Sports

મોટર-સ્પર્ધા

મોટર-સ્પર્ધા (Racing) : બે કે તેથી વધુ વાહનો માટે યોજાતી સ્પર્ધા. આ સ્પર્ધામાં ઊતરનાર વાહનોનું નિયત જૂથવાર વર્ગીકરણ કરેલું હોય છે. વળી તે સ્પર્ધા નિયત કરેલા માર્ગે અથવા કોઈ માર્ગ પરનાં બે નિર્ધારિત બિંદુ-સ્થાનો (points) વચ્ચે યોજાતી હોય છે. ભારતમાં આ સ્પર્ધાઓનું સંચાલન-નિયમન ફેડરેશન ઑવ્ મોટર સ્પૉર્ટ્સ ઑવ્ ઇન્ડિયા (FMSCI)…

વધુ વાંચો >

મોટેરા સ્ટેડિયમ

મોટેરા સ્ટેડિયમ : ગુજરાત રાજ્યમાં ક્રિકેટની રમત વ્યાપક લોકચાહના ધરાવે છે. જ્યારે મોટેરા સ્ટેડિયમનું અસ્તિત્વ ન હતું ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન વન-ડે મૅચો અને ટેસ્ટ મૅચોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર કરતું. જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટની મૅચોનું આયોજન થતું ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત સ્પૉર્ટ્સ ક્લબ…

વધુ વાંચો >

મોદી, રૂસી

મોદી, રૂસી (જ. 11 નવેમ્બર 1924, સૂરત; અ. 17 મે 1996, મુંબઈ) :  ભારતના ચપળ, સજાગ અને જમોડી આક્રમક ટેસ્ટ બૅટ્સમેન. સૂરતમાં બાળપણમાં જ ક્રિકેટના પાઠ શીખનાર રૂસી મોદી સૈયદ મુસ્તાકઅલીને પોતાના આદર્શ ખેલાડી માનતા હતા. મુંબઈમાં કૉલેજના ઉચ્ચ અભ્યાસાર્થે આવ્યા બાદ, વિજય મરચન્ટની બૅટિંગથી ખૂબ પ્રભાવિત થયા હતા. મુંબઈ…

વધુ વાંચો >

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી : રમતગમતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટ્રૉફી. ભારતમાં આવેલી બધી યુનિવર્સિટીઓમાં રમતગમતક્ષેત્રે જે યુનિવર્સિટી શ્રેષ્ઠ દેખાવ કરે છે તેને આ ટ્રૉફી રાષ્ટ્રપતિના હસ્તે દર વર્ષે આપવામાં આવે છે. આ ટ્રૉફી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ખેલાડીઓ સાથે સંબંધિત હોવાથી એનું નામ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે…

વધુ વાંચો >

યંગ, સાઈ

યંગ, સાઈ (જ. 29 માર્ચ 1867, ગિલ્મોર, ઓહાયો, અમેરિકા; અ. 4 નવેમ્બર 1955, ન્યૂકમર્સટાઉન, ઓહાયો) : બેઝબૉલની રમતના અગ્રણી અમેરિકન ખેલાડી. મૂળ નામ ડેન્ટન ટ્રુ યંગ. લીગકક્ષાની મહત્વની મૅચમાં રમવાનો પ્રારંભ તેમણે 1890માં કર્યો. આ જમણેરી ખેલાડીએ 22 વર્ષની (1890–1911) તેમની રમત-કારકિર્દી દરમિયાન 5 ટીમ માટે દડા-ફેંક ખેલાડી (pitcher) તરીકેની…

વધુ વાંચો >

યાકુસેવ, ઍલેક્ઝાંડર સર્ગેવિચ

યાકુસેવ, ઍલેક્ઝાંડર સર્ગેવિચ (જ. 2 જાન્યુઆરી 1947, બાલશિખ, મૉસ્કો) : બરફ પર રમાતી હૉકી(ice hockey)ના રશિયન ખેલાડી. 1972 અને 1976ની યુ.એસ.એસ.આર.ની વિજેતા ટુકડીમાં ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક-વિજેતા. 1972માં યુ.એસ.એસ.આર. તથા નૅશનલ હૉકી લીગ (યુ.એસ.) વચ્ચેની શ્રેણી દરમિયાન ઉત્તર અમેરિકાના સંખ્યાબંધ દર્શકોને તેમના અદભુત રમતકૌશલ્યનો પહેલી જ વાર પ્રભાવક પરિચય થયો. તેઓ…

વધુ વાંચો >

યામાશિતા, યાસુહીરો

યામાશિતા, યાસુહીરો (જ. 1957, ક્યુશુ, જાપાન) : જાપાનની પરંપરાગત રમત જૂડોના ખ્યાતનામ ખેલાડી. 1977થી 1985 દરમિયાન તેઓ જાપાનના વિજયપદકના સળંગ 9 વાર વિજેતા બન્યા હતા. 1984માં ઓલિમ્પિક ઓપન-ક્લાસ સુવર્ણચંદ્રકના તેમજ 1979, 1981, 1981 ઓપન ક્લાસ અને 1983 (95 કિગ્રા. ઉપરનો વર્ગ) એમ 4 વખત વિશ્વવિજેતા-પદકના વિજેતા બન્યા. 1985માં તેઓ નિવૃત્ત…

વધુ વાંચો >

યાશિન લેવ

યાશિન લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : ફૂટબૉલના રશિયન ખેલાડી. સોવિયેત સૉકરના એક મહાન અને તેજસ્વી ખેલાડી. 1963ના વર્ષના યુરોપિયન ફૂટબૉલર તરીકેનું સન્માન પામનાર એકમાત્ર ગોલકીપર. તેમણે મૉસ્કો ડાઇનમો સંસ્થા તરફથી આઇસ હૉકીના ખેલાડી તરીકે આરંભ કર્યો અને 1951માં સૉકરની રમતમાં ગંભીરતાપૂર્વક ઝંપલાવ્યું; એમાં…

વધુ વાંચો >

યાંગ, ચાંગ-ક્વાંગ

યાંગ, ચાંગ-ક્વાંગ (જ. 10 જુલાઈ 1933, તાઇતુંગ, તાઇવાન) : તાઇવાનના મેદાની રમતો(athletics)ના ખેલાડી. ડિકૅથ્લોન રમતોની સ્પર્ધામાં ખેલાડી તરીકેની કારકિર્દીના પ્રારંભે જ યાંગ 1954માં એશિયન રમતોત્સવના વિજયપદક(title)-વિજેતા બન્યા. તે વખતે તાઇવાનની મુલાકાતે આવેલા બૉબ મૅથિયાસે તેમને આ રમતોમાં વિશેષ પરિશ્રમ કરવા પ્રોત્સાહન આપ્યું. 1956ની ઑલિમ્પિક રમતોમાં તેમણે પોતાના જુમલા(score)માં 1,000 ઉપરાંત…

વધુ વાંચો >

યાંગ યાંગ

યાંગ યાંગ (જ. 8 ડિસેમ્બર 1963, સિચુઆન પ્રાંત, ચીન) : બૅડમિન્ટનના ચીની ખેલાડી. 1984માં ટૉમસ કપ સ્પર્ધાથી તેમણે તેમની કારકિર્દીનો સૌપ્રથમ વાર પ્રારંભ કર્યો. એમાં તેમણે આઇક્ક સુગિર્યાટો જેવા વિશ્વ-ચૅમ્પિયનને હાર આપી. જોકે ફાઇનલમાં ચીનની ઇન્ડોનેશિયા સામે હાર થઈ. આ બટકા અને સ્નાયુબદ્ધ ડાબેરી ખેલાડી વિશ્વ-બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં 1987 અને 1989માં…

વધુ વાંચો >