Sports
ખાડિલકર, રોહિણી નીલકંઠ
ખાડિલકર, રોહિણી નીલકંઠ (જ. 1 એપ્રિલ 1963, મુંબઈ) : ચેસની રમતમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવનારાં ભારતનાં મહિલા ખેલાડી. ભારતનાં મહિલા ચેસ-ખેલાડીઓમાં ખાડિલકર બહેનો – વાસંતી, જયશ્રી અને રોહિણી-નું મહત્વનું યોગદાન રહ્યું છે. આ બહેનોને એમના પિતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. સહુથી નાની રોહિણીએ 11 વર્ષની વયે મુંબઈમાં રમાયેલી પેટીટ ટુર્નામેન્ટમાં ભાગ…
વધુ વાંચો >ખેલકૂદ
ખેલકૂદ : શારીરિક તથા માનસિક સ્ફૂર્તિ માટેની જન્મજાત પ્રવૃત્તિ. મૂળ હિન્દી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઊતરી આવેલા ‘ખેલકૂદ’ શબ્દનો વિશાળ અર્થ થાય છે રમતગમત અથવા શરીરને સ્વાસ્થ્ય તથા મનને આનંદ આપનારી સાહજિક રમત. સજીવ સૃષ્ટિમાં રમતગમત યા ખેલકૂદપ્રવૃત્તિ સર્વત્ર જોવામાં આવે છે. પક્ષીઓ વૃક્ષની ડાળીઓ પર ઊડાઊડ કરે છે અને ગાય…
વધુ વાંચો >ખોખો
ખોખો : મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં અત્યંત પ્રચલિત જૂની રાષ્ટ્રીય રમત. ચપળતા અને ઝડપી દોડ પર રચાયેલી આ પીછો પકડવાની (chasing) રમત આરોગ્ય અને સહનશક્તિવર્ધક તથા બિનખર્ચાળ હોવા ઉપરાંત ઓછી જગામાં રમી શકાય તેવી છે. ખોખોનું મેદાન 34 મીટર લાંબું અને 16 મીટર પહોળું હોય છે અને તેમાં બંને છેડે…
વધુ વાંચો >ગામા
ગામા (જ. 22 મે 1878, દતિયા, મધ્યપ્રદેશ; અ. 23 મે 196૦, લાહોર, પાકિસ્તાન) : અવિભાજિત ભારતના વિશ્વમશહૂર કુસ્તીબાજ. મૂળ નામ ગુલામ મહંમદ. કુસ્તીમાં દંતકથારૂપ બની ગયેલા પહેલવાન ગામા વિશ્વવિજેતા પદ મેળવનાર સર્વપ્રથમ ભારતીય છે તેમજ વિશ્વવિજેતા તરીકે અપરાજિત રહેનાર એકમાત્ર કુસ્તીબાજ છે. પોતાના જીવનકાળ દરમિયાન 12૦૦થી પણ વધુ કુસ્તીમાં તે…
વધુ વાંચો >ગાયકવાડ, અંશુમાન
ગાયકવાડ, અંશુમાન (જ. 23 સપ્ટેમ્બર, 1952, મુંબઈ) : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ જમણેરી ઓપનિંગ બૅટ્સમૅન અને ભારતના પૂર્વ સુકાની દત્તાજી ગાયકવાડના પુત્ર. 1964–7૦માં વડોદરા તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ગોલંદાજ તરીકે પ્રારંભ કર્યો. 23 વર્ષની કારકિર્દીમાં 18 વર્ષ સુધી વડોદરાની રણજી ટ્રોફી ટીમના સુકાની તરીકે રહ્યા. 1975–76માં ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટપ્રવેશ મેળવ્યો.…
વધુ વાંચો >ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ
ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ (જ. 27 ઑક્ટોબર 1928, વડોદરા) : ભારતીય ક્રિકેટના જમણેરી બૅટ્સમૅન, જમણેરી ગોલંદાજ, ચપળ ફીલ્ડર અને ભારતીય ટીમના પૂર્વ સુકાની. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1947–48માં વડોદરા તરફથી કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની મૅચોમાં પ્રવેશ મેળવ્યો. કુલ 11 ટેસ્ટ મૅચો રમ્યા, જેમાં 1959ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં ભારતીય ટીમના સુકાની હતા.…
વધુ વાંચો >ગાયકવાડ, સરિતા
ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ. સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે…
વધુ વાંચો >ગાર્ડ, ગુલામ મુસ્તફા
ગાર્ડ, ગુલામ મુસ્તફા (જ. 12 ડિસેમ્બર 1925, સૂરત; અ. 13 માર્ચ 1978, અમદાવાદ, ગુજરાત) : ભારતીય ક્રિકેટ ખેલાડી. ડાબોડી મધ્યમ ઝડપી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન. 1947–48માં મુંબઈ તરફથી કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યો. 1952–53 અને 1956–57થી 1961–62 સુધી મુંબઈની ટીમ તરફથી રમ્યા, જ્યારે 1953–54થી 1955–56 અને 1962–63ના…
વધુ વાંચો >ગાંગુલી, સૌરવ
ગાંગુલી, સૌરવ (જ. 8 જુલાઈ 1972, કૉલકાતા) : જાણીતા ડાબેરી બૅટ્સમૅન. પિતાનું નામ ચંડીદાસ ગાંગુલી, માતાનું નામ નિરૂપમા ગાંગુલી અને પત્નીનું નામ ડોના ગાંગુલી (ભારતીય ક્લાસિકલ ડાન્સર). કૉલકાતાના અતિ ધનવાન કુટુંબમાં જન્મેલ સૌરવ બાળપણથી ખૂબ જ સુખ-સાહ્યબીમાં રહેલો. પરિણામે તેને બધા લોકો મહારાજા તરીકે ઓળખતા. શરૂઆતમાં ફૂટબૉલ તરફ આકર્ષણ હતું…
વધુ વાંચો >
ગાવસકર, સુનીલ
ગાવસકર, સુનીલ (જ. 10 જુલાઈ 1949, મુંબઈ) : ભારતના ક્રિકેટ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પૂર્વ ઓપનિંગ બૅટધર, ટેસ્ટ ક્રિકેટ કપ્તાન અને વિશ્વના શ્રેષ્ઠ પ્રારંભિક બૅટધર. લાડકું નામ સની. ગાવસકરના પિતા મનોહર ગાવસકર પોતે ક્લબ ક્રિકેટર હતા અને મામા માધવ મંત્રી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર હતા. આ બંનેનો ક્રિકેટવારસો સુનીલને મળ્યો હતો. સુનીલે…
વધુ વાંચો >