Allopathy

મદ્યવશતા

મદ્યવશતા (alcoholism) : દારૂ પીવાની લતે ચડેલ બંધાણીને આરોગ્યલક્ષી, સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી દે તેવી ટેવનો વિકાર. આથી દારૂ પીનારાને વારંવાર અને વધુ ને વધુ પ્રમાણમાં દારૂ પીવાની ઇચ્છા થાય છે. સ્વીડનની સરકારની જાહેર આરોગ્ય સંસ્થા મૅગ્નસ હસ દ્વારા 1849માં આ વિકારનું નિદાન કરવામાં આવ્યું હતું. અમેરિકાના માનસચિકિત્સકોના…

વધુ વાંચો >

મધુપ્રમેહ

મધુપ્રમેહ (diabetes mellitus) ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવની સંપૂર્ણ અથવા સાપેક્ષ ઊણપને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો મધ્યાવર્તી ચયાપચય(intermediary metabolism)નો રોગ. શરીરમાં ઊર્જા(શક્તિ)ના ઉત્પાદન માટે તથા અન્ય કાર્યો માટે થતી રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનની ઊણપ ઊભી થાય અથવા જેટલી તેની જરૂરિયાત હોય તેના કરતાં ઓછું ઇન્સ્યુલિન…

વધુ વાંચો >

મધુપ્રમેહ ચિકિત્સા

મધુપ્રમેહ ચિકિત્સા : જુઓ મધુપ્રમેહ

વધુ વાંચો >

મધુમેહ, મૂત્રપિંડજન્ય

મધુમેહ, મૂત્રપિંડજન્ય (renal glycosuria) : મધુપ્રમેહના રોગની ગેરહાજરીમાં પેશાબમાં ગ્લુકોઝ જવો તે. મૂત્રપિંડ દ્વારા થતા ગ્લુકોઝના ઉત્સર્ગની ઉંબરસીમા (threshold value) નીચી હોય ત્યારે પેશાબમાં તે વહી જાય છે. આ વિકાર યુવાનોમાં જોવા મળે છે અને દેહસૂત્રી (અલિંગસૂત્રી) પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસાથી તે ઊતરી આવતો હોય છે. તેને મધુપ્રમેહ સાથે…

વધુ વાંચો >

મધ્યાંતરી સ્વસ્થતા

મધ્યાંતરી સ્વસ્થતા (lucid interval) : માથાને થયેલી ઈજા પછી ઉદભવતી થોડા સમયની બેભાનાવસ્થા તથા ઈજાને કારણે મગજમાં ખૂબ લોહી વહી ગયું હોય અને તેને કારણે ઉદભવતી બેભાનાવસ્થાની વચ્ચેનો સભાનાવસ્થાનો ટૂંકો સમયગાળો. માથાને જ્યારે જોરદાર હલાવી નાંખતી ઈજા થાય ત્યારે ખોપરીમાંની મગજની મૃદુપેશીનું કાર્ય થોડાક સમય માટે ઘટી જાય છે અને…

વધુ વાંચો >

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો

મન-તન-સંબંધ (psychosomatisation) અને વિકારો વ્યક્તિત્વ, વર્તન, સામાજિક વાતાવરણ અને વ્યક્તિના શારીરિક બંધારણના આંતરસંબંધો અને તેમાં ઉદભવતા વિકારો. દરેક વ્યક્તિને પોતાનાં આગવાં જનીની (genetic), અંત:સ્રાવી (hormonal), પ્રતિરક્ષાલક્ષી (immunological) અને ચેતાતંત્રલક્ષી (neurological) પરિબળો હોય છે. તેને તેમનું જૈવિક પરિવૃત્ત (biological sphere) કહે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને પોતાનું માનસિક પરિવૃત્ત હોય છે;…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સા

મનશ્ચિકિત્સા (psychotherapy) : માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનોની મદદથી લાગણીજન્ય સમસ્યાઓની સારવાર કરવાની પદ્ધતિ. તેને માનસોપચાર પણ કહે છે. તેની મદદથી દર્દીની તકલીફો ઘટે છે, દૂર થાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. દર્દીના બગડેલા વર્તનમાં ફેરફાર થાય છે અને/અથવા તેના વ્યક્તિત્વનાં વૃદ્ધિ અને વિકાસને યોગ્ય…

વધુ વાંચો >

મનશ્ચિકિત્સા અને કાયદો

મનશ્ચિકિત્સા અને કાયદો : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનશ્ચિકિત્સા, અવૈધ

મનશ્ચિકિત્સા, અવૈધ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >

મનશ્ચિકિત્સામાપન

મનશ્ચિકિત્સામાપન : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા

વધુ વાંચો >