Sociology

કોલ

કોલ : વિંધ્યાચલ તથા કૈમુર પહાડોમાં તેમજ નર્મદા, શોણ, ગંગા અને ચંબલની ઉપત્યકામાં વસતી દ્રાવિડ આદિવાસી પ્રજા. તેમની વસ્તી મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં, ઓરિસા તથા છોટાનાગપુરના પ્રદેશમાં છે. ડુક્કરનો શિકાર કરનારા કોલ ‘ડુકરાલા’ તરીકે ઓળખાય છે. છોટાનાગપુરના કોલ લડાયક માનસવાળા છે. તે મુંડા જાતિના છે અને…

વધુ વાંચો >

કોલધા

કોલધા : ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આદિમ અને આર્થિક રીતે પછાત અને અસ્પૃશ્ય ગણાતી આદિવાસી જાતિ. તેમની વસ્તી વલસાડ જિલ્લાના ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકાઓમાં તથા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છે. ભરૂચ તથા ડાંગ જિલ્લાઓમાં તેમની છૂટીછવાઈ વસ્તી છે. ચીખલી તાલુકાના ખેરગામમાં તેમની વસ્તી વિશેષ છે. 1981માં ગુજરાત રાજ્યમાં તેમની…

વધુ વાંચો >

કોળી

કોળી : પછાત ગણાતી જાતિઓ પૈકી એક. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેમના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા. ડૉ. વિલ્સન કોળીઓને ગુજરાતના મૂળ આદિવાસી માને છે. ટેલર તેમને ડાંગવાળા (clubman) કે પશુપાલન…

વધુ વાંચો >

કોંકણા

કોંકણા : કોંકણમાંથી સ્થળાંતર કરી આવેલી આદિવાસી જાતિ. તે કોંકણા કે કૂંકણા કુનબી (કણબી) તરીકે પણ ઓળખાય છે. તેમની વસ્તી ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર અને વાંસદા તાલુકાઓ અને સૂરત જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાઓમાં વિશેષ છે. હાથે હળ ખેંચતા કોંકણા હાથોડિયા તરીકે ઓળખાય છે. ડાંગ અને સૂરત જિલ્લામાં કુલ…

વધુ વાંચો >

ક્લબ

ક્લબ : સમાન અભિરુચિ કે હિતસંબંધ ધરાવતા લોકો દ્વારા વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે સ્થપાયેલ સંસ્થા કે મંડળ. સામાન્ય માન્યતા મુજબ આવાં મંડળોમાં આનંદપ્રમોદ, આહારવિહાર, રમતગમત જેવી પ્રવૃત્તિઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે; પરંતુ કેટલાંક મંડળોમાં જુદા જુદા વિષયોને લગતી ચર્ચાસભાઓ પણ આયોજિત કરવામાં આવે છે. કેટલાંક મંડળો સામાજિક સેવાનાં…

વધુ વાંચો >

ક્લબ ઑવ્ રોમ

ક્લબ ઑવ્ રોમ : એપ્રિલ, 1968માં શરૂ કરવામાં આવેલું આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક મંડળ. તેના સભ્યોમાં વૈજ્ઞાનિકો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતા જાણીતા સનદી અમલદારો તથા ઔદ્યોગિક અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા અગ્રણીઓનો સમાવેશ થયેલો છે. તેનું મુખ્ય કાર્યાલય જિનીવામાં રાખવામાં આવ્યું છે, પરંતુ તેના મુખ્ય પ્રણેતા ડૉ. ઓરેલિયો પેસી ઇટાલીના હોવાથી તેને…

વધુ વાંચો >

ક્લર્ક, એફ. ડબ્લ્યૂ. દ

ક્લર્ક, એફ. ડબ્લ્યૂ. દ (જ. 18 માર્ચ 1936, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા; અ. 11 નવેમ્બર 2021 કેપટાઉન, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : 1993નો શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રમુખ (1989-94) અને વડાપ્રધાન. આ પુરસ્કાર તેમને તે જ દેશના હબસી નેતા નેલ્સન મન્ડેલાની સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો હતો. ક્લર્કની…

વધુ વાંચો >

ક્ષત્રિયસભા

ક્ષત્રિયસભા : કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજપૂતોનું આઝાદી બાદ સ્થપાયેલું સંગઠન. ભારતમાં આઝાદી સાથે રાજકીય પરિવર્તનનાં એંધાણ દેખાતાં હતાં ત્યારે કેટલાક રાજપૂત આગેવાનોને લાગ્યું કે નવી રાજકીય પરિસ્થિતિમાં જો એમને રાજકીય તખ્તા પર ટકવું હોય તો એમણે સંગઠિત થઈ સંખ્યાનો વ્યાપ વધારવો જોઈએ. આવા કેટલાક આગેવાનોએ ભેગા થઈ 15 નવેમ્બર…

વધુ વાંચો >

ખાસી લોકો

ખાસી લોકો : આસામની ખાસી ટેકરીઓના વિસ્તારમાં વસતી માતૃમૂલક જનજાતિ. મ્યાનમારમાંથી આવેલા આ લોકો માગોલૉઇડ જનજાતિ પ્રકારના છે. તેમની ચામડીનો રંગ કાળા સાથે પીળો છે. તેમની ગરદન ટૂંકી, નાક બેઠેલું, ચપટું, આંખ ઝીણી અને ગાલનાં હાડકાં ઊપસેલાં હોય છે. તેમનાં શરીર હૃષ્ટપુષ્ટ પણ ઠીંગણાં હોય છે. સ્ત્રી અને પુરુષો બંને…

વધુ વાંચો >

ખુદાઈ ખિદમતગાર

ખુદાઈ ખિદમતગાર : વાયવ્ય સરહદ પ્રાંતમાં ભારતની આઝાદી પૂર્વે રચવામાં આવેલું પઠાણોનું સ્વયંસેવક સંગઠન. સ્થાપના 1929. ભારતની સ્વતંત્રતાની ચળવળના અગ્રણી ખાન અબ્દુલ ગફારખાન તેના સ્થાપક હતા. પ્રાણીમાત્રની સેવા એટલે ઈશ્વરની સેવા એ મૂળભૂત સિદ્ધાંતના પાયા પર આ સંગઠન રચવામાં આવ્યું હતું. ‘ખુદાઈ ખિદમતગાર’ એટલે ખુદાનો બંદો, ઈશ્વરનો સેવક. પઠાણ કોમ…

વધુ વાંચો >