Sociology

બેસન્ટ, ઍની

બેસન્ટ, ઍની (જ. 1 ઑક્ટોબર 1847, લંડન; અ. 21 સપ્ટેમ્બર 1933, અડ્યાર, ચેન્નઈ) : ભારતને સેવાક્ષેત્ર બનાવીને થિયૉસોફિસ્ટ, સમાજસુધારક અને કેળવણીકાર તરીકે સેવા આપનાર અંગ્રેજ મહિલા. ઍની બેસન્ટનો જન્મ આયરિશ કુટુંબમાં થયો હતો. બાળપણમાં જ તેમના પિતા વિલિયમ પેજ વુડ મરણ પામ્યા. માતા એમિલી પાસેથી મિસ મેરિયટ ઍનીને ભણાવવા પોતાને…

વધુ વાંચો >

બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી

બેંગાલ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી : ભારતના લોકોની વાસ્તવિક સ્થિતિની માહિતી ભેગી કરીને તેમના વિકાસનાં કાર્યો કરવા સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના 20 એપ્રિલ 1843ના રોજ બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય અને ગુલામોની મુક્તિ માટે લડત કરનાર જ્યૉર્જ થૉમ્પસનની પ્રેરણાથી કરવામાં આવી હતી. થૉમ્પસન દ્વારકાનાથ ટાગોરના નિમંત્રણથી ભારતમાં આવ્યા હતા. તેમણે કેટલાંક પ્રવચનો આપીને…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બૉડિચૉન, બાર્બરા

બૉડિચૉન, બાર્બરા (જ. 1827, લંડન; અ. 1890) : ઇંગ્લૅન્ડનાં મહિલાઅધિકારનાં પુરસ્કર્તા. તેમણે લંડનની બેડફર્ડ કૉલેજમાં અભ્યાસ કર્યો. 1852માં લંડનમાં એક પ્રાથમિક શાળા શરૂ કરી. 1857માં તેમણે ‘વિમેન ઍટ વર્ક’ નામનું પુસ્તક લખ્યું. 1858માં તેમણે મહિલાઅધિકાર માટે ‘ધી ઇંગ્લિશ વુમન’ નામના સામયિકની સ્થાપના કરી. સ્ત્રીઓ માટેની કૉલેજ સ્થાપવામાં પણ તેઓ અગ્રેસર…

વધુ વાંચો >

બૉનર, યેલેના

બૉનર, યેલેના (જ. 1923, મૉસ્કો) : નાગરિક હક માટેનાં મહિલા ઝુંબેશકાર. 1937માં સ્ટાલિનની મોટા પાયા પરની વ્યાપક સાફસૂફી દરમિયાન, તેમનાં માબાપની ધરપકડ થઈ, પછી તેમનાં દાદીમાએ તેમને લેનિનગ્રાડમાં ઉછેર્યાં. 1965માં તેઓ સોવિયેત કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં. જોકે 1968માં ચેકોસ્લોવાકિયાના આક્રમણ પછી પક્ષની વિચારધારા વિશેનો તેમનો ભ્રમ ભાંગી ગયો અને તેઓ પક્ષવિરોધી…

વધુ વાંચો >

બૉમ્બે એસોસિયેશન

બૉમ્બે એસોસિયેશન (1852) : રાજકીય હકોની માગણી માટે સ્થપાયેલી ભારતીય સંસ્થા. કૉલકાતામાં 1851માં સ્થપાયેલ ‘બ્રિટિશ ઇંડિયન એસોસિયેશન’ની શાખા રૂપે 1852માં મુંબઈમાં ‘બૉમ્બે એસોસિયેશન’ અને ચેન્નઈમાં ‘મદ્રાસ નેટિવ એસોસિયેશન’ની સ્થાપના થઈ હતી. તે માટે મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં 26મી ઑગસ્ટ 1852ના રોજ જગન્નાથ શંકરશેટના પ્રમુખપદે સભા મળી હતી. આ સંસ્થાનો હેતુ મુંબઈ…

વધુ વાંચો >

બ્રહ્મચર્યાશ્રમ

બ્રહ્મચર્યાશ્રમ : વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું કેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેનાં અવતરણો ઉપયોગી થશે. : ‘બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ,…

વધુ વાંચો >

બ્રહ્મોસમાજ

બ્રહ્મોસમાજ : ઓગણીસમી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના ભાગ રૂપે સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના ઓગણીસમી સદીમાં સમાજસુધારા આંદોલનના પિતા ગણાતા રાજા રામમોહનરાયે કરી હતી. તે સમયના ભારતનું ધાર્મિક અને સામાજિક જીવન અનેક કુરિવાજોથી ગ્રસ્ત હતું. ધર્મના ક્ષેત્રે વેદો અને ઉપનિષદોના કાળની ચિંતનની પરંપરાઓ ભુલાઈ ગઈ હતી. કુરિવાજો અને કર્મકાંડો સામાન્ય…

વધુ વાંચો >

બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન

બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન : ભારતીયોનાં હિતોનું રક્ષણ કરવા અને બ્રિટિશ પાર્લમેન્ટ સમક્ષ ભારતીયોની માગણીઓ રજૂ કરવા સ્થપાયેલી સંસ્થા. કલકત્તામાં બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના જમીનદાર સંઘ (1837) અને બંગાળ–બ્રિટિશ ઇન્ડિયા ઍસોસિયેશન (1843) – એ બંને સંગઠનોએ ભેગાં મળી 1851માં કરી. તેના સ્થાપકો પ્રસન્નકુમાર ઠાકુર, ડૉ. રાજેન્દ્રલાલ મિત્ર, હરિશ્ચન્દ્ર મુકરજી, દેવેન્દ્રનાથ ટાગોર…

વધુ વાંચો >

બ્લાંક, લૂઈ

બ્લાંક, લૂઈ (જ. 29 ઑક્ટોબર 1811, માડ્રિડ; અ. 6 ડિસેમ્બર 1882, કેન્સ) : ફ્રેંચ સમાજવાદી, રાજનીતિજ્ઞ અને ઇતિહાસકાર. તેમનું પૂરું નામ બ્લાંક ઝ્યાં જૉસેફ લૂઇ હતું. તેમણે રોડેઝ અને ફ્રાંસ ખાતે શાલેય અભ્યાસ કર્યો. ત્યારબાદ બે વર્ષ ખાનગી શિક્ષક તરીકે કામ કર્યું. તેઓ 1839માં ‘રેવ્યુ દ પ્રૉગ્રેસ’ નામક ફ્રેંચ વર્તમાનપત્ર…

વધુ વાંચો >