Religious mythology

આગમ

આગમ : સગુણ ઈશ્વરની ઉપાસનાનું નિરૂપણ કરતાં વિશિષ્ટ શાસ્ત્રો. આગમોની રચના ઉપનિષદો પછી થયાનું જણાય છે. આને માટે બે કારણો અપાય છે. પહેલું અહીં સુધી આવતાં વૈદિક  આચારો બહુ ક્ષીણ થઈ ગયા હતા, બીજું આ કાળમાં એક વિરાટ જનસમુદાય હિંદુ ધર્મમાં પ્રવેશ પામ્યો હતો, જેમને હિંદુ ધર્મ તેમજ તેની ઉપાસનાપદ્ધતિનું…

વધુ વાંચો >

આચાર્ય, શાંતિદેવ

આચાર્ય, શાંતિદેવ (જ. 650 લગભગ, સુરઠ, સૌરાષ્ટ્ર; અ. 763) : ગુજરાતના વિશ્વવિખ્યાત બૌદ્ધ આચાર્ય. તે રાજકુમાર હતા. તેઓ શ્રી હર્ષના પુત્ર શીલના સમકાલીન હોવાના ઉલ્લેખો મળે છે. તેમના પિતાનાં ભિન્ન ભિન્ન નામો મળે છે : શીલ, કલ્યાણવર્મા, મંજુવર્મા આદિ. સમકાલીન રાજા ધરસેન શ્રી હર્ષનો દૌહિત્ર હતો; પણ શ્રી હર્ષ અપુત્ર…

વધુ વાંચો >

આજીવિક

આજીવિક : શ્રમણ પરંપરાની એક શાખા. જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક પણ શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન-બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ-મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા – ખાસ કરીને મગધ અને કોસલમાં, રાજપુરુષો સહિત સમાજના વિવિધ…

વધુ વાંચો >

આણંદજી કલ્યાણજીની પેઢી

આણંદજી કલ્યાણજીની પેઢી : અખિલ ભારતીય શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની પ્રતિનિધિરૂપ આ સંસ્થા તીર્થરક્ષાર્થે ઉદભવેલી. પાલીતાણાના પ્રાચીન જૈન શત્રુંજયગિરિતીર્થનો વહીવટ અમદાવાદમાં કેન્દ્રિત થયો તેમાંથી પેઢીનો જન્મ થયો. એનાં નામઘટક પદો કેવળ ધ્યેયસૂચક છે, વ્યક્તિસૂચક નહિ. આ લબ્ધપ્રતિષ્ઠ પેઢીને વીસમી સદીમાં બીજાં તીર્થો પણ સોંપાયાં. ગુજરાતનાં તારંગા, કુંભારિયાજી, ગિરનાર, શેરીસા; મધ્યપ્રદેશનું મક્ષીજી;…

વધુ વાંચો >

આત્મા

આત્મા એક સ્વતંત્ર ચેતનતત્વ. ચાર્વાક દર્શન સ્વતંત્ર ચેતનતત્વને માનતું નથી અને જ્ઞાનને ચાર ભૂતોના સંયોજનથી ઉદભવતો ગુણ (emergent quality) ગણે છે. અર્થાત્ ચાર ભૂતોથી સ્વતંત્ર, આ ગુણના આશ્રયભૂત ચેતનદ્રવ્ય તેમણે સ્વીકાર્યું નથી. જૈન અને બૌદ્ધ દર્શન જણાવે છે કે જ્ઞાનગુણ ભૌતિક ગુણોથી એટલો વિલક્ષણ છે કે તે ચાર ભૂતોમાંથી ઉદભવી…

વધુ વાંચો >

આત્માનંદ

આત્માનંદ : ઋગ્વેદના એક ભાષ્યકાર (ચૌદમી સદી પહેલાં). ઋગ્વેદના સુપ્રસિદ્ધ અસ્ય વામીય સૂક્ત (ઋ. વે. 1-164) પર તેમનું ભાષ્ય પ્રાપ્ત થાય છે. સ્કંદ, ઉદગીથ, ભાસ્કર વગેરે ભાષ્યકારોનો તેઓ નામથી ઉલ્લેખ કરે છે, પરંતુ સાયણાચાર્યનો ક્યાંય ઉલ્લેખ કરતા નથી. આથી વિદ્વાનો માને છે કે તેઓ સાયણાચાર્ય પહેલાં એટલે ઈ. સ.ની ચૌદમી…

વધુ વાંચો >

આદિ ગ્રંથ

આદિ ગ્રંથ : જુઓ, ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)

વધુ વાંચો >

આનંદતીર્થ

આનંદતીર્થ : જુઓ, મધ્વાચાર્ય.

વધુ વાંચો >

આન્વીક્ષિકી

આન્વીક્ષિકી : પ્રાચીન ભારતની 14માંની એક વિદ્યા. અન્વીક્ષાથી પ્રવૃત્ત થાય તે, ન્યાયવિદ્યા. ધર્મસૂત્રોમાં અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (ઈ. પૂ. 400) રાજાના વિદ્યાભ્યાસ માટે ત્રયી આન્વીક્ષિકી વાર્તા (કૃષિ, પશુપાલન, વાણિજ્ય) અને દંડનીતિ – એ વિષયોની ભલામણ કરી છે. ગૌતમપ્રણીત ન્યાયસૂત્રના પ્રથમ સૂત્રમાં ન્યાયદર્શનના 16 પદાર્થો ગણાવ્યા છે – પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન…

વધુ વાંચો >

આપ

આપ (आप:) : અન્ય પ્રાકૃતિક તત્વોની જેમ દૈવીકરણ પામેલાં જળ. આ દિવ્ય જળ સ્વયં शंद्रु અને पावका: હોવાથી વાત્સલ્યપૂર્ણ માતાઓ અને વરપ્રદાયિની દેવીઓના સ્વરૂપે અન્યને પાવન કરે છે. નૈતિક અપરાધો, હિંસાત્મક અત્યાચારો, અસત્ય વ્યવહારો, શાપોચ્ચારો વગેરે પાપો-કલંકોનાં પ્રમાર્જન તથા વ્યાધિમુક્તિ, દીર્ઘાયુષ્યલાભ અને અમરત્વપ્રાપ્તિ માટે સ્તોતા आप:નું આ પ્રકારે આહ્વાન કરે…

વધુ વાંચો >