Apabhramsa pali prakrit literature

કહાવલી (કથાવલી)

કહાવલી (કથાવલી) (ઈ. સ.ની બારમી સદી આશરે) : પ્રાકૃત ગદ્યમાં રચાયેલ વિશાળ પૌરાણિક કોશ. શ્વેતામ્બર જૈનાચાર્ય ભદ્રેશ્વરસૂરિવિરચિત. કૃતિમાંથી રચયિતાના નામ સિવાય કોઈ વિગત પ્રાપ્ત થતી નથી. કથાવલીની વિક્રમ સંવત 1497(ઈ.સ. 1440)માં લખાયેલી એકમાત્ર તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં સચવાઈ રહી છે. વળી કથાવલીમાં અંતિમ કથાનક રૂપે પ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રનું જીવનચરિત્ર મળે…

વધુ વાંચો >

કંસવહો (કંસવધ)

કંસવહો (કંસવધ) (અઢારમી સદી) : કેરળનિવાસી બહુશ્રુત કવિ રામપાણિવાદ(1707-1775)ની પ્રાકૃત કાવ્યરચના. વિષ્ણુભક્ત રામપાણિવાદે સંસ્કૃત, પ્રાકૃત અને મલયાળમ – આ ત્રણે ભાષાઓમાં રચના કરેલી છે. પ્રાકૃતમાં તેમણે ‘કંસવહો’ ઉપરાંત ‘ઉસાણિરુદ્ધ’ (ઉષાનિરુદ્ધ) નામે કાવ્ય તથા વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’ની ટીકા રચી છે. ‘કંસવહો’ 233 પદ્યોનું, ચાર સર્ગોમાં રચાયેલું ખંડકાવ્ય છે. સંસ્કૃત મહાકાવ્યોનો, વિશેષે કરીને…

વધુ વાંચો >

કાઠક ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પસૂત્ર

કાઠક ગૃહ્યસૂત્ર : જુઓ કલ્પસૂત્ર.

વધુ વાંચો >

કાવ્યસાહિત્ય (પ્રાકૃત)

કાવ્યસાહિત્ય (પ્રાકૃત) : ઈ. સ.ની પહેલી સદીથી અઢારમી સદી સુધીમાં વિકાસ પામેલું પ્રાકૃત કાવ્યસાહિત્ય. સંસ્કૃત મહાકાવ્યોની શૈલીના પ્રભાવ નીચે વિકસેલા આ સાહિત્યમાં શૃંગારરસને અને છન્દોબદ્ધ પદ્ય તેમજ મુક્તક કાવ્યસ્વરૂપને ઉચિત સ્થાન મળ્યું છે. એમાં ક્વચિત્ ગેયતત્વનો પણ સમાવેશ થયો છે. આ સાહિત્યની નોંધપાત્ર રચનાઓ નીચે મુજબ છે : (1) ‘ગાહાસત્તસઈ’…

વધુ વાંચો >

કુન્દકુન્દાચાર્ય

કુન્દકુન્દાચાર્ય (ત્રીજી-ચોથી સદી ?) : અધ્યાત્મપરક શાસ્ત્રગ્રંથોના કર્તા. જૈનોના દિગમ્બર સંપ્રદાયમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પછી આદરપૂર્વક જેનું નામ લેવામાં આવે છે તે આચાર્ય કુન્દકુન્દ પરંપરા મુજબ પ્રથમ શતાબ્દીમાં થઈ ગયા. પરંતુ વિદ્વાનો તેમને ત્રીજી-ચોથી શતાબ્દીમાં થઈ ગયા હોવાનું માને છે. દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશના કોંડકુંડપુરના નિવાસી હતા. આથી…

વધુ વાંચો >

કુમારપાલચરિયં

કુમારપાલચરિયં (કુમારપાલચરિત) (બારમી સદીનો ઉત્તરાર્ધ) : પરમાર્હત કુમારપાળની એક દિવસની જીવનચર્યાનું પ્રાકૃત ભાષામાં કરેલું કાવ્યાત્મક વર્ણન. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે જે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે તેમાં શિરમોર સમાન છે, તેમનું ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’. પોતાના આ મહાવ્યાકરણના પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત અને આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ તેમણે સૂત્રોમાં આપ્યું છે. આ વ્યાકરણ-સૂત્રોમાં પ્રતિપાદિત…

વધુ વાંચો >

કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ)

કુમારપાલપડિબોહ (કુમારપાળપ્રતિબોધ) આશરે (ઈ. સ. 1185) : પ્રાકૃત કથાગ્રંથ. તેના કર્તા આચાર્ય સોમપ્રભસૂરિ છે. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પ્રભાવિત થઈને ચાલુક્યવંશી રાજા કુમારપાળે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તે આ કૃતિનો મુખ્ય વિષય છે. આ કથાગ્રંથની રચના કુમારપાળના મૃત્યુનાં અગિયાર વર્ષ પછી થઈ. તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લખાયેલો છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત અને…

વધુ વાંચો >

કુમ્માપુત્તચરિય

કુમ્માપુત્તચરિય (કુર્માપુત્રચરિત્ર) (ઈ. સ. 1613) : જિનમાણિક્ય અથવા તેમના શિષ્ય અનંતહંસકૃત 198 પ્રાકૃત પદ્યોમાં પૂરું થતું એક સુંદર લઘુ કથાકાવ્ય. તેની રચના ઉત્તર ગુજરાતમાં થઈ હતી. કવિએ પોતાના ગુરુનું નામ હેમતિલક આપ્યું છે. તપાગચ્છ પટ્ટાવલી પ્રમાણે સોળમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. ‘કુમ્માપુત્તચરિય’ની રચના ઈ. સ. 1613માં ઉત્તર ગુજરાતમાં થઈ હતી.…

વધુ વાંચો >

કુવલયમાલાકહા

કુવલયમાલાકહા (779) : રાજસ્થાનના પ્રાચીન નગર જાવાલિપુર(જાલૌર)માં વીરભદ્રાચાર્યે બંધાવેલ ઋષભદેવના મંદિરમાં બેસીને ઉદ્યોતનસૂરિએ રચેલી કથા. પ્રાકૃત કથાસાહિત્યમાં ‘કુવલયમાલાકહા’નું મહત્વપૂર્ણ સ્થાન છે. ઉદ્યોતનસૂરિ આચાર્ય વીરભદ્ર અને આચાર્ય હરિભદ્રસૂરિના શિષ્ય હતા. ‘કુવલયમાલા’ ગદ્યપદ્યમિશ્રિત કથા છે. તે મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં લખાયેલી ચંપૂકાવ્યની પ્રારંભિક રચના છે. અન્ય પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃત ભાષાઓનો પ્રયોગ પણ…

વધુ વાંચો >

કુશળલાભ

કુશળલાભ : સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છના જૈન સાધુકવિ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના તે શિષ્ય હતા. આ કવિએ રચેલી રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે 662 કડીની, દુહા અને ચોપાઈમાં લખેલી ‘માધવાનલ-કામકંદલા ચોપાઈ’ (રચના ઈ. સ. 1560) નોંધપાત્ર છે. એમાં માધવાનલ અને કામકંદલાની જાણીતી પ્રેમકથાનું નિરૂપણ છે. ગણપતિની આ જ વિષય આલેખતી કૃતિની…

વધુ વાંચો >