Religious mythology
આપદ્-ધર્મ
આપદ્-ધર્મ : સામાન્ય સંજોગોમાં શાસ્ત્રો દ્વારા નિષિદ્ધ ગણાતું છતાં આપત્તિના સમયમાં અપવાદ તરીકે સંમતિને પાત્ર ગણાતું આચરણ. ભારતની પ્રાચીન વર્ણવ્યવસ્થાના સંદર્ભમાં ચારે વર્ણના લોકો માટે વિશુદ્ધ આચરણ અંગે શાસ્ત્રોએ દિશાસૂચન કરેલું છે અને તે મુજબ વર્તન કરવું એ દરેક માટે કર્તવ્યનો ભાગ ગણાવ્યો છે. પરંતુ આચરણ અંગેના નિયમો સામાન્ય સંજોગોમાં…
વધુ વાંચો >આપસ્તંબ કલ્પસૂત્ર
આપસ્તંબ કલ્પસૂત્ર : જુઓ કલ્પ
વધુ વાંચો >આપસ્તંબ પરિભાષાસૂત્ર
આપસ્તંબ પરિભાષાસૂત્ર : જુઓ, કલ્પ
વધુ વાંચો >આપસ્તંબ શ્રૌતસૂત્ર
આપસ્તંબ શ્રૌતસૂત્ર : જુઓ, કલ્પ
વધુ વાંચો >આભાસવાદ
આભાસવાદ : કાશ્મીરના અદ્વૈતવાદી શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાન્ત. પૂર્ણપણે અદ્વૈતવાદી શૈવ દર્શન કાશ્મીરમાં નવમા સૈકાના પૂર્વાર્ધમાં ઉદભવ્યું. તે આભાસવાદ, સ્વાતંત્ર્યવાદ, ત્રિક દર્શન, કાશ્મીર શૈવ દર્શન એમ અલગ અલગ નામે ઓળખાય છે. શિવસૂત્રના કર્તા વસુગુપ્ત (ઈ. સ. 825) તેના પ્રથમ પુરસ્કર્તા કહી શકાય. ‘શિવદૃષ્ટિ’ના કર્તા સોમાનંદે (9મી સદી) મુક્તિના અપૂર્વ ઉપાય…
વધુ વાંચો >આયારંગસુત્ત (આચારાંગસૂત્ર)
આયારંગસુત્ત (આચારાંગસૂત્ર) : જૈન શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દ્વાદશાંગમાંનો મહત્વનો સૂત્રગ્રંથ. તેને અંગોનો સાર કહ્યો છે. જ્ઞાતાધર્મકથાઓમાં એનો સામાયિક નામે ઉલ્લેખ કરેલો છે. આમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે. તે બંભચેર (બ્રહ્મચર્ય) કહેવાય છે. તેમાં 44 ઉદ્દેશક છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં 16 અધ્યયન છે, જે ત્રણ ચૂલિકાઓમાં વિભક્ત છે.…
વધુ વાંચો >આરતી
આરતી : षोडशोपचारपूजा-સોળ ઉપચારોવાળી પૂજાનો એક ભાગ. ઉપચાર એટલે સેવાપ્રકાર. ‘આરતી’ શબ્દ સંસ્કૃત ‘आरात्रिक’, ‘आर्तिक्य’ કે ‘आर्तिक’ શબ્દ પરથી બન્યો છે. હિન્દુ ધર્મના ભક્તિ-સંપ્રદાયમાં પૂજાવિધિના અંતભાગમાં એક ખાસ પાત્રમાં પાંચ અથવા એકી સંખ્યામાં ઘીના દીવા પ્રકટાવી ઇષ્ટની પ્રતિમા સમક્ષ તે પાત્રને ઘડિયાળના કાંટાની દિશામાં, વચ્ચે વચ્ચે અટકીને, ગોળ ગોળ ફેરવવામાં…
વધુ વાંચો >આરુણિ ઉદ્દાલક
આરુણિ ઉદ્દાલક : ઉપનિષદોમાં ઉલ્લેખ પામેલ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા અરુણિ ઋષિનો પુત્ર અને ધૌમ્ય ઋષિનો શિષ્ય. અરુણિનો પુત્ર હોવાથી ‘આરુણિ’ તરીકે સંબોધાતો. આરુણિને સામાજિક વિધિ-નિષેધોના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મવિદ્યા પર એનો વિશેષ અધિકાર હતો. ગુરુને ત્યાં એ વિદ્યાર્થી અવસ્થામાં રહેતો હતો ત્યારે એક સમયે ગુરુએ આજ્ઞા કરી કે…
વધુ વાંચો >આર્ચબિશપ
આર્ચબિશપ : ખ્રિસ્તી દેવળમાં પ્રાંતના અન્ય બિશપોથી અધિક કાર્યક્ષેત્ર ધરાવતા ધર્માધ્યક્ષ. ચોથી સદીમાં પૂર્વીય દેવળમાં કેટલાક બિશપોને સન્માન રૂપે આર્ચબિશપનું પદ અપાતું. પશ્ચિમના દેવળમાં સાતમી સદી સુધી આ પદ બહુ ઓછું જાણીતું હતું, પણ પછી અન્ય બિશપો કરતાં પોતાની શ્રેષ્ઠતા જમાવવા શહેરી બિશપોએ આર્ચબિશપનું પદ ધારણ કરવા માંડેલું. સોળમી સદીમાં…
વધુ વાંચો >