Sociology

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ (જ. 1818, હૉમર, ન્યૂયૉર્ક; અ. 1894) : મહિલા-અધિકાર અને મહિલા-પોશાક-વિષયક સુધારાના અગ્રણી પુરસ્કર્તા. મહિલાઓ માટે સમાન હકની માગણીને વાચા આપવા તથા તે બાબતે જાગૃતિ લાવવા અને લોકમત કેળવવાના ઉદ્દેશથી તેમણે ‘ધ લિલી’ નામના અખબારની સ્થાપના કરી; 1849થી 1855 દરમિયાન તેમણે તેનું તંત્રીપદ સંભાળ્યું. પોશાક-વિષયક સમાનતાના આગ્રહને…

વધુ વાંચો >

બ્લૂર, એલા ઉર્ફે રિવી

બ્લૂર, એલા ઉર્ફે રિવી (જ. 1862, સ્ટેટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક; અ. 1952) : જાણીતા ઉદ્દામવાદી અને મહિલાઓ માટેના હક માટેનાં આંદોલનકાર. તેઓ ‘મધર બ્લૂર’ તરીકે બહુ જાણીતાં હતાં. ઓગણીસમા વર્ષે જ તેમનાં લગ્ન થયાં હતાં; એથી જ કદાચ તેઓ સ્ત્રીઓ માટેના અધિકાર માટે જાગ્રત અને સક્રિય બન્યાં. તેમની રાજકીય સક્રિયતાના કારણે…

વધુ વાંચો >

બ્લૅચ, હૅરિયેટ

બ્લૅચ, હૅરિયેટ (જ. 1856, સેનેકા ફૉલ્સ; ન્યૂયૉર્ક; અ. 1940) : સ્ત્રીઓ માટેના અધિકાર અંગેના આંદોલનનાં આગેવાન. તેમણે વૅસર કૉલેજ ખાતે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1907માં તેમણે ‘ઇક્વૉલિટી લીગ ઑવ્ સેલ્ફ-સપૉર્ટિંગ વિમેન’ નામની સંસ્થા સ્થાપી. એ રીતે તેઓ સ્ત્રીઓના અધિકાર માટે ખૂબ સક્રિય આંદોલનકાર બની રહ્યાં. 1908માં તેમણે વિમેન્સ પોલિટિકલ યુનિયનની સ્થાપના…

વધુ વાંચો >

ભક્તિબા

ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા…

વધુ વાંચો >

ભગવતી, હીરાલાલ

ભગવતી, હીરાલાલ (જ. 14 મે 1910, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 4 માર્ચ 2004, અમદાવાદ) : અગ્રણી સામાજિક કાર્યકર અને વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના પીઢ આગેવાન. પિતાનું નામ હરિલાલ અને માતાનું નામ સંતોકબા. પિતા શિક્ષક હતા. પ્રાથમિક શિક્ષણ મહેસાણા ખાતે તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી તથા ટ્યૂટૉરિયલ હાઇસ્કૂલમાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી…

વધુ વાંચો >

ભગિની નિવેદિતા

ભગિની નિવેદિતા : જુઓ નિવેદિતા, ભગિની

વધુ વાંચો >

ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ

ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ (જ. 7 સપ્ટેમ્બર 1933, અમદાવાદ; અ. 2 નવેમ્બર 2022, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સામાજિક કાર્યકર. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક તથા કાયદાની પદવી પ્રાપ્ત કરી હતી. ઇઝરાયલમાંથી લેબર ઍન્ડ કો-ઑપરેટિવનો ડિપ્લોમા મેળવ્યો હતો. 1955થી 1959 દરમિયાન તેમણે સામાજિક કાર્યકર તરીકે તથા 1961થી 1968 દરમિયાન સરકારી લેબર ડિપાર્ટમેન્ટમાં એમ્પ્લૉયમેન્ટ-…

વધુ વાંચો >

ભટ્ટ, ગુણવંતરાય

ભટ્ટ, ગુણવંતરાય (જ. 16 માર્ચ 1893, અવિધા, રાજપીપળા; અ. 9 મે 1991, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : ગુજરાતમાં સ્કાઉટ અને ગાઇડ પ્રવૃત્તિ વિકસાવવામાં જીવન અર્પી દેનાર સમાજસેવક. પિતાનું નામ મંગળભાઈ, માતાનું રુક્મિણીબહેન. માતા ભક્તિભાવવાળાં. પૌરાણિક કથાઓ કહે. મધુર સ્વરે ભજનો-ગીતો ગાઈ સંભળાવે. પિતા મનના કોમળ, પણ બહારથી કઠોર સ્વભાવના. નીડર અને સાચાને…

વધુ વાંચો >

ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ

ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ (જ. 21 નવેમ્બર 1901, ભરૂચ; અ 10 જુલાઈ 1986, વેડછી, જિ. સૂરત) : ગુજરાતી કવિ, બાળવાર્તાલેખક, વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, સ્વાતંત્ર્યસેનાની. ચિમનભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ થોડો સમય કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક રહ્યા. ત્યાંથી સૂરત આવી રાષ્ટ્રીય વિદ્યાલયમાં જોડાયા. આ પહેલાં, 1924માં ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા ગાંધીજીની પ્રેરણાથી વાલોડ…

વધુ વાંચો >

ભટ્ટ, માનશંકર નરભેશંકર

ભટ્ટ, માનશંકર નરભેશંકર (જ. 28 ઑગસ્ટ 1908, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 2002, વડોદરા) : માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરનાર, કુશળ વહીવટકર્તા અને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા. એમના પિતા નરભેશંકર ભાવનગર રાજ્યમાં ફોજદાર હતા. માતા માણેકબહેનનું તેઓ નાના હતા ત્યારે અવસાન થતાં દાદા અંબાશંકરભાઈ પાસે ઊછર્યા. આઠ વર્ષની ઉંમરે ગૃહવ્યવસ્થા અને રસોઈમાં…

વધુ વાંચો >