Sailor engineering
પિંજરિયો
પિંજરિયો : વહાણ ઉપર ઊંચી જગ્યાએ બેસી સમુદ્ર, હવામાન વગેરેનું નિરીક્ષણ કરતો વહાણનો કર્મચારી. તે વહાણના કૂવાથંભ ઉપર ઊંચે પિંજરા જેવી બેઠક ઉપર બેઠો હોય છે. તેથી તે પિંજરિયો કહેવાય છે. અહીં ડોલ ઉપર બેસીને સમુદ્રમાં ફરતાં વહાણોની હિલચાલ, જમીન, આબોહવા વગેરેની તપાસ રાખે છે. દૂરથી દેખાતું વહાણ ચાંચિયાનું વહાણ…
વધુ વાંચો >બગલો
બગલો : કચ્છમાં વિશેષ પ્રચલિત ‘ધાઉ’(dhow)ને મળતું વહાણ. અરબી ભાષામાં ‘બગલા’નો અર્થ ખચ્ચર થાય છે. કેટલાક ‘બગલો’ શબ્દ સંસ્કૃત ‘બક’ ઉપરથી બન્યો હોવાનું મનાય છે. તેનો મોરો ઊંચો હોય છે, તેથી તેનું ‘બગલો’ નામ પડ્યું છે. કમાન્ડર શ્રીધરને ગુજરાતી વહાણો પૈકી બગલાની બાંધણી સૌથી જૂની હોવાનું જણાવ્યું છે. સામાન્યત: તે…
વધુ વાંચો >બતેલો
બતેલો : એક પ્રકારનું વહાણ. તે સૂરતી વહાણ તરીકે જાણીતું છે. તે બેવડું તળિયું ધરાવે છે. સંસ્કૃત શબ્દો ‘દ્વિ’ એટલે બે અને ‘તલ’ એટલે તળિયું. ‘બેતલ’ ઉપરથી ‘બતેલો’ નામ બન્યું છે. આ વહાણની અત્રી સમાંતર હોય છે અને મોરો છેડેથી ભિડાય છે. આ વહાણ 80થી 100 ખાંડીનું હોય છે અને…
વધુ વાંચો >બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન
બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન (જ. 25 ઑક્ટોબર 1888, વિંચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 11 માર્ચ 1957, બૉસ્ટન) : ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર જનાર પ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક અને અન્વેષક. 1912માં તેણે અમેરિકન નૌસેના અકાદમીની પદવી લીધી. તે ઍન્ટાર્ક્ટિકાના અન્વેષક તરીકે પ્રખ્યાત છે. વર્જિનિયા યુનિવર્સિટીની સેનાન્દોહ લશ્કરી અકાદમીમાં અને યુ.એસ. નૌસેના અકાદમીમાં જોડાયા…
વધુ વાંચો >બારાં
બારાં : જુઓ નૌકાશ્રય
વધુ વાંચો >બેરિંગ, વિટ્સ
બેરિંગ, વિટ્સ (જ. 1681, ડેન્માર્ક; અ. 1741) : સાહસિક દરિયાખેડુ. એશિયા અને અમેરિકા – એ બંને ખંડ અગાઉ જોડાયેલા હતા કે કેમ એ નક્કી કરવા તેમણે 1728માં કૅમ્ટશેટ્કાથી સાગરનો સાહસ-પ્રવાસ આરંભ્યો. 1733માં સાઇબીરિયાના કાંઠા તથા કુરિલ ટાપુના શોધસાહસ માટે ‘ગ્રેટ નૉર્ધન એક્સપિડિશન’ની આગેવાની તેમને સોંપાઈ હતી. ઑકૉત્સકથી અમેરિકા ખંડ તરફ…
વધુ વાંચો >બેહાઇમ, માર્ટિન
બેહાઇમ, માર્ટિન (જ. 1449, ન્યુરેમ્બર્ગ, જર્મની; અ. 1507) : નામી ભૂગોળવિજ્ઞાની તથા નૌકાચાલક. લગભગ 1484માં તેઓ પૉર્ટુગલમાં સ્થાયી થયા. આફ્રિકાના દરિયાકાંઠાનાં અનેક શોધ-સાહસોમાં તેઓ અગ્રેસર રહ્યા અને નિર્ણાયક કામગીરી બજાવી. 1490માં તેઓ ન્યુરેમ્બર્ગ પાછા ફર્યા અને ત્યાં પૃથ્વીના ગોળાનું નિર્માણ કર્યું, જે અત્યારે અસ્તિત્વમાં હોય તેવો સૌથી પ્રાચીન ગોળો છે.…
વધુ વાંચો >બોઇંગ, વિલિયમ એડવર્ડ
બોઇંગ, વિલિયમ એડવર્ડ (જ. 1881, ડેટ્રૉઇટ, અમેરિકા; અ. 1956) : હવાઈ જહાજના જાણીતા ઉત્પાદક. સી-પ્લેન એટલે કે દરિયાના પાણી પર ઊતરી શકે અને પાણી પરથી ઉડ્ડયન કરી શકે એવાં હવાઈ જહાજ બનાવવાના આશયથી 1916માં તેમણે પેસિફિક એરો પ્રૉડ્ક્ટ્સ કંપનીની સ્થાપના કરી. આ સી-પ્લેનની ડિઝાઇન કૉનાર્ડ વેસ્ટરફેલ્ટના સહયોગથી તેમણે જાતે જ…
વધુ વાંચો >બોયું
બોયું (buoy) : પાણીમાં તરતું અને લંગર સાથે બંધાયેલું તથા નિશ્ચિત આકાર અને કદ ધરાવતું, નૌનયનની સલામતી માટે મૂકવામાં આવતું સાધન. બોયું સામાન્યત: પોલાદ, પ્લાસ્ટિક અથવા ફાઇબર રીઇન્ફૉર્સ્ડ પ્લાસ્ટિક(FRP)નું બનાવાય છે. બોયાના ત્રણ ભાગ હોય છે : (1) પાણી પર તરતો તથા નૌકાઓ દ્વારા દૂરથી દેખાતો ભાગ; (2) તરતા બોયાને…
વધુ વાંચો >મકલૂર, (સર) રૉબર્ટ
મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…
વધુ વાંચો >