બૉડિચૉન, બાર્બરા (જ. 1827, લંડન; અ. 1890) : ઇંગ્લૅન્ડનાં મહિલાઅધિકારનાં પુરસ્કર્તા. તેમણે લંડનની બેડફર્ડ કૉલેજમાં અભ્યાસ કર્યો. 1852માં લંડનમાં એક પ્રાથમિક શાળા શરૂ કરી. 1857માં તેમણે ‘વિમેન ઍટ વર્ક’ નામનું પુસ્તક લખ્યું. 1858માં તેમણે મહિલાઅધિકાર માટે ‘ધી ઇંગ્લિશ વુમન’ નામના સામયિકની સ્થાપના કરી. સ્ત્રીઓ માટેની કૉલેજ સ્થાપવામાં પણ તેઓ અગ્રેસર રહ્યાં. કેમ્બ્રિજ ખાતેની તેમણે સ્થાપેલી એ સંસ્થા ગર્ટન કૉલેજ તરીકે ઓળખાવા લાગી.

મહેશ ચોકસી