Allopathy
રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર
રેનિન-ઍન્જિયોટેન્સિન તંત્ર : શરીરમાં પાણી, આયનો તથા લોહીના દબાણને સંતુલિત રાખતું તંત્ર. મૂત્રપિંડમાં ગુચ્છ-સમીપી કોષો (Juxta-glomarular cells)માંથી રેનિન નામનો નત્રલવિલયી (proteolytic) ઉત્સેચક નીકળે છે, જે ઍન્જિયોટેન્સિનોજન નામના દ્રવ્યમાંથી ઍન્જિયોટેન્સિન-I નામનું દ્રવ્ય બનાવે છે. મૂત્રપિંડમાં લોહીનું પરિભ્રમણ ઘટે, નસોમાંનું પ્રવાહી ઘટે, લોહીમાં કેટેકોલ એમાઇન્સ નામનાં દ્રવ્યોનું પ્રમાણ ઘટે, સંવેદી ચેતાતંત્રની ક્રિયાશીલતા…
વધુ વાંચો >રેનોડનો રોગ અને રેનોડની ઘટના
રેનોડનો રોગ અને રેનોડની ઘટના : ઠંડી અથવા લાગણીજન્ય કારણોસર આંગળીની ટોચની ફિક્કાશ સાથે કે તેના પછી નીલિમા(cyanosis)ના થતા વારંવારના લઘુ હુમલા (રેનોડની ઘટના) અને તેવું થતું હોય તેવો કોઈ જાણીતા કારણ વગરનો રોગ (રેનોડનો રોગ). આંગળીઓની ટોચ ભૂરી પડી જાય તેને નીલિમા કહે છે. આ વાહિની-સંચલનના વિકારો(vasomotor disorders)ના જૂથનો…
વધુ વાંચો >રેમાક, રૉબર્ટ
રેમાક, રૉબર્ટ (જ. 26 જુલાઈ 1815, પોસેન; અ. 29 ઑગસ્ટ 1865, કિસિન્જેન) : જર્મન ગર્ભવિજ્ઞાની (embryologist) અને ચેતાશાસ્ત્રજ્ઞ (neurologist). રેમાક ખ્યાતનામ દેહધર્મવિજ્ઞાની જોહૅન મ્યુલરના વિદ્યાર્થી. રેમાકે ઈ. સ. 1835માં બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી M.D.ની ઉપાધિ પ્રાપ્ત કરી, પરંતુ તેઓ યહૂદી હોવાને કારણે આ વિદ્યાલયમાં તેમને નોકરી આપવાની ના પાડવામાં આવી. આમ છતાં…
વધુ વાંચો >રેસર્પિન (reserpine)
રેસર્પિન (reserpine) : ભારતમાં થતી રાવોલ્ફિયા સર્પેન્ટિના (બેન્થ, Benth) નામની વનસ્પતિના મૂળમાંથી મળતો આલ્કેલૉઇડ તથા લોહીનું દબાણ ઘટાડવા માટે એક જમાનામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી મુખમાર્ગી દવા. હાલ વધુ સુરક્ષિત ઔષધોની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ નહિવત્ થઈ ગયો છે; પરંતુ તેનું સૌથી મહત્વનું પાસું તે ઘણી સસ્તી દવા છે તે છે.…
વધુ વાંચો >રોગનિયમન
રોગનિયમન : રોગ થવાની સંભાવનાનો દર, રોગનો સમયગાળો તથા તેના ફેલાવાની શક્યતા, તેની શારીરિક અને માનસિક અસરો તથા સમાજ પર તેના આર્થિક ભારણને ઘટાડવા માટે નિરંતર ચાલતું અભિયાન. નિયમનની પ્રક્રિયામાં પ્રાથમિક તથા દ્વૈતીયીક પૂર્વનિવારણ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મોટાભાગના રોગનિયંત્રણ (disease control)-કાર્યક્રમોમાં આ બંને બાબતોને સમાવાય છે. આ…
વધુ વાંચો >રોગનોંધવહી (disease registry)
રોગનોંધવહી (disease registry) : ચોક્કસ વસ્તીવિસ્તારમાં અથવા હૉસ્પિટલમાં નવા નોંધાતા તથા સારવાર લેતા દર્દીઓની જે તે રોગ સંબંધિત માહિતીની નોંધપોથી. આરોગ્યલક્ષી માહિતી અંગેની પ્રણાલીઓ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેટલાંક માર્ગદર્શક સૂચનો કરેલાં છે. તે પ્રમાણે તે વસ્તી-આધારિત હોવી જોઈએ. તેમાં મેળવાયેલી જાણકારી અયોગ્ય સમૂહોમાં એકત્રિત કરેલી ન હોવી જોઈએ. તેમાં…
વધુ વાંચો >રોગપ્રતિકારશક્તિ
રોગપ્રતિકારશક્તિ : જુઓ પ્રતિરક્ષા.
વધુ વાંચો >રોગ, વિકાર અને ચિકિત્સા
રોગ, વિકાર અને ચિકિત્સા : શારીરિક અને/અથવા માનસિક સ્વાસ્થ્યનો ભંગ અને તેની સારવાર. શારીરિક કે માનસિક ક્રિયામાં ઉદભવતી વિષમતાને પણ રોગ કહે છે. વિવિધ શબ્દકોશોએ ‘રોગ’ શબ્દની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ‘રોગ’ની વ્યાખ્યા કરી નથી. રોગનું લક્ષણપટ વિશાળ છે, તેમાં લક્ષણરહિત (asymptomatic) અથવા ઉપનૈદાનિક (subclinical) માંદગીથી…
વધુ વાંચો >રોગસ્થાનાંતરતા, કૅન્સરગત (cancer metastasis)
રોગસ્થાનાંતરતા, કૅન્સરગત (cancer metastasis) : એક સ્થાનમાં ઉદભવેલા કૅન્સરના કોષો સ્થાનાંતર કરીને અન્યત્ર પ્રસ્થાપિત થાય તથા ત્યાં ગાંઠ સર્જે તેવી સ્થિતિ. કૅન્સરના રોગવાળા કોષો અમર્યાદ સંખ્યાવૃદ્ધિ કરે છે. આસપાસની પેશીમાં તથા લોહી અને લસિકા(lymph)ની નસોમાં આક્રમણ (invasion) કરે છે અને તેમના દ્વારા શરીરમાં અન્યત્ર ફેલાઈને બીજા અવયવોને અસરગ્રસ્ત કરે છે.…
વધુ વાંચો >રોગાણુનાશી
રોગાણુનાશી : જુઓ ચેપ અને ચેપી રોગો.
વધુ વાંચો >