Allopathy

પ્રુસિનર, સ્ટેન્લી બી.

પ્રુસિનર, સ્ટેન્લી બી. (જ. 1942 અમેરિકા) : દેહધર્મવિદ્યા અને વૈદ્યક માટેનું 1997નું નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકી સંશોધક. પ્રુસિનરે દાકતરીનું પ્રશિક્ષણ લઈ દાકતરનો વ્યવસાય સંભાળવા વિચારેલું પણ, શિક્ષણ અને સંશોધનકાર્યમાં રુચિ વધતાં તે સાન ફ્રાન્સિસ્કોમાં ફૉલિકેર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા. 1972માં તે દાક્તર હતા ત્યારે તેમની સારવાર હેઠળના એક રોગીનું ભેદી મરણ થયું.…

વધુ વાંચો >

પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease)

પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાકોષોનો વિકાર. સામાન્ય રીતે તે પુખ્ત વયે (40 વર્ષની વય પછી) પુરુષોમાં થાય છે. શરીરના સ્નાયુઓનું સંકોચન કરાવતા ચેતાકોષો(neurones)ને પ્રેરક ચેતાકોષો કહે છે. કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ(spinal cord)ના આગળ તરફના ભાગમાં આવેલા ભૂખરા રંગના દ્રવ્યને અગ્રશૃંગ (anterior horn) કહે છે. તેમાં સ્નાયુઓનું…

વધુ વાંચો >

પ્રોટીન (આયુર્વિજ્ઞાન)

પ્રોટીન (આયુર્વિજ્ઞાન) : નાઇટ્રોજન તત્વવાળું મહત્વનું પોષણ ઘટક. તેને નત્રલ (protein) પણ કહે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, પાણી, વિટામિન, સ્વલ્પ (trace) તત્વો અને સ્વત્વ ધાતુઓ પોષણનાં મહત્વનાં વિવિધ ઘટકો બનાવે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી અને પ્રોટીન સેન્દ્રિય (organic) દ્રવ્યો છે. તેમાં ઑક્સિજન, કાર્બન અને હાઇડ્રોજનનાં તત્વો હોય છે. પ્રોટીનમાં…

વધુ વાંચો >

પ્રોટીનમૂત્રમેહ (proteinuria)

પ્રોટીનમૂત્રમેહ (proteinuria) : પેશાબમાં પ્રોટીનનું વહી જવું તે. તે મોટાભાગના કિસ્સામાં મૂત્રપિંડનો કોઈ વિકાર સૂચવે છે. ઘણી વખતે મૂત્રપિંડના કોઈ વિકારનું તે એકમાત્ર ચિહ્ન હોય છે. સામાન્ય રીતે, પેશાબમાં રોજનું 150 મિગ્રા. જેટલું પ્રોટીન વહી જતું હોય છે. તેમાં મોટાભાગનું આલ્બ્યુમિન પ્રકારનું પ્રોટીન હોય છે. જોકે થોડા પ્રમાણમાં તેની સાથે…

વધુ વાંચો >

પ્રોટીન, સીરમ સપાટી

પ્રોટીન, સીરમ સપાટી : રુધિરરસમાં પ્રોટીન(નત્રલ)ની સપાટીની જાણકારી. લોહીના પ્રવાહી ભાગને રુધિરપ્રરસ (blood plasma) કહે છે. ગઠ્ઠા રૂપે જામી ગયેલા લોહીમાંથી જે પ્રવાહી છૂટું પડે છે તેને રુધિરરસ (blood serum) કહે છે. તેથી રુધિરરસમાં લોહીને ગંઠાવનારાં પ્રોટીનો હોતાં નથી. રુધિરરસમાંના પ્રોટીનની સપાટી જાણવાથી ઘણી વખત દર્દીની પોષણલક્ષી સ્થિતિ, યકૃત(liver)ના રોગોની…

વધુ વાંચો >

પ્રોથ્રૉમ્બિનકાળ

પ્રોથ્રૉમ્બિનકાળ : વિટામિન ‘કે’ સાથે સંબંધિત લોહીને ગંઠાવનારા ઘટકોની કાર્યક્ષમતા જાણવાની કસોટી. સામાન્ય માણસમાં તે 10થી 14 સેકન્ડનો હોય છે. જુદા જુદા 13 પ્રકારનાં પ્રોટીનો લોહીના ગંઠાવાની ક્રિયામાં સક્રિય હોય છે. તેમને રુધિરગંઠક ઘટકો અથવા રુધિરગઠનકારી ઘટકો (blood clotting factors) કહે છે. તેમાંના કેટલાક ઘટકો માટે વિટામિન ‘કે’ની જરૂરિયાત હોય…

વધુ વાંચો >

પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન)

પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન) : કોષપટલો (cell membranes) દ્વારા ઉત્પન્ન કરતા સ્થાનિક અંત:સ્રાવો (hormones) જેવું કાર્ય કરતાં દ્રવ્યોનો સમૂહ. તે સ્થાનિક કોષો અને પેશી પર અસર કરે એવાં તે જ સ્થળે ઝરેલાં રસાયણો હોવાથી તેમને અધિસ્રાવો (locally acting hormones) જેવા ગણવામાં આવે  છે. તેઓ નસોને પહોળી કરે છે, આંતરડાંના અને ગર્ભાશયના સ્નાયુતંતુઓનું…

વધુ વાંચો >

પ્રોસ્ટેટ

પ્રોસ્ટેટ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

પ્રોસ્ટેટ અતિવૃદ્ધિ સુસાધ્ય

પ્રોસ્ટેટ અતિવૃદ્ધિ સુસાધ્ય : જુઓ પ્રજનનતંત્ર (માનવ)

વધુ વાંચો >

પ્લાઝમિન

પ્લાઝમિન : જુઓ રુધિરગંઠન અને  રુધિરસ્રાવી વિકારો

વધુ વાંચો >