Sports

ગોયલ, સુરેશ

ગોયલ, સુરેશ (જ. 20 જૂન 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 13 એપ્રિલ 1978, વારાણસી) : બૅડમિન્ટનની રમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય ખેલાડી. તેઓ રેલવેની ટીમ તરફથી વર્ષો સુધી રમ્યા અને 5 વાર રાષ્ટ્રીય વિજેતા બન્યા. મ્યૂનિક ઑલિમ્પિક પૂર્વે યોજાયેલી ડેમૉન્સ્ટ્રેશન ટુર્નામેન્ટમાં વિશ્વના 11 દેશોના ઉત્કૃષ્ટ 22 ખેલાડીઓમાં સ્થાન પામી મ્યૂનિક ગયા. આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

ગૉલ્ફ

ગૉલ્ફ : મૂળ સ્કૉટલૅન્ડની પણ યુરોપખંડમાંથી વિશ્વના વિવિધ દેશોમાં પ્રસરેલી લોકપ્રિય રમત. આ મેદાની રમતનું પગેરું આપણને પંદરમી સદી સુધી લઈ જાય છે. 4,500થી 5,500 મી. જેટલી લંબાઈની લગભગ 60 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં રેતીના ટેકરા, ખાઈ, પાણીનાં ખાબોચિયાં અસમાન સપાટીવાળું ઘાસ વગેરે જેવા અવરોધો હોય ત્યાં આ રમત રમાય…

વધુ વાંચો >

ગોસ્વામી, ચુન્ની

ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…

વધુ વાંચો >

ગોસ્વામી, ઝુલન

ગોસ્વામી, ઝુલન (જ. 25 નવેમ્બર 1982 ચકદહા,પશ્ચિમ બંગાળ) : મહિલાક્રિકેટના ઇતિહાસમાં મહાન ઝડપી ગોલંદાજમાંની એક. ઝુલન નિશિત ગોસ્વામીને નાનપણથી જ  ક્રિકેટમાં ઊંડો રસ  હતો. જોકે કૉલકાતામાં 1997ના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપથી પ્રેરિત થઈને, તેણે ગંભીરતાથી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. તે સમયે મહિલાક્રિકેટ માટે મર્યાદિત સુવિધાઓ હોવા છતાં, ઝુલન પ્રૅક્ટિસ સત્રોમાં…

વધુ વાંચો >

ગોળાફેંક

ગોળાફેંક : પ્રાચીન ગ્રીસની જોસીલી અને ઑલિમ્પિક રમતગમત પ્રણાલીમાં ‘ઍથ્લેટિક્સ’ નામે ઓળખાતી રમતસ્પર્ધા. તે બળવાન અને વજ્રકાય ખેલાડીઓની માનીતી સ્પર્ધા હતી. વર્તમાન સમયમાં પ્રચલિત ગોળાફેંક સ્પર્ધામાં લોખંડ યા પિત્તળના ગોળાનું વજન પુરુષો માટે 7.257 કિ.ગ્રા. (16 રતલ), કુમારો માટે 5.443 કિગ્રા. (12 રતલ) અને સ્ત્રીઓ માટે 4 કિગ્રા. (8 રતલ,…

વધુ વાંચો >

ગૌડ  ક્રાંતિ

ગૌડ, ક્રાંતિ (જ. 11 ઑગસ્ટ, 2003 ગુવારા, મધ્યપ્રદેશ) : ભારતની એક ઉભરતી આંતરરાષ્ટ્રીય ઝડપી બૉલર મહિલા ક્રિકેટર, જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ઘુવારા ગામની છે. ખૂબ જ મુશ્કેલ કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવતી, જ્યાં તેના પિતા પોલીસ કૉન્સ્ટેબલ હતા, તેણીએ ટેનિસ બૉલ ક્રિકેટ રમવાનું શરૂ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ગ્રામીણ…

વધુ વાંચો >

ગૌસ, મોહમ્મદખાન

ગૌસ, મોહમ્મદખાન (જ. 2 નવેમ્બર 1915, મલીહાબાદ; અ. 1982) : વીસમી સદીના ભારતના આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ-ખેલાડી. 1921માં ચેકૉસ્લોવેકિયાના વિજેતા મેંજલને હરાવીને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યો. 1933–34માં આગ્રામાં રાષ્ટ્રીય વિજેતા બન્યા. 1939માં વિમ્બલ્ડન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. પાવર-ટેનિસના નિષ્ણાત ગૌસ મોહમ્મદ મધ્યમ ઊંચાઈ ધરાવતા અને મજબૂત બાંધાના…

વધુ વાંચો >

ગ્રાફ, સ્ટેફી

ગ્રાફ, સ્ટેફી (જ. 14 જૂન 1969, બ્રુહ, જર્મની) : ટેનિસ રમતની 1994માં વિશ્વક્રમાંક–1ની (top-seeded) જર્મન મૂળની ખેલાડી. આખું નામ સ્ટેફી પીટર ગ્રાફ. પિતા પીટર ગ્રાફ તથા માતા હેઇડી તરફથી તેને ટેનિસની રમત રમવા પ્રત્યે નાનપણથી પ્રેરણા મળી હતી. 5 ફૂટ 9 ઇંચની ઊંચાઈ ધરાવતી સ્ટેફીએ અમેરિકામાં ટેનિસના કાશી ગણાતા ફ્લૉરિડા…

વધુ વાંચો >

ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ

ગ્રિફિથ જૉયનર ફ્લૉરેન્સ (જ. 21 ડિસેમ્બર 1959, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા; અ. 21 સપ્ટેમ્બર 1998, મિશન બીજો, કૅલિફૉર્નિયા) : વિશ્વવિક્રમ ધરાવતી દોડસ્પર્ધાની અમેરિકન મહિલા ખેલાડી. 1980ના દાયકામાં તેણે ઍથ્લેટિક્સની સ્પર્ધાઓમાં એવા અસાધારણ વિક્રમો પ્રસ્થાપિત કર્યા, જેને લીધે તે રમતગમતના ક્ષેત્રમાં ખ્યાતનામ થઈ. 1984માં લૉસ ઍન્જેલિસ ખાતેના ઑલિમ્પિક રમતોત્સવમાં તેણે 200 મીટર…

વધુ વાંચો >

ગ્રીનપાર્ક સ્ટેડિયમ

ગ્રીનપાર્ક સ્ટેડિયમ : કાનપુરમાં આવેલું ભારતનું ક્રિકેટ મેદાન. 1952માં 12મી જાન્યુઆરીએ પ્રવાસી ઇંગ્લૅન્ડની ટીમ સામે પ્રથમ વાર આ મેદાન પર ટેસ્ટમૅચ ખેલાઈ. અત્યાર સુધીમાં આ મેદાન પર રમાયેલી 16 ટેસ્ટમૅચોમાં ભારતનો 2માં વિજય, 3માં પરાજય થયો હતો. બાકીની 11 ડ્રૉ ગઈ છે. 1959માં આ મેદાન પર ઑસ્ટ્રેલિયા સામે ખેલાયેલી ટેસ્ટમાં…

વધુ વાંચો >