Allopathy
કોચર – એમિલ થિયોડોર
કોચર, એમિલ થિયોડોર (જ. 25 ઑગસ્ટ 1841, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 27 જુલાઈ 1917, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રસિદ્ધ ગલગ્રંથિનિષ્ણાત. શરીરક્રિયાવિજ્ઞાન (physiology), પેશીવિકૃતિવિજ્ઞાન (pathology) અને ગલગ્રંથિ(thyroid gland)ની શસ્ત્રક્રિયાનો નૂતન અભિગમ અપનાવવા બદલ 1909માં તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમણે બર્નમાં ઔષધશાસ્ત્રનો અને બર્લિન, લંડન, પૅરિસ અને વિયેનામાં શસ્ત્રક્રિયાશાસ્ત્ર(surgery)નો અભ્યાસ કર્યો. 1872થી 1917…
વધુ વાંચો >કોટનિસ – દ્વારકાનાથ
કોટનિસ, દ્વારકાનાથ (જ. 10 ઑક્ટોબર 1910, સોલાપુર; અ. 9 ડિસેમ્બર 1942, ગેગૉંગ, ચીન) : ચીન-જાપાન યુદ્ધ દરમિયાન તબીબી સેવાકાર્ય કરી ભારત-ચીન મૈત્રી સંબંધોને ઘનિષ્ઠ કરનાર, વિખ્યાત ભારતીય ડૉક્ટર અને સામાજિક કાર્યકર. શરૂઆતનું શિક્ષણ વતનમાં. પછી મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી 1934માં એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડોક સમય સરકારી નોકરીમાં રહ્યા (1934-36) પછી…
વધુ વાંચો >કોડીન (આયુર્વિજ્ઞાન)
કોડીન (આયુર્વિજ્ઞાન) : અફીણાભ (opioid) જૂથનું ઔષધ. તે જૂથને નશાકારક પીડાનાશકો(narcotic analgesics)નું જૂથ પણ કહેવાય છે. તેનો મુખ્ય ઉપયોગ દુખાવો અને સતત રહેતી ઉધરસને કાબૂમાં લેવા માટે થાય છે. ઔષધરૂપે કોડીન સલ્ફેટ અને કોડીન ફૉસ્ફેટ એમ બે પ્રકારનાં રસાયણો 15થી 60 મિગ્રા.ની ગોળીઓ કે દ્રાવણરૂપે મળે છે, જે મુખમાર્ગે લઈ…
વધુ વાંચો >કોઢ
કોઢ (vitiligo) : ચામડીનો રંગ નિશ્ચિત કરતા રંજક (વર્ણક) દ્રવ્ય (pigment) ધરાવતા કોષોની ઊણપથી થતો સફેદ ડાઘવાળો રોગ. સામાન્ય ચામડીનો રંગ લોહીમાંના હીમોગ્લોબિન તથા ચામડીમાંના કેરેટિન (પીતદ્રવ્ય) અને મેલેનિન(કૃષ્ણદ્રવ્ય)ને આભારી છે. પીતદ્રવ્ય (પીળો રંગ) અને કૃષ્ણદ્રવ્ય(શ્યામ રંગ)નું સાપેક્ષ પ્રમાણ ચામડીને શ્યામ, પીળી, શ્વેત કે ઘઉંવર્ણી બનાવે છે. આ પ્રકારનો તફાવત…
વધુ વાંચો >કૉન્ટૅક્ટ લેન્સ
કૉન્ટૅક્ટ લેન્સ : આંખની કીકી ઉપર લગાડીને પહેરવાનો ર્દક્કાચ. તેને સ્પર્શર્દક્કાચ (contact lens) કહે છે. તેના વિવિધ પ્રકારો છે. આંખની વક્રીભવનની ખામી(error of refraction)ને કારણે ઝાંખું દેખાતું હોય તો યોગ્ય ચશ્માં અથવા કૉન્ટૅક્ટ લેન્સ પહેરવાથી તે ખામી દૂર થાય છે. આ ઉપરાંત તે આંખના પોપચાની ગેરહાજરી સારણી : કૉન્ટૅક્ટ લેન્સના…
વધુ વાંચો >કૉરી કાર્લ ફર્ડિનાન્ડ તથા કૉરી ગર્ટી ટેરેસા
કૉરી, કાર્લ ફર્ડિનાન્ડ તથા કૉરી, ગર્ટી ટેરેસા (કાર્લ ફર્ડિનાન્ડ કૉરી : જ. 15 ડિસેમ્બર 1895, પ્રાગ; અ. 20 ઑક્ટોબર 1984, કેમ્બ્રિજ મૅસે., યુ.એસ.) તથા (ગર્ટી ટેરેસા કૉરી : જ. 15 ઑગસ્ટ 1896 પ્રાગ; અ. 26 ઑક્ટોબર 1957, સેન્ટ લુઈસ, યુ.એસ.) : નૉબેલ પારિતોષિકવિજેતા દંપતી. કૉરીએ ગ્લુકોઝના અણુનું ફૉસ્ફેટવાળું સંયોજન શોધ્યું…
વધુ વાંચો >કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ
કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ : અધિવૃક્ક(adrenal)ગ્રંથિના અંત:સ્રાવો. અધિવૃક્કગ્રંથિ અંત:સ્રાવી (endocrine) ગ્રંથિ છે અને તેના અંત:સ્રાવો(hormones)માંના એક જૂથને કૉર્ટિકોસ્ટીરૉઇડ્ઝ કહે છે જેનો આધુનિક તબીબીશાસ્ત્રમાં દવા તરીકે પણ મહત્વનો ઉપયોગ થાય છે. સારણી 1 : કૉર્ટિકોસ્ટીરૉઇડની મુખ્ય અસરો અસર શરીરમાં સોડિયમનો ભરાવો યકૃતમાં ગ્લાયકોજનનો ભરાવો, પ્રતિશોથ અસર* કૉર્ટિસોલ કૉર્ટિસોન કૉર્ટિકોસ્ટીરોન આલ્ડોસ્ટીરોન પ્રેડ્નિસોલોન ટ્રાયન્સિનોલોન 1 1…
વધુ વાંચો >કૉર્મેક ઍલન મૅક્લિયૉડ
કૉર્મેક, ઍલન મૅક્લિયૉડ : (જ. 23 ફેબ્રુઆરી 1924, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા; અ. 7 મે 1998, વિન્ચેસ્ટર, યુ.એસ.) : ફિઝિયૉલૉજી અને મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1979)ના વિજેતા. તેમણે કમ્પ્યૂટરની મદદથી લેવાતા સીએટી-સ્કૅન (computerised axial tomography scan) વિશે સંશોધન કર્યું હતું. તેમની શરૂઆતની કેળવણી કેપટાઉન યુનિવર્સિટી(દક્ષિણ આફ્રિકા)માં થઈ હતી. તેમની લાંબી હૉસ્પિટલ-માંદગી (કેપટાઉન…
વધુ વાંચો >કૉલેરા
કૉલેરા : વિબ્રીઓ કૉલેરી નામના જીવાણુથી થતો અતિશય ઝાડા કરતો ઉગ્ર પ્રકારનો ચેપી રોગ. ક્યારેક તેનો હુમલો અતિઉગ્ર અને જીવનને જોખમી પણ હોય છે. તે ફક્ત માણસમાં જ થતો ચેપી રોગ છે જે ક્યારેક ખૂબ સામાન્ય તો ક્યારેક અતિશય તીવ્ર સ્વરૂપે જોવા મળે છે. અતિશય ઝાડાને કારણે શરીરમાંનું પ્રવાહી ઘટી…
વધુ વાંચો >કોલેસ્ટેરૉલ (આયુર્વિજ્ઞાન)
કોલેસ્ટેરૉલ (આયુર્વિજ્ઞાન) : સ્ટેરૉલ વર્ગમાં રહેલો એક અગત્યનો રાસાયણિક ઘટક. તે વનસ્પતિમાં નથી હોતો પણ સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. તેનું સૌથી વધારે પ્રમાણ મગજના ચેતાતંતુમાં, અધિવૃક્કના બાહ્યક(adrenal cortex)માં, શુક્રપિંડ(testis)માં અને ઈંડાના પીળા ભાગમાં હોય છે. તેનું મધ્યમસરનું પ્રમાણ યકૃત, બરોળ, મૂત્રપિંડ અને ચામડીમાં જોવા મળે છે. તે પાણીમાં દ્રાવ્ય…
વધુ વાંચો >