Allopathy

દ્વિભાજી મણિકંટક

દ્વિભાજી મણિકંટક : જુઓ, તાનિકાપેટુ

વધુ વાંચો >

ધનુર્વા

ધનુર્વા (ધનુર, tetanus) : સ્નાયુઓનાં સતત સંકોચનો કરાવતો તથા ઈજાના સ્થાને સિ.ટિટેનાઇ નામના જીવાણુઓના ચેપથી થતો રોગ. શારીરિક ઈજાના ઘાવમાં ક્લોસ્ટ્રિડિયમ ટિટેનાઇ નામના જીવાણુ (bacteria)થી ચેપ લાગે તો તેના ઝેરની અસરથી આ રોગ થાય છે. સમયસરની યોગ્ય સારવાર ન મળે તો તે જીવલેણ નીવડે છે. સ્નાયુઓનાં સંકોચનને કારણે શરીર અક્કડ…

વધુ વાંચો >

ધમનીકાઠિન્ય, મેદજન્ય

ધમનીકાઠિન્ય, મેદજન્ય (atherosclerosis) : મધ્યમ કે મોટા કદની સ્નાયુઓવાળી અને સ્થિતિસ્થાપક ધમનીઓમાં થતો ચરબીવાળા જાડા અને કઠણ વિસ્તારવાળો વિકાર. તે ધમનીને બંધ કરી દઈને હૃદય-રોગનો હુમલો કે લકવો કરે છે. તેને કારણે વિકસિત દેશોમાં તે મૃત્યુનું પ્રથમ કારણ ગણાય છે. કોઈ પણ કદની ધમની જ્યારે કોઈ પણ વિકારને કારણે જાડી…

વધુ વાંચો >

ધમની-શિરા-સંયોગનળી

ધમની-શિરા-સંયોગનળી (arterio–venous fistula) : ધમની અને શિરા વચ્ચે જોડાણ હોવું તે. તે જન્મજાત કે પાછળથી ઉદભવેલું હોઈ શકે. મૂત્રપિંડમાં આ પ્રકારની જન્મજાત વિકૃતિ હોય તેવું સૌપ્રથમ વેરિલે 1928માં નોંધ્યું હતું. તેમાં એક કે વધુ નસો વચ્ચે આવું જોડાણ થાય છે. મૂત્રપિંડમાંની ધમની-શિરા-સંયોગનળીઓ મોટેભાગે (75 %) મૂત્રપિંડના પેશીપરીક્ષણ (biopsy) વખતે ઉદભવે…

વધુ વાંચો >

ધૂમ્રપાન

ધૂમ્રપાન : જુઓ, તમાકુસેવન.

વધુ વાંચો >

ધૂસરકોષાર્બુદ

ધૂસરકોષાર્બુદ (pheochromocytoma) : મુખ્યત્વે અધિવૃક્ક (adrenal) ગ્રંથિના મજ્જાસ્તરમાં થતી ધૂસરકોષો(cromoffin cells)ની ગાંઠ. બંને મૂત્રપિંડ(વૃક્ક)ના ઉપલા છેડે એક એક  – એમ બે નાની ગ્રંથિની જોડ આવેલી છે. તેથી તેને અધિવૃક્ક ગ્રંથિ કહે છે. અધિવૃક્ક ગ્રંથિમાં 2 સ્તર આવેલા છે. બહારના સ્તરને બહિ:સ્તર (cortex) કહે છે. તેમાંથી સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવો (hormones) ઝરે…

વધુ વાંચો >

નખવિકારો

નખવિકારો : જુઓ, ત્વચાવિદ્યા.

વધુ વાંચો >

નજલો (gout)

નજલો (gout) : મૉનોસોડિયમ યુરેટ (MSU) મૉનોહાઇડ્રેટ નામના પદાર્થના સ્ફટિકો જમા થવાથી થતો હાડકાના સાંધાનો પીડાકારક સોજાવાળો રોગ. તેમાં જુદા જુદા અવયવો અને પેશીઓમાં MSUના સ્ફટિકો જમા થઈને સ્ફટિકાર્બુદો (tophi) નામની ગાંઠો બનાવે છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે ત્યારે આ પ્રકારનો વિકાર થાય છે. લોહીમાં યુરિક ઍસિડ વધે તેને…

વધુ વાંચો >

નપુંસકતા (impotence)

નપુંસકતા (impotence) : જાતીય સમાગમ પરિપૂર્ણ કરવા માટે શિશ્નનું ઉત્થાન કરવાની કે જાળવી રાખવાની ક્ષમતા ન હોવી તે. આ પ્રકારની ફરિયાદ ઘણી વ્યાપક છે અને કોઈ રોગવાળી પુખ્ત વ્યક્તિઓના 10 % થી 35 % વ્યક્તિઓ તથા ઉંમર વધતાં, તેથી પણ વધુ સંખ્યામાં વ્યક્તિઓ આ તકલીફથી પીડાય છે. પુરુષોની ઇન્દ્રિય જાતીય…

વધુ વાંચો >

નરજાતીય અંત:સ્રાવો (androgens)

નરજાતીય અંત:સ્રાવો (androgens) : પુરુષની વિશિષ્ટ શારીરિક અને લૈંગિક વૃદ્ધિ અને વિકાસ કરવા તથા જાળવી રાખવા માટે શરીરમાં બનતા અંત:સ્રાવો (hormones). તે શુક્રપિંડ અથવા વૃષણ(testicles)માં બને છે અને તેમાંથી સીધા લોહીમાં પ્રવેશીને શરીરનાં વિવિધ અંગોના કાર્યને અસર કરે છે. સામાન્ય શુક્રપિંડ 3.5થી 5.5 સેમી. લાંબો અને 2થી 3 સેમી. પહોળો…

વધુ વાંચો >