World history

રોમન સામ્રાજ્ય

રોમન સામ્રાજ્ય : પ્રાચીન સમયમાં મધ્ય ઇટાલીમાંથી શરૂ કરીને યુરોપ, એશિયા તથા આફ્રિકાના કેટલાક પ્રદેશો સુધી વિસ્તરેલું સૌથી મોટાં સામ્રાજ્યોમાંનું એક. તેમાં અનેક ભાષાઓ બોલતા, જુદા જુદા ધર્મો અને રિવાજો પાળતા કરોડો લોકોની વસ્તી હતી. રોમન અનુશ્રુતિ અનુસાર ઈ. પૂ. 753માં રૉમ્યુલસ અને રેમસ નામના બે જોડિયા ભાઈઓએ ટાઇબર નદીને…

વધુ વાંચો >

રૉશૅંબો, ઝાં બાપ્તિસ્ત

રૉશૅંબો, ઝાં બાપ્તિસ્ત (જ. 1 જુલાઈ 1725, વેન્ડોમ, ફ્રાન્સ; અ. 10 મે 1807) : ફ્રાન્સના માર્શલ. લશ્કરમાં હયદળના અધિકારી તરીકે જોડાયા. પછી ર્ક્ધાલ બન્યા અને 1756માં મિનોર્કા સુધીની ફ્રેન્ચ આગેકૂચમાં નામના મેળવી. પૉર્ટ મેહોન ખાતે 15,000નું ખુશ્કીદળ ખડકીને બ્રિટિશ દળોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. 1761માં તેમને બ્રિગેડિયર જનરલ તરીકે બઢતી…

વધુ વાંચો >

લયલા–મજનૂ

લયલા–મજનૂ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ઈરાની દાસ્તાન. લોકકથાના બે પ્રેમી પાત્રો : સ્ત્રીનું નામ લયલા, પુરુષનું મજનૂ. આ પાત્રોની લોકપ્રિય દાસ્તાન ઉપર આધારિત ગદ્ય-પદ્ય સાહિત્ય અરબી, ફારસી, તુર્કી તથા ઉર્દૂ ભાષામાં વિકાસ પામ્યું છે. લયલા અને મજનૂ અરબસ્તાનના નજદ વિસ્તારના બન્ આમિર કબીલાનાં છે. લયલા શ્યામ વર્ણની હતી. અરબી ભાષામાં…

વધુ વાંચો >

લાદેન, ઓસામા બિન

લાદેન, ઓસામા બિન (જ. 10 માર્ચ 1957, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 2 મે 2011, અબોટાબાદ, પાકિસ્તાન) : વિશ્વનો કુખ્યાત આતંકવાદી, અલ-કાયદાના આતંકવાદી સંગઠનનો સ્થાપક અને અમેરિકાનો મહાશત્રુ. તેના ગર્ભશ્રીમંત પિતા સાઉદી અરેબિયામાં મકાન-બાંધકામનો વ્યવસાય કરતા હતા અને ત્યાંના શાહી કુટુંબ સાથે ઘરોબો ધરાવતા હતા. 1960માં તેના પિતાનું અવસાન થયું ત્યારે…

વધુ વાંચો >

લાલા હરદયાળ

લાલા હરદયાળ (જ. 1884, દિલ્હી; અ. 4 માર્ચ 1939, ફિલાડેલ્ફિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભારતના મહાન દેશભક્ત, ક્રાંતિકાર અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પક્ષના સ્થાપક. હરદયાળનો જન્મ મધ્યમ વર્ગના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા ગૌરીદયાળ માથુર ફારસી અને ઉર્દૂના અભ્યાસી હતા. તેમનાં માતા ધાર્મિક વૃત્તિનાં શિવભક્ત હતાં. તેમણે મૅટ્રિકની પરીક્ષા 14…

વધુ વાંચો >

લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ)

લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ) (જ. 24 સપ્ટેમ્બર 1887, એબરકૉર્ન, વેસ્ટ લોથિયન, સ્કૉટલૅન્ડ; અ. 5 જાન્યુઆરી 1952, એબરકૉર્ન) : ભારતમાં સૌથી લાંબો સમય (1936–43) વાઇસરૉયનો હોદ્દો ભોગવનાર બ્રિટિશ મુત્સદ્દી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પશ્ચિમના મોરચે સેવા બજાવી હતી. તેમણે રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર ઇન ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે 1926–28 દરમિયાન…

વધુ વાંચો >

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1)

લિપિડસ, માર્કસ ઇમિલિયસ (1) (અ. ઈ. પૂ. 152) : રોમન રાજપુરુષ. તેણે પ્રજાસત્તાકના ઉચ્ચ હોદ્દા ભોગવ્યા હતા. ગ્રીસ, સીરિયા અને ઇજિપ્તમાં રાજદૂત તરીકે તેણે કામ કર્યું હતું. તેણે કોઈ પણ ગ્રીક રાજ્ય સાથે લડાઈ ન કરવાની ચેતવણી આપતું આખરીનામું મૅસિડોનિયાના ફિલિપ 5માને આપ્યું હતું. ઈ. પૂ. 187 અને 175માં કોન્સલ,…

વધુ વાંચો >

લિયો–I

લિયો–I (અ. 3 ફેબ્રુઆરી 474) : પૂર્વીય રોમન સમ્રાટ (શાસનકાળ ઈ. સ. 457થી 474). લિયો થ્રેસ રાજ્યનો હતો. તેની લશ્કરી કારકિર્દીના આરંભમાં તે જનરલ અસ્પારનો આશ્રિત હતો. કૉન્સ્ટૅન્ટિનોપલમાં પૂર્વીય સમ્રાટ તરીકે લિયોને 7 ફેબ્રુઆરી, 457ના રોજ જાહેર કરવામાં આવ્યો ત્યારે અસ્પારે તેનો ઉપયોગ પૂતળા-સમ્રાટ તરીકે કરવાની આશા સેવી હતી. તેણે…

વધુ વાંચો >

લિયો 3જો

લિયો 3જો (જ. આશરે 675–680, જર્મેનિસિયા, સીરિયા; અ. 18 જૂન 741, કૉન્સ્ટૅન્ટિનોપલ) : બાયઝેન્ટાઇન (પૂર્વીય રોમન) સમ્રાટ (શાસનકાળ : ઈ. સ. 717 – 741). તેણે ઇઝોરિયન અથવા સીરિયન વંશ સ્થાપ્યો; આરબોનાં આક્રમણોનો સફળતાપૂર્વક સામનો કર્યો અને ધાર્મિક મૂર્તિઓના ઉપયોગનો પ્રતિબંધ ફરમાવીને સામ્રાજ્યમાં એક સદી સુધીનો સંઘર્ષ પેદા કર્યો હતો. આરબોએ…

વધુ વાંચો >

લિવી

લિવી (જ. ઈ. પૂ. 59, પડુઆ, ઉત્તર ઇટાલી; અ. ઈ. સ. 17, રોમ) : રોમન ઇતિહાસકાર. તેણે રોમનો ઇતિહાસ ‘Historiae ab Urbe Condita’ 142 ખંડમાં લખ્યો. તેમાં રોમની સ્થાપનાથી ઈ. પૂ. 9માં ડ્રૂસસનાં મૃત્યુ સુધીનો ઇતિહાસ છે. આ ગ્રંથ રોમન સમ્રાટ ઑગસ્ટસના અમલ દરમિયાન રોમનોનો સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વલણોની…

વધુ વાંચો >