World history
વૉટર્લૂ
વૉટર્લૂ : નેપોલિયનને 1815માં આખરી પરાજય મળ્યો તે લડાઈનું મેદાન. ફ્રાન્સનો નેપોલિયન બોનાપાર્ટ એના જીવનની છેલ્લી લડાઈ વૉટર્લૂના મેદાન પર તા. 18મી જૂન 1815ના રોજ લડ્યો હતો. આ લડાઈમાં એને ભયંકર પરાજય મળ્યો અને યુરોપ પર રાજ્ય કરવાની તેની મહેચ્છા કાયમ માટે નાશ પામી. આજે પણ જ્યારે કોઈને મોટી નિષ્ફળતા…
વધુ વાંચો >વૉર્ટિસિઝમ (Vorticism)
વૉર્ટિસિઝમ (Vorticism) (1908-1918) : વીસમી સદીના પ્રારંભનું બ્રિટિશ કલાનું એક મહત્વનું આંદોલન. લેખક અને ચિત્રકાર પર્સી વિન્ધેમ લૂઇસ (18821957) આ આંદોલનના જન્મદાતા અને નેતા હતા. ‘વૉર્ટેક્સ’ (vortex) શબ્દ ઉપરથી આ આંદોલનનું નામાભિધાન થયું છે. ભાવકને ચકરાવામાં નાંખી દેવાની નેમ લૂઇસની હતી અને તેથી જ વમળના અર્થનો શબ્દ ‘વૉર્ટેક્સ’ આ આંદોલનના…
વધુ વાંચો >વૉર્સો કરાર
વૉર્સો કરાર : પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોને લશ્કરી કરાર હેઠળ એકત્ર કરનાર સંધિ. પોલૅન્ડના વૉર્સો શહેર ખાતે મે 1955માં આ સંધિ થઈ હોવાથી તે વૉર્સો કરાર તરીકે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સત્તાની સર્વોપરિતા અંગેની સ્પર્ધા હરહંમેશ ચાલતી હોય છે. આ સર્વોપરિતાની અસરકારકતા વધારવા માટે દેશો પરસ્પર કરાર કરી, સંગઠન રચી,…
વધુ વાંચો >વૉલપોલ, (સર) રૉબર્ટ
વૉલપોલ, (સર) રૉબર્ટ (જ. 26 ઑગસ્ટ 1676, હાઉટન, નોરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 18 માર્ચ 1745, લંડન) : ઓરફર્ડના પ્રથમ અર્લ, ગ્રેટ બ્રિટનના પ્રથમ વડાપ્રધાન, છતાં તે સમયે આ હોદ્દો ન હતો. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડના સૌથી વધુ પ્રભાવશાળી રાજપુરુષ. તેમણે ઇટન કૉલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 1701માં પાર્લમેન્ટના…
વધુ વાંચો >વૉશિંગ્ટન, જ્યૉર્જ
વૉશિંગ્ટન, જ્યૉર્જ (જ. 22 ફેબ્રુઆરી, 1732 પોપ્સક્રીક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જિનિયા; અ. 14 ડિસેમ્બર, 1799 માઉન્ટ વરનોન, વર્જિનિયા) : અમેરિકાના પ્રથમ પ્રમુખ, દેશના પિતા, બંધારણીય સંમેલનના પ્રમુખ, સ્વાતંત્ર્ય-સેનાની અને અમેરિકાની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ. તેઓ ઑગસ્ટાઇન વૉશિંગ્ટનના સૌથી મોટા પુત્ર હતા. તેમનાં પ્રારંભિક વર્ષો પોટોમેક નદીના કાંઠે પોપ્સક્રીક ખાતે આવેલી કૌટુંબિક…
વધુ વાંચો >વ્યક્તિગત સત્યાગ્રહ
વ્યક્તિગત સત્યાગ્રહ (1940’-41) : દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે કૉંગ્રેસ સરકારની યુદ્ધનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરવા, 1940માં શરૂ કરેલી વ્યક્તિગત સવિનય કાનૂનભંગની ચળવળ. ભારતની સંમતિ વિના વાઇસરૉયે ભારતને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પક્ષકાર તરીકે જાહેર કર્યું. મૌલાના અબુલ કલામ આઝાદના પ્રમુખપદે 19 અને 20 માર્ચ, 1940ના રોજ રામગઢ મુકામે મળેલા અધિવેશનમાં કૉંગ્રેસ, ‘ભારતના…
વધુ વાંચો >વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ
વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ (જ. 1861, રામ્સે ગેઇટ, થાણેટ ટાપુ, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ તત્વચિંતક. તેમનું કુટુંબ ઍન્ગ્લિકન હતું. કુટુંબનું વાતાવરણ ચુસ્ત ધાર્મિક હતું. તેની અસર પોતાના ચિંતન પર પડી છે એમ વ્હાઇટહેડે પોતાની ‘આત્મકથનાત્મક નોંધ’માં લખ્યું છે. ડોરસેટની પ્રાચીન પબ્લિક સ્કૂલમાં, શૅરબોર્ન ખાતે તેમનું પ્રાથમિક શિક્ષણ સંપન્ન થયું. એ સ્કૂલમાં…
વધુ વાંચો >શક-પહ્લવ
શક–પહ્લવ : એશિયાની પ્રાચીન જાતિના લોકો. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન (યુનાની) વિજેતા સેલુકની સત્તા સ્થપાઈ. સેલુક સામ્રાજ્યના બાહ્લિક (બૅક્ટ્રિયા) પ્રાંત[હાલના અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો બલ્ખ(બૅક્ટ્રા)ની આસપાસનો પ્રદેશ]ની જેમ તેનો પહ્લવ (પાર્થિયા) પ્રાંત (હાલ ઈશાન ઈરાનમાં આવેલો ખોરાસાન અને એની નજીકનો પ્રદેશ) પણ ઈ. પૂ. 250ના…
વધુ વાંચો >શક સ્થાન
શક સ્થાન : શકોએ પૂર્વ ઈરાનમાં વસાવેલું નિવાસસ્થાન. ત્યાંથી તેઓ ભારતમાં પ્રાય: બોલનઘાટને માર્ગે દાખલ થઈ પહેલાં સિંધમાં આવી વસ્યા હતા. આ સ્થળ હિંદ-શકસ્થાન (Indo-Scythia) તરીકે ઓળખાયું. પારસ(ઈરાન)ના શક લોકોના ષાહિઓ(સરદારો)એ ઈ. પૂ. પહેલી સદીમાં સિંધુ દેશ પર પોતાની સત્તા પ્રસારી ત્યાં નવું શકસ્થાન વસાવ્યું. ત્યાંથી તેઓએ સૌરાષ્ટ્ર થઈ ઉજ્જન…
વધુ વાંચો >શતદ્રૂ
શતદ્રૂ : પૂર્વ પંજાબના પહાડી પ્રદેશમાં આવેલ પ્રાચીન સમયનું રાજ્ય. હ્યુ એન ત્સાંગે પૂર્વ પંજાબમાં જોયેલાં રાજ્યોમાં જાલંધર, કુલુતા, ચિ-ના-પુહ્-તી સાથે શતદ્રૂ રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. સાતમી સદીના પૂર્વાર્ધમાં તે રાજ્ય હોવું જોઈએ. તે રાજ્યોનો હર્ષના સામ્રાજ્યમાં સમાવેશ થતો હોય એવી સંભાવના છે. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >