Allopathy

પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન)

પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન) : સ્ફૂર્તિ માટે પિવાતાં પીણાં. જરૂર પડ્યે કેટલીક વાર તે પાણીની અવેજીમાં પણ લેવાય છે. સામાન્ય રીતે તે સામાજિક રીતભાત અને મિલન મુલાકાતોમાં સંપર્ક અને ચર્ચા વધારવા નિમિત્તે વપરાય છે. તેમાં ચા, કૉફી, ફળોના રસ, ઉત્તેજક પાનકો (cordials) અને વાતાન્વિત જલ(aerated water)નો સમાવેશ થાય છે. મદ્યપાનમાં વપરાતા…

વધુ વાંચો >

પીતજ્વર (yellow fever)

પીતજ્વર (yellow fever) : મચ્છર કરડવાથી માનવ-શરીરમાં ‘B’ સમૂહના અર્બો-વિષાણુઓ પ્રવેશવાથી ઉદભવતો એક રોગ. આ વિષાણુઓ મચ્છર અને માનવ ઉપરાંત કૂકડા અને ઉંદર જેવાં પ્રાણીઓમાં પણ પ્રવેશીને ત્યાં વૃદ્ધિ પામતા હોય છે. આ રોગ મુખ્યત્વે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાં પ્રચલિત છે. ક્યૂલેક્સ મચ્છર (આઇડિસ ઇજિપ્ટિ) કરડવાથી માનવ-શરીરમાં પીતજ્વરના…

વધુ વાંચો >

પુખ્તવય

પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી…

વધુ વાંચો >

પુનરાવર્તી વિચાર-કાર્યવળગણ (obsessive-compulsive disorder)

પુનરાવર્તી વિચાર–કાર્યવળગણ (obsessive-compulsive disorder) : વારંવાર બળજબરીથી આવતા (બલિષ્ઠ-આગમની વિચારો, intrusive thoughts)ને તથા બળજબરીપૂર્વક થયે જતા બલિષ્ઠ-આગમની વર્તન(intrusive behaviour)ને અનુક્રમે પુનરાવર્તી બલિષ્ઠ વિચાર-વળગણ (obsession) તથા પુનરાવર્તી બલિષ્ઠ કાર્યવળગણ (compulsion) કહે છે. વળી આ દર્દીએ સારી રીતે જાણે છે કે આ પ્રકારનાં વિચારો કે વર્તન અનૈચ્છિક અને અર્થહીન હોય છે. પુનરાવર્તી…

વધુ વાંચો >

પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery)

પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery) : શરીરમાં ઉદભવેલી કે કરાયેલી વિકૃતિ પછી મૂળ સ્થિતિ પાછી મેળવવા માટે કરાતી શસ્ત્રક્રિયા. તેના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે  પૂર્વસ્થિતિ-સ્થાપન (restoration), પુનર્રચના (reconstruction) અને અન્યથાકરણ-(alteration)ની શસ્ત્રક્રિયાઓ. તેમને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે – પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા (reconstructive surgery) અને કાંતિવર્ધક (cosmetic) કે શોભાકારી (aesthetic) શસ્ત્રક્રિયા. પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા…

વધુ વાંચો >

પુનર્વાસ ચિકિત્સા

પુનર્વાસ ચિકિત્સા : જુઓ વ્યાયામાદિ ચિકિત્સા.

વધુ વાંચો >

પુનશ્ચેતનક્રિયા (resuscitation)

પુનશ્ચેતનક્રિયા (resuscitation) : હૃદય કે શ્વસનક્રિયા અચાનક અટકી પડે ત્યારે તેને ફરીથી શરૂ કરવાની સારવાર. હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય તેને હૃદય-સ્તંભન (cardiac arrest) કહે છે. તેનું મુખ્ય કારણ હૃદયના ધબકારા બંધ થઈ જવા તે છે. તેને હૃદય-નિ:સ્પંદતા (cardiac standstill) પણ કહે છે. ક્યારેક હૃદયના સ્નાયુતંતુઓ અલગ અલગ સંકોચાય…

વધુ વાંચો >

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants) સૂક્ષ્મજીવોને મારતાં કે તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવતાં દ્રવ્યો તે પૂયરોધકો અને સૂક્ષ્મજીવોને મારીને ચેપ લાગતો અટકાવતાં દ્રવ્યો તે ચેપરોધકો. પૂયરોધકો સજીવ પેશી પર લગાડવામાં આવતાં દ્રવ્યો છે. ચેપરોધકો નિર્જીવ પદાર્થ પર લગાવાય છે, જેથી તેના સંસર્ગમાં આવવા છતાં ચેપ લાગતો નથી. નિર્જીવ પદાર્થોને સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterilized)…

વધુ વાંચો >

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension)

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension) : ઋતુસ્રાવ થાય તેના 7થી 14 દિવસ પહેલાં વારંવાર શરૂ થતી અને ઋતુસ્રાવ શરૂ થાય એટલે પૂરી થતી શારીરિક અને લાગણીલક્ષી તકલીફોનો વિકાર. તેને પૂર્વઋતુસ્રાવ સંલક્ષણ (syndrome) પણ કહે છે. 25થી 40 વર્ષની લગભગ ત્રીજા ભાગની સ્ત્રીઓને ક્યારેક ને ક્યારેક આ પ્રકારની તકલીફ સમયાંતરે થાય છે.…

વધુ વાંચો >

પેટુ (aneurysm)

પેટુ (aneurysm) : લોહીની નસમાં ફુગ્ગાની માફક ફૂલેલો ભાગ, જેમાં લોહી ભરાયેલું હોય. જન્મજાત કારણો કે કોઈ પાછળથી ઉદભવેલાં કારણથી લોહીની નસની દીવાલનો તે ભાગ નબળો પડી ગયેલો હોય છે. તેમાં ભરાયેલું લોહી ગંઠાઈ જાય છે અને તેથી ક્યારેક તેમાંથી લોહીના નાના ગઠ્ઠા છૂટા પડીને શરીરના કોઈ અન્ય ભાગમાં પહોંચી…

વધુ વાંચો >