Allopathy
પરાગલગ્રંથિ (parathyroid gland)
પરાગલગ્રંથિ (parathyroid gland) : શરીરમાં કૅલ્શિયમનું નિયમન કરતી અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓ. કુલ 120 ગ્રામની 4 પરાગલગ્રંથિઓ ડોકમાં ગલગ્રંથિ(thyroid gland)ની પાછળ આવેલી છે. 5 % વ્યક્તિઓમાં 4થી વધુ ગ્રંથિઓ હોય છે. બે બાજુ બે બે એમ 4 ગ્રંથિઓમાંથી ઉપલી ગ્રંથિઓ ગર્ભની ચોથી ચૂઈલક્ષી પુટલિકા(branchial pouch)માંથી ઉદ્ભવે છે અને તે ગલગ્રંથિના ખંડની…
વધુ વાંચો >પરિચ્છેદ-ચિત્રણ (tomography)
પરિચ્છેદ–ચિત્રણ (tomography) શરીરનો જાણે આડો છેદ પાડીને લેવાયેલા એક્સ-રે ચિત્રાંકન જેવું ચિત્રાંકન (image) મેળવવાની પદ્ધતિ. તેને અનુપ્રસ્થ ચિત્રાંકન અથવા આડછેડી ચિત્રાંકન પણ કહે છે. તેને બે પ્રકારમાં વહેંચી શકાય: રૂઢિગત (conventional) અને કમ્પ્યૂટરયુક્ત (computed). રૂઢિગત પરિચ્છેદ-ચિત્રણનો વ્યાવહારિક પ્રથમ ઉપયોગ બોકેજે કર્યો હતો. તેમાં ઝીડીસ્કડી-પ્લમ્પ્સે સુધારા કર્યા. ટિવનિંગે તેનું સરળ સાધન…
વધુ વાંચો >પરિતનગુહા (peritoneal cavity)
પરિતનગુહા (peritoneal cavity) : પેટના પોલાણની અંદરની દીવાલની સતરલકલા(serous membrane)ના પડવાળી ગુહા. પરિતનકલા (peritoneum) તંતુમય પેશીના આધારવાળા મધ્યત્વકીય (mesenchymal) કોષોની બનેલી હોય છે. તે પેટના પોલાણની દીવાલનું તથા અવયવોના બહારના ભાગનું આવરણ બનાવે છે. તેમાંથી રસમય અથવા સતરલ (serous) પ્રવાહી ઝરે છે, જે અવયવોના હલનચલન વખતે લીસી અને લસરતી સપાટી…
વધુ વાંચો >પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders)
પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders) ફેફસાંની આસપાસનું આવરણ અને તેના વિકારો થવા તે. ફેફસાંની આસપાસ પરિફેફસીકલાનું આવરણ આવેલું છે. તેનાં બે પડ હોય છે : અવયવી (viscual) અને પરિઘીય (parietal). ફેફસાંને અડીને બનતું આવરણ અવયવી પરિફેફસીકલા કહેવાય છે જ્યારે છાતીના હાડ-સ્નાયુના પિંજરને સ્પર્શતું પડ પરિઘીય પરિફેફસીકલા કહેવાય…
વધુ વાંચો >પરિહૃદ્-કલા (pericardium)
પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે. પરિહૃદ્-કલાના…
વધુ વાંચો >પલાડ, જ્યૉર્જ ઇ.
પલાડ, જ્યૉર્જ ઇ. (જ. 19 નવેમ્બર 1912, જેસ્સી, રુમાનિયા; અ. 7 ઑક્ટોબર 2008, ડેલ માર, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : 1974ના શરીરક્રિયાવિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પુસ્કારના આલ્બર્ટ ક્લૉડ અને ક્રિશ્ચિયન રેની ડે ડુવેના સહવિજેતા. તેમણે કોષની સંરચના અને કાર્ય અંગેનું શોધોદ્ઘાટન (discovery) કર્યું છે. 1940માં પલાડી બુખારેસ્ટ(રુમાનિયા)માં તબીબી વિદ્યાના સ્નાતક બન્યા…
વધુ વાંચો >પાચન અને પાચનતંત્ર
પાચન અને પાચનતંત્ર ખોરાકનાં દ્રવ્યોને વિઘટિત કરીને શરીરના પોષણ માટે પ્રવેશલાયક બનાવવાની ક્રિયા અને તે માટેનું અવયવી તંત્ર. તે ક્રિયામાં ભાગ લેતા અવયવો તે પાચનતંત્ર. પાચનક્રિયામાં યાંત્રિક (ભૌતિક) અને રાસાયણિક એમ બે પ્રકારની ક્રિયા થાય છે. ખોરાકનાં દ્રવ્યોને દાંત વડે કચરીને તેનો ભૂકો બનાવાય છે અને તેને લાળ તથા અન્ય…
વધુ વાંચો >પાઠું (carbuncle)
પાઠું (carbuncle) : મોટાભાગે ડોકના પાછલા ભાગમાં થતું ગૂમડું. તે લાલ ચામડીવાળું, કઠણ અને દુખાવો કરતું હોય છે. સ્ટેફાયલોકૉકસ પ્રકારના જીવાણુ(bacteria)થી થતો ચેપ આમાં કારણભૂત હોય છે. તે જીવાણુથી ચામડીની નીચેની પેશીનો નાશ (gangrene) કરે છે. સામાન્ય રીતે તે 40 વર્ષથી ઉપરના મધુપ્રમેહવાળા પુરુષોમાં જોવા મળે છે. જો યોગ્ય ઍન્ટિબાયૉટિક…
વધુ વાંચો >પાદપીડ અંતરિત (intermittent claudication)
પાદપીડ, અંતરિત (intermittent claudication) : ચાલતાં ચાલતાં થોડા થોડા સમયે પગના નળાની પાછળના સ્નાયુઓમાં દુખાવો થાય, લંગડાતું ચલાય અને ચાલવાનું બંધ કરવું પડે તેવો વિકાર. મહત્તમ સ્નાયુદુર્બળતા (myasthenia gravis) નામના રોગમાં દર્દી થોડું ચાલે ત્યારે તેના સ્નાયુમાં એકદમ દુર્બળતા આવી જાય અને તે ચાલી ન શકે તથા સ્નાયુ-સંકોચન બંધ થઈ…
વધુ વાંચો >