Sports
રહાણે, અજિંક્ય મધુકર
રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી…
વધુ વાંચો >રંગાસ્વામી કપ
રંગાસ્વામી કપ : હૉકીમાં પુરુષ-ખેલાડીઓને રાષ્ટ્રીય ચૅમ્પિયન બનવા બદલ આપવામાં આવતો કપ. આ કપની શરૂઆત 1928માં કરવામાં આવી હતી. ઇન્ડિયન હૉકી ફેડરેશનની સ્થાપના 7 નવેમ્બર 1925ના રોજ ગ્વાલિયર મુકામે કરવામાં આવી હતી. દેશમાં પુરુષોની હૉકીમાં સર્વશ્રેષ્ઠ ટીમ કઈ છે તે જાણવા માટે તેમજ દેશમાં હૉકી-રમતનો વિકાસ થાય તે દૃષ્ટિએ રાષ્ટ્રીય…
વધુ વાંચો >રંગાસ્વામી, શાન્તા
રંગાસ્વામી, શાન્તા (જ. 1954; બૅંગલોર) : કર્ણાટકનાં મહિલા ટેસ્ટ-ક્રિકેટર. તેમણે 1977ના ભારતીય મહિલા ક્રિકેટ-ટીમનાં કપ્તાન તરીકે ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-પ્રવાસમાં ડ્યુનેડીન ખાતે 8થી 11 જાન્યુઆરી દરમિયાન ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ સત્તાવાર ટેસ્ટમાં 108 રન કર્યા અને તે રીતે ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર તે પ્રથમ (ભારતીય) મહિલા ટેસ્ટ ક્રિકેટર બન્યાં હતાં.…
વધુ વાંચો >રાઇન, બની
રાઇન, બની (જ. 5 ફેબ્રુઆરી 1892, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 1979, વિમ્બલડન, લંડન, ઇંગ્લૅન્ડ) : ટેનિસનાં અમેરિકન મહિલા-ખેલાડી. 1914 અને 1934ની વચ્ચે તેઓ વિક્રમરૂપ 19 વિમ્બલડનનાં યુગ્મ (doubles) વિજયપદકોનાં વિજેતા બન્યાં હતાં. એમાં 12 મહિલા-યુગ્મ વિજયપદકો અને 7 મિશ્ર (mixed) વિજયપદકો હતાં. 1979માં બિલી કિંગ આ આંક…
વધુ વાંચો >રાજશ્રી, રાજકુમારી
રાજશ્રી, રાજકુમારી (જ. 5 જૂન 1953, બીકાનેર, રાજસ્થાન) : બીકાનેરના મહારાજા ડૉ. કર્ણસિંહનાં સુપુત્રી. તેમના પિતા મહારાજા ડૉ. કર્ણસિંહ નિશાનબાજી(શૂટિંગ)માં વિશ્વવિખ્યાત ખેલાડી હતા; એટલું જ નહિ, પણ તેમણે પાંચ ઑલિમ્પિક્સમાં નિશાનબાજીમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. આ રીતે રાજશ્રી રાજકુમારીનો જન્મ શૂટિંગ-પ્રિય રાજઘરાનામાં થયો હતો અને તેથી જ જ્યારે રાજશ્રી…
વધુ વાંચો >રાજા, ભલીન્દ્રસિંઘ
રાજા, ભલીન્દ્રસિંઘ : ભારતમાં ઑલિમ્પિક ચળવળને પ્રોત્સાહન આપનાર તથા રમતગમતના સફળ આયોજક. 1960માં તેઓ ભારતીય ઑલિમ્પિક સંઘ(Indian Olympic Association)ના પ્રમુખ ચૂંટાયા હતા અને વર્ષો સુધી પ્રમુખ તરીકે તેમણે ભારતમાં ઑલિમ્પિક રમતોત્સવ પ્રતિ સદ્ભાવના જાગ્રત થાય તે માટેના પ્રયત્નો કર્યા હતા. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘ઑલિમ્પિક ભાવના’ વિકસાવવાના ફળસ્વરૂપે તેમની આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >રાજ્ય-રમતોત્સવ (ગુજરાત)
રાજ્ય-રમતોત્સવ (ગુજરાત) : સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પ્રદેશો વચ્ચે યોજાતો રમતોનો ઉત્સવ. ઈ. સ. 1960માં ગુજરાત રાજ્યની રચના થઈ, તે અગાઉ ગુજરાત મુંબઈ રાજ્યનો એક પ્રાંત હતું અને ઑલિમ્પિક ક્ષેત્રની સર્વ રમતગમત-સ્પર્ધાઓનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંભાળતું હતું. તે મુંબઈ રાજ્ય ઑલિમ્પિક મંડળ દ્વારા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશન સાથે સંકળાયેલું…
વધુ વાંચો >રામમૂર્તિ
રામમૂર્તિ (જ. 1878, વીરઘટ્ટમ, આંધ્રપ્રદેશ; અ. 1938) : વિશ્વની મહાન શક્તિશાળી વ્યક્તિઓમાંની એક. રામમૂર્તિ જેટલી શક્તિ ધરાવનાર વ્યક્તિઓ વર્ષોમાં નહિ, પરંતુ યુગોમાં એકાદ જન્મે છે. એમના શરીરમાં અદભુત શક્તિ હતી; દા.ત., તેઓ પોતાની છાતી પર હાથી ઊભો રાખી શકતા હતા; ચાલતી મોટર રોકી શકતા હતા; ઊભી રહેલી ટ્રેન જવા નહોતા…
વધુ વાંચો >રામાધીન સોની
રામાધીન સોની [જ. 1 મે 1929, એસ્પરન્સ વિલેજ, ટ્રિનિડાડ (વેસ્ટ ઇન્ડિઝ)] : ટ્રિનિડાડના ક્રિકેટખેલાડી. પ્રથમ કક્ષાની રમતના અનુભવ પેટે તેઓ માત્ર બે અજમાયશી રમતોમાં રમ્યા હતા. પણ તેઓ વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની 1950ની ટીમ માટે પસંદ થયા હતા. ત્યાં બીજા એવા જ અપરિચિત ડાબેરી એલ્ફ વૅલેન્ટાઇન (જ. 1930) સાથે…
વધુ વાંચો >રામાનુજન કપ
રામાનુજન કપ : ટેબલટેનિસ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ એનાયત કરવામાં આવતો કપ. આ કપ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. ટેબલટેનિસ બંધ ઓરડામાં રમાતી વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમત છે અને અત્યારે તો આ રમતને ઑલિમ્પિક્સમાં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ટેબલટેનિસની રમત ભાઈઓ તથા બહેનો મનોરંજન માટે તેમજ સ્પર્ધા માટે…
વધુ વાંચો >