World history
યુદ્ધ-સામ્યવાદ (war-communism)
યુદ્ધ-સામ્યવાદ (war-communism) : સોવિયેત રશિયામાં 1917ની ક્રાંતિ પછી, આંતરવિગ્રહ દરમિયાન સામ્યવાદી નેતા લેનિને અમલમાં મૂકેલ સામ્યવાદનો પ્રયોગ. તેમાં દેશમાં સામ્યવાદી આદર્શ મુજબ વર્ગવિહીન સમાજ રચવાનો પ્રયાસ હતો. તે મુજબ મોરચે લડતા લશ્કરની તથા શહેરોમાંના કામદારોની આવશ્યકતાઓ પૂરી પાડવા વાસ્તે સરકારે રાજકીય તથા આર્થિક પગલાં ભર્યાં. સોવિયેત સરકારે મોટા ઉદ્યોગો પોતાને…
વધુ વાંચો >યુરોપ
યુરોપ ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દુનિયાના બાકીના ખંડો પૈકીનો નાનામાં નાનો ખંડ. સ્થાન–સીમા–વિસ્તાર : આ ખંડ ઘણા નાના નાના દ્વીપકલ્પોથી બનેલો એક મહાદ્વીપકલ્પ છે. તેનું ‘યુરોપ’ નામ સેમિટિક ભાષાના શબ્દ ‘Erib’ (અર્થ = પશ્ચિમનો અથવા સૂર્યાસ્તનો પ્રદેશ) પરથી ઊતરી આવેલું છે. તે આશરે 35° 30´થી 71° 00´ ઉ. અ. અને 22°…
વધુ વાંચો >યૉર્ક, ઍલ્વિન
યૉર્ક, ઍલ્વિન (જ. 13 ડિસેમ્બર 1887, પૉલ મૉલ, ટેનેસી, અમેરિકા; અ. 2 સપ્ટેમ્બર 1964) : અમેરિકાના સૈનિક અને લોકપ્રિય વીરપુરુષ. ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં તેમને પાકી આસ્થા હતી. તેથી તેમનું વલણ યુદ્ધવિરોધી હતું, પણ 1917માં તેઓ સેનાદળમાં જોડાયા અને તેમની શંકાઓનું નિવારણ થયું. ફ્રાન્સમાં યુદ્ધ-કામગીરી બજાવતા હતા ત્યારે તેમણે મશીનગનથી…
વધુ વાંચો >યૉર્ક વંશ
યૉર્ક વંશ (1461–1485) : ઇંગ્લૅન્ડનો પંદરમી સદીનો રાજવંશ. ઇંગ્લૅન્ડમાં લૅન્કેસ્ટ્રિયન વંશના શાસન (13991461) પછી યૉર્ક વંશના રાજાઓનું શાસન સ્થપાયું હતું. યૉર્ક વંશના પ્રથમ રાજા એડ્વર્ડ ચોથાએ યુદ્ધમાં વિજેતા બનીને 1461માં પોતાના શાસનની શરૂઆત કરી હતી. 1399ની રક્તવિહીન ક્રાંતિ પછી ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે એડ્વર્ડ ત્રીજાના ત્રીજા પુત્રને બાજુએ મૂકીને ચોથા પુત્ર હેન્રી…
વધુ વાંચો >રશિયન ક્રાંતિ (1917)
રશિયન ક્રાંતિ (1917) : રશિયામાંથી ઝારશાહી દૂર કરીને સામ્યવાદી શાસન સ્થાપવા થયેલી ક્રાંતિ. વીસમી સદીના પ્રારંભ સુધી રશિયા ઝાર નામે ઓળખાતા શાસકોના આપખુદ, અત્યાચારી તથા શોષણખોર શાસનથી પીડાતું હતું. અઢારમા સૈકાના રશિયાનાં બે શાસકો – પીટર તથા સમ્રાજ્ઞી કૅથરિને રશિયાનું પાશ્ર્ચાત્ય ઢબે આધુનિકીકરણ કરવા વાસ્તે ગણનાપાત્ર સુધારા કર્યા હતા; પરંતુ…
વધુ વાંચો >રશિયા-જાપાન યુદ્ધ (1904-05)
રશિયા-જાપાન યુદ્ધ (1904-05) : રશિયા અને જાપાન વચ્ચે 1904-05માં થયેલું યુદ્ધ. ઈ. સ. 1868માં જાપાને નવું બંધારણ અપનાવ્યું અને સામંતશાહી નાબૂદ કરી એના સમ્રાટને સર્વસત્તાધીશ બનાવ્યો, એ પછી જાપાન શક્તિશાળી બનતું ગયું. પશ્ચિમમાં જે વૈજ્ઞાનિક શોધો થઈ હતી તે તેણે અપનાવી લીધી. એણે સેંકડો યુવાનોને શિક્ષણ અને તાલીમ માટે યુરોપ-અમેરિકાના…
વધુ વાંચો >રા (સૂર્યદેવ)
રા (સૂર્યદેવ) : પ્રાચીન ઇજિપ્તના એક દેવ. સર્વ દેવોમાં તે સૌથી વધુ મહત્વના હતા. તેઓ દરરોજ આકાશમાં પોતાની હોડીમાં પ્રવાસ કરે છે. ‘રા’ નામના સૂર્યદેવની પ્રાચીન ઇજિપ્તમાં પૂજા થતી હતી. પ્રાચીન ઇજિપ્તમાં ઘણા રાજવંશોએ રાજ્ય કર્યું હતું. તેમાં પાંચમા રાજવંશના શાસન દરમિયાન ‘રા’ અથવા ‘રે’ (Ra or Re) નામના સૂર્યદેવની…
વધુ વાંચો >રાઇટ, પીટર
રાઇટ, પીટર (જ. 1916, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1995) : જાસૂસી કામગીરીના નિષ્ણાત અંગ્રેજ અધિકારી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વૈજ્ઞાનિક અધિકારી તરીકે ઍડમિરલ્ટી રિસર્ચ લૅબોરેટરીમાં જોડાયા. બદલી થયેથી, 1955થી 1976 દરમિયાન તેમણે એમ-15 નામક શાખા એટલે કે પ્રતિ-જાસૂસી સંસ્થામાં કાર્યભાર સંભાળ્યો. ત્યાં તેમણે જાસૂસી કામની અનેકવિધ પ્રયુક્તિઓમાં તથા રશિયાના છૂપા…
વધુ વાંચો >રાઝી
રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો…
વધુ વાંચો >રાણી નેફરટીટી
રાણી નેફરટીટી : ઇજિપ્તના ફેરો (રાજા) અખનાતનની પત્ની અને પ્રાચીન ઇજિપ્તની રાણી. અખનાતન આશરે ઈ. પૂ. 1367થી 1350 સુધી ઇજિપ્તનો શાસક હતો. એકેશ્વરવાદનો પ્રચાર કરનાર અને માત્ર એટન(સૂર્ય)ને દેવ માનનાર અખનાતન પ્રથમ ફેરો હતો. નેફરટીટી અખનાતનની આ માન્યતા તથા તેના ઉપદેશની દૃઢ સમર્થક હતી અને નવી ધાર્મિક વિધિઓમાં તેને સહાયરૂપ…
વધુ વાંચો >