Sports

બડ, ઝોલા

બડ, ઝોલા (જ. 1966, બ્લૉન ફૉન્ટેન, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના નામી મહિલા દોડવીર. વિવાદમાં અટવાયેલાં હતાં છતાં, તેમણે 5,000 મી.ની દોડ માટે 15 મિ. 1.83 સેકન્ડના સમયનો વિશ્વવિક્રમ નોંધાવ્યો; તે વખતે તે દક્ષિણ આફ્રિકાનાં નાગરિક હતાં. તેમનાં માતાપિતાની સામાજિક પૂર્વભૂમિકાને લક્ષમાં લઈ, 1984માં તેમને બ્રિટિશ નાગરિકત્વ આપવામાં આવ્યું અને…

વધુ વાંચો >

બર્ડ, ડિકી

બર્ડ, ડિકી (જ. 1933, સાઉથ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : જાણીતા ક્રિકેટ અમ્પાયર. હૅરલ્ડ ડિકી બર્ડનું આ લાડકું નામ છે. યૉર્કશાયર (1956–59) તથા લેસ્ટરશાયર (1960–64) દરમિયાન તે કાઉન્ટી ક્રિકેટમાં રમતા રહ્યા. ત્યારપછી લોકપ્રિય અને આદરપાત્ર અમ્પાયર તરીકે બેહદ નામના પામ્યા. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વની રમતોમાં અમ્પાયર તરીકે ફરજ બજાવી. તેમાં…

વધુ વાંચો >

બર્ન, વિક્ટર

બર્ન, વિક્ટર (જ. 1911, બુડાપેસ્ટ; અ. 1972) : ટેબલટેનિસના ખ્યાતનામ રમતવીર. તે 1933થી 1953 દરમિયાન 20 ઇંગ્લિશ ‘ટાઇટલ’ જીત્યા હતા અને એ રીતે તેમણે વિક્રમ સર્જ્યો હતો. આ ઉપરાંત તે 15 વિશ્વ-વિજયપ્રતીક (title) જીત્યા હતા, તેમાં 5 એકલ વિજયપ્રતીકો(single titles)નો સમાવેશ થતો હતો. આ રમતના આ રીતે તે એક મહાન…

વધુ વાંચો >

બલબીરસિંહ

બલબીરસિંહ (જ. 10 ઑક્ટોબર 1924, હરિપુર, પંજાબ) : ભારતના સર્વશ્રેષ્ઠ સેન્ટર ફૉરવર્ડ હૉકી-ખેલાડી. તેમણે 1943માં ખાલસા કૉલેજની ટીમ તરફથી ભાગ લઈને સળંગ ત્રણ વર્ષ સુધી પંજાબ યુનિવર્સિટીને આંતર-કૉલેજ હૉકી-સ્પર્ધામાં વિજય અપાવ્યો. 1945માં આંતર-યુનિવર્સિટી સ્પર્ધામાં પંજાબ યુનિવર્સિટી ટીમનું નેતૃત્વ કર્યું હતું. એમના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે પંજાબ પોલીસની ટીમ તરફથી રાષ્ટ્રીય સ્પર્ધામાં…

વધુ વાંચો >

બાઉન્સર

બાઉન્સર : ક્રિકેટમાં ગોલંદાજ દ્વારા નાખવામાં આવતો ટૂંકી પિચવાળો દડો, જે પિચ પર ટપ્પો પડીને બૅટ્સમૅનની છાતી, ખભા કે માથા સુધી ખૂબ વેગથી ઊછળતો હોય. ‘બાઉન્સર’ શબ્દ ક્રિકેટની રમત સાથે સંબંધ ધરાવે છે. બાઉન્સર એટલે કોઈ પદાર્થ(બૉલ)નું કોઈ પણ કઠણ પદાર્થ (પિચ) સામે અથડાઈને પાછું ઊછળવું. બાઉન્સરનો ઉપયોગ બૅટ્સમૅનને ડરાવવા…

વધુ વાંચો >

બાકરે, તેજસ્ રવીન્દ્રભાઈ (જ. 12 મે 1981, અમદાવાદ, ગુજરાત) :

બાકરે, તેજસ્ રવીન્દ્રભાઈ (જ. 12 મે 1981, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર ‘ઇન્ટરનૅશનલ માસ્ટર’નો ખિતાબ ધરાવતા યુવા ચેસ-ખેલાડી. ક્રિકેટ, ટેનિસ, સ્કેટિંગ અને સ્વિમિંગ જેવી રમતોના શોખીન તથા અભ્યાસમાં તેજસ્વી બુદ્ધિઆંક અને તીવ્ર ક્ષમતા ધરાવવા ઉપરાંત તે શાળા-અભ્યાસ દરમિયાન શૉટપુટ, ડિસ્ક થ્રો જેવી મેદાની રમતોમાં અને શ્રુતલેખન, વાચન અને…

વધુ વાંચો >

બાયૉન્ડી, મૅથ્યુ

બાયૉન્ડી, મૅથ્યુ (જ. 1965, મૉરેગો, સી.એ.) : નામી તરવૈયા. 1986માં યોજાયેલી વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેઓ 3 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા અને નવો વિક્રમ સ્થાપ્યો. 1988માં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં તેઓ 5 સુવર્ણચંદ્રક સહિત કુલ 7 ચંદ્રકોના વિજેતા બન્યા. 1988માં ઑસ્ટિન ખાતે યોજાયેલી 100 મી.ની ફ્રીસ્ટાઇલ તરણસ્પર્ધામાં તેમણે 48.24 સેકન્ડનો વિશ્વવિક્રમ…

વધુ વાંચો >

બાસ્કેટ બૉલ

બાસ્કેટ બૉલ : એક વિદેશી રમત. આ રમતની શોધ અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યની સ્પ્રિંગફિલ્ડ શારીરિક શિક્ષણ તાલીમ કૉલેજના અધ્યાપક ડૉ. જેમ્સ નેયસ્મિથે ઈ.સ. 1891માં કરી હતી. ઓગણીસમી સદીના છેલ્લા દાયકાના મધ્ય ભાગમાં યુવાન વર્ગને ફાજલ સમયનો સદુપયોગ કરવા માટે ઇન્ડોર અને આઉટડોર રમી શકાય તેવી રમતની જરૂરિયાત હોવાથી ડૉ. નેયસ્મિથે આ…

વધુ વાંચો >

બિકિલા અબીબી

બિકિલા અબીબી (જ. 7 ઑગસ્ટ 1932, ઇથોપિયાના નાના ગામમાં; અ. 25 ઑક્ટોબર 1973) : મૅરેથોન દોડનો વિશ્વનો સમર્થ રમતવીર. અબીબીના પિતા ભરવાડ હતા અને તેને પર્વતો ઉપર રહેવાનું થતું હતું. અબીબી અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેણે શરૂઆતનું જીવન પર્વતો ઉપર દરિયાની સપાટીથી 2,134 મીટરની ઊંચાઈ પર વિતાવ્યું હતું. પર્વત…

વધુ વાંચો >

બિલિયર્ડ

બિલિયર્ડ : એક વિદેશી રમત. આ રમતનું ઉદભવસ્થાન ફ્રાન્સ ગણાય છે. ઇંગ્લૅન્ડમાં આ રમત અંગ્રેજ ઉમરાવો પોતાનાં મકાનોમાં મનોરંજન માટે રમતા હતા. પછી આ રમત મકાનોમાંથી ક્લબોમાં રમાવા લાગી. ઇંગ્લૅન્ડમાંથી ભારતના રાજાઓ બિલિયર્ડની રમતને ભારતમાં લાવ્યા. સાધનસંપન્ન વ્યક્તિઓ ફુરસદના સમયમાં મનોરંજન માટે આ રમત રમતા. એકલી વ્યક્તિ પણ કલાકોના કલાકો…

વધુ વાંચો >