ બિન હમ્દાન અલ-તઘલિબી અલ-હમ્દાની છે. તેઓ ઇરાકના તઘલિબી વંશના નબીરા હતા. તેઓ નાની વયે મન્બિજ તથા હર્રાનના ગવર્નર બન્યા હતા. તેમણે ભરયુવાનીમાં બાઇઝૅન્ટાઇન રાજ્ય વિરુદ્ધની લડાઈઓમાં ભાગ લીધો હતો અને કૉન્સ્ટન્ટિનૉપલ શહેરમાં રોમનોની…
વધુ વાંચો >ફૈઝ અહમદ ફૈઝ
ફૈઝ અહમદ ફૈઝ (જ. 1911, સિયાલકોટ; અ. નવેમ્બર 1984, લાહોર) : ભારતીય પ્રગતિશીલ સાહિત્યકારોની પ્રથમ પંક્તિના કવિ, લેખક, પત્રકાર અને પ્રાધ્યાપક. તેમના પિતા ચૌધરી સુલતાન મોહમ્મદખાન સિયાલકોટના ખ્યાતનામ બૅરિસ્ટર અને સાહિત્યપ્રેમી જીવ હતા. ફૈઝ અહમદે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લાહોરમાં મેળવીને સરકારી કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. તે પછી અરબીમાં…
વધુ વાંચો >બાબા ફરીદ
બાબા ફરીદ (જ. 1173, ખોતવાલ, જિ. મુલતાન; અ. 15 ઑક્ટોબર 1265, અજોધન) : અરબી અને ફારસીના પ્રકાંડ પંડિત, ઉત્તમ શિક્ષક, ભારતમાં સૂફી પરંપરાના સ્થાપક અને સર્વપ્રથમ પંજાબી કવિ. તેમનું મૂળ નામ ફરીદ-મસ્ઊદ હતું. તે પ્રખ્યાત સૂફી સંત અને સૂફી પરંપરાના ત્રીજા પ્રમુખ હોવાથી અને આધ્યાત્મિક સિદ્ધિઓને કારણે શેખ ફરીદ-ઉદ્-દીન અને…
વધુ વાંચો >બિલગ્રામી, અબ્દુલજલીલ
બિલગ્રામી, અબ્દુલજલીલ (જ. 10 નવેમ્બર 1660, બિલગ્રામ; અ. 1725, દિલ્હી ) : અરબી વિદ્વાન. તેઓ મોગલ સમ્રાટ ઔરંગઝેબ તથા ફર્રુખસિયરના સમયમાં જુદા જુદા ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર રહ્યા હતા. તેમણે અરબી, ફારસી ઉપરાંત તુર્કી અને હિન્દી ભાષામાં પણ કાવ્યો લખ્યાં હતાં. તેમણે બિલગ્રામ તથા લખનૌમાં તે સમયના પ્રથમ કક્ષાના શિક્ષકો…
વધુ વાંચો >