Sociology

નહેરુ (નેહરુ), રામેશ્વરી

નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…

વધુ વાંચો >

નાઇટિંગેલ, ફ્લૉરેન્સ

નાઇટિંગેલ, ફ્લૉરેન્સ (જ. 12 મે 1820, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 13 ઑગસ્ટ 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ ઑર્ડર ઑવ્ મેરિટનાં પ્રથમ સ્ત્રી વિજેતા (1907). 1854–56ના ક્રિમિયન યુદ્ધમાંથી તેમની સેવાઓએ તબીબી વિદ્યામાંની પરિચારિકા સેવાઓ(nursing services)માં એક ક્રાંતિના જેવો ફેરફાર આણ્યો હતો. તે કામગીરીને વિશ્વમાં બધે બિરદાવાઈ છે. તેમને લોકો દીવાવાળી દેવી (lady…

વધુ વાંચો >

નાગરવાડિયા, વીરબાળાબહેન

નાગરવાડિયા, વીરબાળાબહેન (જ. 1 ઑગસ્ટ 1913, કરાચી; અ. 15 ઑગસ્ટ 2006, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવિકા અને વૃદ્ધાશ્રમ-પ્રવૃત્તિના પ્રણેતા. તેમના પિતાશ્રી મહિલાઓના સમાન અધિકારોના પુરસ્કર્તા હોવાથી પુત્રીને સમાજસેવાનાં કાર્યોમાં અને સ્વાતંત્ર્ય-લડત માટે પ્રોત્સાહિત કરતા. ભારતની સ્વાતંત્ર્ય-લડતના પ્રભાવ હેઠળ તેમણે વિદેશી કપડાંનો મોહ છોડ્યો અને ખાદી અપનાવી. પૂરી હિંમત અને જુસ્સાથી તેઓ…

વધુ વાંચો >

નાણાવટી, મણિબહેન

નાણાવટી, મણિબહેન (જ. 27 ફેબ્રુઆરી 1905, ડેરોલ, ગુજરાત; અ. 2000, મુંબઈ) : ગુજરાતી સમાજસેવિકા. જન્મ કાપડના વેપારી શેઠ ચુનીલાલ ઝવેરીને ત્યાં. ચુનીભાઈની સમાજમાં ભારે પ્રતિષ્ઠા હતી. તે પ્રામાણિક વેપારી હતા અને જૂની પરંપરા અનુસાર સામાજિક કામોમાં સદા સક્રિય રહેતા હતા. મણિબહેનના દુર્ભાગ્યે તેઓ આવાં સંસ્કારી માતાપિતાનું સુખ નાનપણમાં જ ખોઈ…

વધુ વાંચો >

નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ

નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ : 1938નું નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર સંસ્થા. સ્થાપના 1930. નોબેલ કમિટીના તે વખતના પ્રમુખના મત મુજબ આ સંસ્થાએ વિશ્વના હજારો બેસહાય નિર્વાસિતોને શાંતિનો સંદેશો પહોંચાડવાનું જ માત્ર કાર્ય કર્યું નથી, પણ તે ઉપરાંત વિશ્વના પ્રત્યેક માનવીને પણ તેણે આ સંદેશો પહોંચાડ્યો છે. પોતાના દેશના…

વધુ વાંચો >

નાયક, ડાહ્યાભાઈ જીવણજી

નાયક, ડાહ્યાભાઈ જીવણજી (જ. 26 મે 1901, ભાંડુત, જિ. સૂરત; અ. 29 મે 1994, દાહોદ) : સ્વાતંત્ર્યસૈનિક અને પંચમહાલના આદિવાસીઓના નિ:સ્પૃહી મૂક સેવક. મધ્યમ વર્ગના અનાવિલ પરિવારમાં જન્મ. પિતા ડુમ્મસની પ્રાથમિક શાળાના આચાર્ય. ડાહ્યાભાઈએ ડુમ્મસ અને ધરમપુરમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન આદિવાસીઓ પરના અત્યાચારો જોઈ તેમનું હૃદય દ્રવી જતું. મૅટ્રિકની…

વધુ વાંચો >

નાયકર, રામસ્વામી

નાયકર, રામસ્વામી (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; અ. 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં…

વધુ વાંચો >

નારાયણ ગુરુ

નારાયણ ગુરુ (જ. 20 ઑગસ્ટ 1854, ચેમ્પાઝન્તી; અ. 20 સપ્ટેમ્બર 1928, બરકમ) : કેરળમાં થઈ ગયેલા સમાજ-સુધારક સંત. તિરુવનંતપુરમથી 11 કિલોમીટરના અંતરે આવેલા ચેમ્પાઝન્તી ગામે ડાંગરના ખેતરમાં સાંઠાઘાસની ઝૂંપડીમાં એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા કેરળની મલયાળમ…

વધુ વાંચો >

નારીવાદી આંદોલનો

નારીવાદી આંદોલનો : સ્ત્રી-પુરુષ વચ્ચેની સામાજિક અસમાનતાઓ નાબૂદ કરવા માટેના વૈચારિક, સંગઠનાત્મક અને કાનૂની પ્રયાસો. માનવસમાજમાં અનેક પ્રકારનાં ભેદ અને અસમાનતા જોવા મળે છે. વર્ગભેદ, જ્ઞાતિભેદ, રંગભેદ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની અસમાનતાઓ ઉપરાંત સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા અંગે માહિતી અને જાગૃતિ વીસમી શતાબ્દીમાં ધ્યાનાકર્ષક બની…

વધુ વાંચો >

નિવેદિતા, ભગિની

નિવેદિતા, ભગિની (જ. 28 ઑક્ટોબર 1867, આયર્લૅન્ડ; અ. 13 ઑક્ટોબર 1911, દાર્જિલિંગ) : ભારતીય સંસ્કૃતિનાં અનુરાગી અને સેવાભાવી પરદેશી મહિલા. ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ ઈ. નોબેલ હતું. માતાનું નામ મૅરી અને પિતાનું નામ સૅમ્યુઅલ ઇચમન્ડ નોબેલ હતું. પિતા ખ્રિસ્તી ધર્મગુરુ હતા. તેમને વક્તૃત્વ અને સેવાની ભાવના પિતા પાસેથી વારસામાં…

વધુ વાંચો >