Sculpture
વૂડ પરિવાર
વૂડ પરિવાર [વૂડ રેલ્ફ (જ. 1715; અ. 1772); વૂડ આરૉન (જ. 1717; અ. 1785); વૂડ જૉન (જ. 1746; અ. 1797); વૂડ વિલિયમ (જ. 1746; અ. 1808); વૂડ રેલ્ફ (જુનિયર) (જ. 1748; અ. 1795); વૂડ એનૉખ (જ. 1759; અ. 1840)] : બ્રિટનના સ્ટેફૉર્ડશાયરનો નામાંકિત કુંભકાર પરિવાર. રેલ્ફ અને આરૉન ભાઈઓ હતા.…
વધુ વાંચો >વેબર, મૅક્સ
વેબર, મૅક્સ (જ. 18 એપ્રિલ 1881, બિયાલિસ્ટૉક, રશિયા; અ. 4 ઑક્ટોબર 1961, ગ્રેટ નેક, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમૂર્ત શૈલીમાં ચિત્રો અને શિલ્પ સર્જનાર આધુનિક કલાકાર. 1891માં તેઓ દસ વરસની ઉંમરે રશિયા છોડીને ન્યૂયૉર્ક નગરમાં જઈ વસ્યા. ન્યૂયૉર્કમાં બ્રૂકલીન વિસ્તારમાં આવેલી પ્રાટ્ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે 1898થી 1900 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1905માં…
વધુ વાંચો >વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ
વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ (જ. 1435, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1488, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસની ફ્લૉરેન્ટાઇન શાખાના સોની, ચિત્રકાર અને શિલ્પી. મૂળનામ : આન્દ્રેઆ દી મિકેલી દી ફ્રાન્ચેસ્કો દાચિયોની. ચિત્રકાર કરતાં તેઓ શિલ્પી તરીકે જ વધુ પંકાયા. રેનેસાંસ-શિલ્પી દોનાતેલ્લોના એ સમોવડિયા ગણાય છે. પિતા ઈંટો અને ટાઇલ્સ બનાવનાર કુંભાર હતા. વેરોકિયો મહાન…
વધુ વાંચો >વેંગી શિલ્પશૈલી
વેંગી શિલ્પશૈલી : દક્ષિણમાં આન્ધ્ર (સાતવાહન) રાજાઓ તથા ઇક્ષ્વાકુ રાજાઓના શાસન દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં બંધાયેલ અનેક સ્તૂપોની પીઠ પર આરસની અલ્પમૂર્તિ શિલ્પપટ્ટીઓમાં વ્યક્ત થયેલ ઉત્કૃષ્ટ શિલ્પકામ વેંગી શૈલીના નામે પ્રસિદ્ધ છે. આમાં જગ્ગયપેટ અને અમરાવતીનાં કેટલાંક શિલ્પોમાં વેંગી શૈલીનાં પ્રાથમિક લક્ષણો પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું…
વધુ વાંચો >વૉમ્બેયન ગુફાઓ (Wombeyan Caves)
વૉમ્બેયન ગુફાઓ (Wombeyan Caves) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના દક્ષિણના ઊંચાણવાળા પ્રદેશમાં આવેલા ચૂનાખડકોમાં ધોવાણની ક્રિયાથી તૈયાર થયેલી ગુફાઓ. આ ગુફાઓ સિડનીથી નૈર્ઋત્યમાં આશરે 193 કિમી. અંતરે તથા ગોલબર્નની ઉત્તરે આશરે 97 કિમી. અંતરે આવેલી છે. આ ગુફાઓ ચૂનાખડકોમાં કુદરતી રીતે કંડારાયેલાં સુંદર દૃશ્યો માટે જાણીતી છે. જંકશન, કૂરિંગા અને…
વધુ વાંચો >શાપિરો, જોયલ
શાપિરો, જોયલ (જ. 1941, અમેરિકા) : અલ્પતમવાદી (minimalist) આધુનિક અમેરિકન શિલ્પી. લાકડા, ધાતુ અને કાચના નળાકાર સળિયા, લંબઘન, ઘન અને પિરામિડો જેવા શુદ્ધ ભૌમિતિક આકારોનો સંયોગ કરી તેઓ અમૂર્ત શિલ્પો સર્જે છે. આ રીતે જાહેર સ્થળે મૂકવા માટેનાં વિરાટ (monumental) શિલ્પો બનાવવા માટે તેઓ જાણીતા છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >શાલભંજિકા
શાલભંજિકા : સ્તંભના ટેકા તરીકે વપરાતી નારીદેહ-પ્રતિમા. ‘શાલભંજિકા’ શબ્દ રમત અને પ્રતીક એમ બે રીતે પ્રયોજાયો છે. પાણિનિએ આ શબ્દ પ્રયોજ્યો છે. તેના મૂળ અર્થમાં જોઈએ તો તે સ્ત્રી સાથે સંકળાયેલ એક ક્રીડા (રમત) છે. કન્યા શાલ કે અશોક વૃક્ષની ડાળીઓ પરનાં પુષ્પો એકત્ર કરવા જતી તે શાલભંજિકા. ભારતનાં પ્રાચીન…
વધુ વાંચો >શાહ, દિનેશ
શાહ, દિનેશ (જ. 1932, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પી. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠમાં વધુ અભ્યાસ કરી ભીંતચિત્ર અને શિલ્પનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. પછી મુંબઈ પાછા ફરી ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી અને પ્રસિદ્ધ ન્યૂ એરા હાઈસ્કૂલમાં…
વધુ વાંચો >શાહ, હિંમત
શાહ, હિંમત (જ. 1932, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગુજરાતના ચિત્રકાર અને શિલ્પી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે 1962માં દાખલ થયા, પણ અહીં શિસ્ત ખૂબ આકરી લાગતાં 1964માં દિલ્હી ભાગી છૂટ્યા. અહીં બેકાર હાલતમાં ખોરાક અને માથે છત્રની શોધમાં કારમી ભૂખ, ગરીબી, લાચારી તથા અપમાનનો…
વધુ વાંચો >શિલ્પકલા (shaping art)
શિલ્પકલા (shaping art) અર્થ, પ્રકારો અને માધ્યમો : રૂપપ્રદ કલાઓમાંની એક કલા. શિલ્પ એ ઘાટ આપનારી કલા છે. શિલ્પમાં ત્રણ પરિમાણોલંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ(જાડાઈ)ને ધ્યાનમાં રાખવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ શિલ્પના બે પ્રકાર છે : (1) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : જે શિલ્પનું કોતરકામ ચારેય બાજુ કરવામાં આવ્યું હોય…
વધુ વાંચો >