Sanskrit literature

આદિત્ય સંપ્રદાય

આદિત્ય સંપ્રદાય : જુઓ યજુર્વેદ.

વધુ વાંચો >

આનંદબોધ

આનંદબોધ (પંદરમી અને અઢારમી સદી વચ્ચે ?) : યજુર્વેદની કાણ્વસંહિતાના ભાષ્યકાર. ભાષ્યનું શીર્ષક ‘કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ’. આનંદબોધ એ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા, એવું ભાષ્યની પુષ્પિકામાંથી સમજાય છે. અલબત્ત તેનો આખરી નિર્ણય થઈ શક્યો નથી. ગૌતમ પટેલ    

વધુ વાંચો >

આનંદવર્ધન

આનંદવર્ધન (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિસંપ્રદાયના મહાન આચાર્ય. ‘ધ્વન્યાલોક’ની ઇન્ડિયા ઑફિસની પાંડુલિપિમાં ત્રીજા અધ્યાયના વિવરણમાં તેમને નોણોપાધ્યાત્મજ કહ્યા છે. આચાર્ય હેમચન્દ્રે પણ ‘દેવી-શતક’નો ઉલ્લેખ કરતાં, તેના રચયિતાને નોણના પુત્ર શ્રીમદ્ આનંદવર્ધનને નામે ઓળખાવ્યા છે. નોણના પુત્ર આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતિવર્મા(855-884)ના સભાકવિ હતા તેમ પણ મનાય છે. આનંદવર્ધને રચેલા ‘ધ્વન્યાલોક’/‘કાવ્યાલોક’/‘સહૃદયાલોક’માં ધ્વનિપરંપરાનું…

વધુ વાંચો >

આરણ્યક

આરણ્યક : વૈદિક સાહિત્યપ્રબંધો. વૈદિક સાહિત્યમાં મંત્ર અને બ્રાહ્મણસાહિત્ય પછી અને ઉપનિષદની પહેલાં રચાયેલા સાહિત્યપ્રબંધોને આરણ્યક કહેવામાં આવે છે. બૃહદારણ્યક કહે છે :  अरण्येऽनूच्यमानत्वात् आरण्यकम् । વાનપ્રસ્થાશ્રમમાં અરણ્યમાં જેનું પઠન કરવામાં આવતું તે આરણ્યક. બીજી રીતે કહેવામાં આવ્યું છે કે અરણ્યમાં અધ્યયન કરવામાં આવે છે માટે આરણ્યક. ગોપથ બ્રાહ્મણ (2-10)…

વધુ વાંચો >

આર્થી ભાવના

આર્થી ભાવના : પૂર્વમીમાંસાનો મૂળભૂત અને મહત્વનો સિદ્ધાંત. ભાવના એટલે જે અસ્તિત્વમાં આવવાનું હોય (ભવિતૃ) તે(કાર્ય)ના અસ્તિત્વમાં આવવા (ભવન) માટે અનુકૂળ એવો ઉત્પન્ન કરનાર(ભાવયિતૃ)નો વિશિષ્ટ વ્યાપાર (પ્રવૃત્તિ). અર્થાત્ વસ્તુ કે ઘટનાના અસ્તિત્વ માટે કર્તાનો અનુકૂળ વિશિષ્ટ વ્યાપાર. વિધિવાક્ય દ્વારા સૂચિત થતી અને સાધ્યને સિદ્ધ કરવાની સાધનસહિતની સમગ્ર પ્રક્રિયાનો ભાવનામાં સમાવેશ…

વધુ વાંચો >

આર્યાસપ્તશતી

આર્યાસપ્તશતી  (12મી સદી) : 700 જેટલા શ્લોકોમાં આર્યાગીતિ છંદમાં લખાયેલી સંસ્કૃત કૃતિ. રચનાર આચાર્ય ગોવર્ધન (1119-1199). નીલાંબર કે સંકર્ષણના પુત્ર, બલભદ્રના ભાઈ, બંગાળના રાજા લક્ષ્મણસેનના સભાકવિ. ‘આર્યાસપ્તશતી’માં શૃંગારની અનેક અવસ્થાઓ, નાગરિક સ્ત્રીઓની શૃંગારપૂર્ણ ચેષ્ટાઓ, ગ્રામીણ મહિલાઓની સ્વાભાવિક ઉક્તિઓ, સંયોગ તથા વિયોગના સમયે સુંદરીઓના હૃદયમાં પ્રગટતા વિવિધ ભાવોનું મનોહારી નિરૂપણ છે.…

વધુ વાંચો >

આર્ષજ્ઞાન

આર્ષજ્ઞાન : ઋષિઓનું ત્રિકાળજ્ઞાન. વૈશેષિક દર્શન અનુસાર જ્ઞાન(= વિદ્યા)ના ચાર પ્રકાર છે : પ્રત્યક્ષ, લૈંગિક (= અનુમાન), સ્મૃતિ અને આર્ષ. પ્રશસ્તપાદ કહે છે તેમ સામ્નાય એટલે કે આગમોના પ્રણેતા ઋષિઓનું જે અતીન્દ્રિય પદાર્થોનું ભૂત, ભાવિ અને વર્તમાનકાળનું જ્ઞાન તે આર્ષજ્ઞાન. આ જ્ઞાન લિંગ વગેરેની અપેક્ષા રાખતું નથી, પણ તે આત્મા…

વધુ વાંચો >

આર્ષેય કલ્પસૂત્ર

આર્ષેય કલ્પસૂત્ર : જુઓ કલ્પ.

વધુ વાંચો >

આર્ષેય બ્રાહ્મણ

આર્ષેય બ્રાહ્મણ : સામવેદના ઉપલબ્ધ 11 બ્રાહ્મણ ગ્રંથો પૈકીનો ‘સામગાન’ અને ઋષિઓનાં નામ’ વર્ણવતો ગ્રંથ. આર્ષેય બ્રાહ્મણના ત્રણ પ્રપાઠકોના કુલ મળીને 82 (28 + 25 + 29) ખંડો છે. સામાન્ય રીતે બ્રાહ્મણગ્રંથમાં મંત્રની વ્યાખ્યા, આખ્યાનો અને યજ્ઞના વિનિયોગની વાત આવે. આ બ્રાહ્મણની વિશિષ્ટતા એ કે તેમાં સામગાનો તેમજ સામવેદના મંત્રોના ઋષિઓનાં…

વધુ વાંચો >

ઇન્દ્ર (વૈદિક દેવતા)

ઇન્દ્ર (વૈદિક દેવતા) : ઋગ્વેદનાં સૌથી વધારે સૂક્તોમાં પ્રશસ્ત અંતરીક્ષસ્થાનીય મુખ્ય દેવતા. સમસ્ત સંસારના સાર્વભૌમ સમ્રાટ એવા ઇન્દ્ર એટલે પ્રચંડ શારીરિક શક્તિ અને વિશ્વ-આધિપત્યનું વૈદિક પ્રતીક. મેઘ-જળ, પ્રકાશ-કિરણો કે વસંત-ઉષ્મા જેવાં અભીષ્ટ તત્વોને પોતાની માયાશક્તિથી નિરુદ્ધ કરનાર વૃત્રને ત્વષ્ટા-નિર્મિત વજ્ર વડે હણીને ઇન્દ્રે એ જીવનોપયોગી તત્વો સર્વસુલભ બનાવ્યાં એ એમના…

વધુ વાંચો >