Allopathy
રોગો, બાળકોના
રોગો, બાળકોના : શિશુઓ (infants), બાળકો અને તરુણો(adolescent)ના રોગો. તેને બાળરોગવિદ્યા(paediatrics) અંતર્ગત આવરી લેવામાં આવે છે. બાળરોગવિદ્યામાં શિશુઓ, બાળકો અને તરુણોની તબીબી સમસ્યાઓ અને તેના ઉકેલનો અભ્યાસ થાય છે. જુદા જુદા દેશોમાં જન્મસમયથી 14થી 18 વર્ષની વય સુધીના ગાળાનો તેમાં સમાવિષ્ટ કરાય છે. તેના નિષ્ણાતને બાળરોગવિદ (paediatrician) કહે છે. પુખ્ત…
વધુ વાંચો >રોબિન વૉરેન
રોબિન વૉરેન (જ. 11 જૂન 1937, એડિલેડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. 1961માં યુનિવર્સિટી ઑવ્ એડિલેડમાંથી સ્નાતક પદવી પ્રાપ્ત કરી અને કેટલીક ઇસ્પિતાલોમાં કાર્ય કર્યા પછી 1968માં રૉયલ પર્થ હૉસ્પિટલમાં રોગવિજ્ઞાની તરીકે જોડાયા; જ્યાં 1999 સુધી સેવા આપી નિવૃત્ત થયા. 1979માં એક દર્દીના જઠરની પેશીનું જૈવપરીક્ષણ…
વધુ વાંચો >રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન
રૉબિન્સ, ફ્રેડ્રિક ચૅપમૅન (જ. 25 ઑગસ્ટ 1916, ઑવર્ન ઍલબામા, યુ.એસ.) : આ અમેરિકી તબીબ વૈજ્ઞાનિકે સન 1954માં જૉન ફ્રૅન્કલિન ઍન્ડર્સ તથા ટૉમસ હકલ વેલર સાથે તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. તેમણે બાળલકવો કરતા ધૂલિવર્ણમજ્જાશોથી વિષાણુ-(poliomyelitis virus)ને વિવિધ પેશીઓ પર ઉછેરવાની પદ્ધતિ વિકસાવી હતી. પેશીઓમાં થતા…
વધુ વાંચો >રૉસ, રૉનાલ્ડ (સર)
રૉસ, રૉનાલ્ડ (સર) (જ. 1857, આલ્મોડા, ભારત; અ. 1932, પટની, લંડન) : પ્રખર બ્રિટિશ આયુર્વિજ્ઞાની. ‘એનૉફિલીઝ’ મચ્છર કરડવાથી મલેરિયાનાં જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે તેની સૌપ્રથમ માહિતી આપનાર તેઓ હતા. મલેરિયા પરના તેમના સંશોધન માટે તેમને ઈ. સ. 1902માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રૉનાલ્ડ રૉસ લંડનની આયુર્વિજ્ઞાન કૉલેજમાંથી…
વધુ વાંચો >લકવો (paralysis)
લકવો (paralysis) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાતંત્રના કાર્યમાં વિકાર કે વિક્ષેપ ઉત્પન્ન થાય ત્યારે ઉદભવતી સ્નાયુઓની નબળાઈ. તેમાં સ્નાયૂર્જા(muscle power)માં ઘટાડો થાય છે. તેને ઘાત પણ કહે છે. શરીરનાં અંગો-ઉપાંગોનું હલનચલન તેમાં રહેલા સ્નાયુઓના સંકોચન અને શિથિલન વડે થતું હોય છે. આ ક્રિયાઓ પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. ચેતાતંત્રનો જે…
વધુ વાંચો >લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA)
લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA) : 24 કલાકમાં લોહીના પરિભ્રમણમાં ઉદભવતા અટકાવને કારણે મગજના કોઈ ભાગમાં થતો શરીરના કોઈક ભાગનો લકવો. તેને અલ્પઘાત (TIA) પણ કહે છે. સામાન્ય રીતે 1થી 2 કલાક જ તે રહે છે. જેમને મસ્તિષ્કઘાત(stroke)નો હુમલો થયો હોય તેવા દર્દીઓના 30 % દર્દીઓમાં અગાઉ અલ્પકાલી…
વધુ વાંચો >લક્ષણવિદ્યા (symptomatology)
લક્ષણવિદ્યા (symptomatology) : દર્દીને થતી તકલીફો કે તેની શારીરિક કે માનસિક ફરિયાદો જાણીને તેને થયેલા રોગનું નિદાન કરવું તે. દર્દી જે તકલીફ વર્ણવે તેને લક્ષણ (symptom) કહે છે અને તેની શારીરિક તપાસમાં ડૉક્ટર જે શોધી કાઢે છે તેને ચિહન (sign) કહે છે. લગભગ 92 %થી 95 % કિસ્સાઓમાં લક્ષણો અને…
વધુ વાંચો >લવાઉફ એન્ડ્રે (Lwoff Andre)
લવાઉફ, એન્ડ્રે (Lwoff, Andre) (જ. 8 મે 19૦2, Ainay-le-Chateau (Allier), ફ્રાન્સ; અ. 1994) : સન 1965ના ફ્રાન્ક જૅકોબ (Francois Jacob) તથા જૅક્સ મોનોડ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને ઉત્સેચકો (enzymes) અને વિષાણુના સંશ્લેષ્ણ (virus synthesis) પરના જનીનીય નિયંત્રણ અંગેની શોધ અંગે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ 19 વર્ષની ઉંમરે…
વધુ વાંચો >લસિકાતંત્ર (lymphatic system)
લસિકાતંત્ર (lymphatic system) : પેશીમાંથી પ્રોટીન અને તૈલી દ્રવ્યોના મોટા અણુઓને બહાર વહેવડાવી જવાની ક્રિયામાં સક્રિય તંત્ર. તેમાં લસિકાતરલ (lymph) નામના પ્રવાહી, લસિકાકોષો (lymphocytes), લસિકાપિંડ અથવા લસિકાગ્રંથિ (lymphnode) તથા કાકડા, બરોળ અને વક્ષસ્થગ્રંથિ (thymus) નામના અવયવો, લસિકાવાહિનીઓ (lymphatics) નામની લસિકાતરલને વહેવડાવતી નળીઓ તથા વિવિધ પેશીઓમાં ફેલાયેલી લસિકાભપેશીની પિંડિકાઓ(lymphnod tissues)નો સમાવેશ…
વધુ વાંચો >લાઇકેન પ્લેનસ (Lichen planus)
લાઇકેન પ્લેનસ (Lichen planus) : ખૂજલી અને શોથ(inflammation)વાળો ચામડી અને શ્લેષ્મકલા(mucous membrane)નો રોગ. તેની મુખ્ય 3 નિદાનસૂચક લાક્ષણિકતાઓ છે : નમૂનારૂપ ચામડી પરનો સ્ફોટ, શ્લેષ્મકલા પરનો સ્ફોટ અને સૂક્ષ્મપેશીવિકૃતિ (histopathology). ચામડી પર ચપટા માથાવાળી ફોલ્લીઓ તથા ઝીણી સફેદ રેખાઓવાળો, ખૂજલી કરતો અને જાંબુડી રંગ જેવો (violaceous) સ્ફોટ થાય છે, જે…
વધુ વાંચો >