Allopathy

અંત:કર્પરી અર્બુદો

અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) : ખોપરીના પોલાણમાં થતી મગજ ઇત્યાદિની ગાંઠો. તેને કારણે ખોપરીમાં દબાણ વધે છે. પરિણામે દર્દીને માથાનો દુખાવો, ઊલટી અને દૃષ્ટિના વિકારો પેદા થાય છે, જે સતત વધ્યા કરે છે. તેને અંત:કર્પરી અતિદાબ (intracranial hypertension) કહે છે. ઝાંખું દેખાવું, બેવડું દેખાવું (દ્વિદૃષ્ટિ, diplopia) કે થોડા સમય માટે…

વધુ વાંચો >

અંત:ક્ષેપ પંપ

અંત:ક્ષેપ પંપ (Infusion pump) : નસ વાટે સતત દવા આપવા માટેની યાંત્રિક યોજના. તેના દ્વારા દર્દીની રોજિંદી ક્રિયામાં ખલેલ ન પહોંચે તે રીતે તેને સતત ઘણા દિવસો માટે કે કાયમ માટે ધમની (artery) કે શિરા (vein) વાટે દવા આપી શકાય છે. તે માટે વપરાતા પંપ બે પ્રકારના હોય છે :…

વધુ વાંચો >

અંત:પેશી શેક

અંત:પેશી શેક (diathermy) : ચામડી નીચેની પેશીઓને અપાતો શેક. જુલના નિયમને આધારે એકાંતરિયો (alternate) વીજ-સંચાર (electric current) ગરમી ઉત્પન્ન કરે છે. ઓછી પુનરાવર્તિતાવાળો વીજસંચાર ધ્રુવીકરણ (polarization)ની અસરને કારણે ગરમી ઉત્પન્ન કરતી વખતે પેશીને નુકશાન પહોંચાડે છે, જ્યારે વધુ પુવરાવર્તિતાવાળો અને ઓછી તરંગલંબાઈવાળો વીજ-સંચાર ચામડીને વધુ પડતી ગરમી આપવાને બદલે અંદરની…

વધુ વાંચો >

અંત:સ્રાવ

અંત:સ્રાવ (hormone) : શરીરની ક્રિયાઓનું નિયમન કરતાં લોહીમાં સીધાં ઝરતાં રસાયણો. ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, કૉર્ટિકોસ્ટીરૉઇડ, ગલગ્રંથિ(thyroid)ના સ્રાવો વગેરે ઘણા અંત:સ્રાવો શરીરમાં હોય છે. તેમનાં મુખ્ય ચાર કાર્યક્ષેત્રો હોય છે : (1) શરીરની આંતરિક પરિસ્થિતિ અને રાસાયણિક બંધારણનું નિયમન; (2) ઈજા, ચેપ, ભૂખમરો, શરીરમાંથી પાણીનું ઘટી જવું, ખૂબ લોહી વહી જવું, અતિશય…

વધુ વાંચો >

અંત:સ્રાવી તંત્ર

અંત:સ્રાવી તંત્ર (Endocrine system) (માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને  અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed…

વધુ વાંચો >

અંતાનુમાન

અંતાનુમાન (prognosis) : રોગના અંત કે વૃદ્ધિની આગાહી. તેને પૂર્વાનુમાન પણ કહે છે. દર્દી અને તેનાં કુટુંબીઓ રોગના નિદાન જેટલો જ, કે વધારે રસ સારવાર, રોગમુક્તિ અને અંતાનુમાનમાં ધરાવે છે. વળી તે જાણવાનો તેમનો અધિકાર પણ છે. અંતાનુમાન નિદાન અને સારવારની પ્રયુક્તિઓ અને પ્રવિધિઓનો અગ્રતાક્રમ (priority) નક્કી કરવામાં ઉપયોગી હોય…

વધુ વાંચો >

અંધાપો

અંધાપો (blindness) : પ્રકાશ પારખવાની અક્ષમતા. પરંતુ વાસ્તવમાં આ સ્થિતિ ઘણા ઓછા લોકોની હોય છે. છતાં ઘણા બધા લોકો આંખની દૃષ્ટિ ઓછી થવાને કારણે હરીફરી શકતા નથી અથવા પોતાની રોજીરોટી કમાઈ શકતા નથી. આને આધારે અંધાપાના બે ભાગ પાડવામાં આવે છે : (1) જે વ્યક્તિ બેમાંથી સારી આંખે ત્રણ મીટરથી…

વધુ વાંચો >

અંધાપો, રંગલક્ષી

અંધાપો, રંગલક્ષી (colour blindness) : રંગ પારખવાની ક્ષમતા. તે જન્મજાત (congenital) અથવા સંપ્રાપ્ત (acquired) હોય છે. જન્મજાત રંગલક્ષી અંધાપો બે પ્રકારનો હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ બધા જ રંગો જોવા માટે અશક્ત હોય છે (પૂર્ણ રંગલક્ષી અંધાપો). આ સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે, મગજની ક્ષતિને કારણે થાય છે. વ્યક્તિને…

વધુ વાંચો >

અંધાપો, રાત્રીનો

અંધાપો, રાત્રીનો (night blindness) : રાત્રીના સમયે ઓછું જોઈ શકવું અથવા રતાંધળાપણું. તેનાં મુખ્ય કારણો બે છે વિટામિન ‘એ’ની ખામી અને આનુવંશિકતા. દૃષ્ટિપટલ વર્ણકતા (retinitis pigmentosa) એ એક જન્મજાત ખામી છે. તે ધીરે ધીરે વધતી રહે છે અને વૃદ્ધાવસ્થામાં અંધાપો લાવે છે. અપૂરતો ખોરાક, વારંવાર ઝાડા-ઊલટી થવાં કે લાંબી બીમારીથી…

વધુ વાંચો >

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan)

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan) (જ. 1 ઑગસ્ટ 1858, નિજકર્ક, નેધરલૅન્ડ્ઝ; અ. 5 નવેમ્બર 1930, યૂટ્રેક્ટ) : ફ્રેડરિક હૉપ્કિન્સ સાથે 1929નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સુપ્રસિદ્ધ ફિઝિશિયન અને પેથોલૉજિસ્ટ. તેમને મેડિકલ ડિગ્રી ઍમ્સ્ટર્ડેમ યુનિવર્સિટી(1883)માંથી મળી હતી.   1886માં બેરીબેરીનું કારણ શોધવા તેઓ જાવા ગયા હતા. આઇકમાને 1896માં નેધરલૅન્ડ્ઝ આવી, પબ્લિક હેલ્થ ઍન્ડ…

વધુ વાંચો >