Religious mythology

યાજુષ સર્વાનુક્રમણી

યાજુષ સર્વાનુક્રમણી : યજુર્વેદની વિવિધ સૂચિઓનો ગ્રંથ. વેદના અભ્યાસ માટે વેદાંગો જેવું જ સહાયક સર્વાનુક્રમણી સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સર્વાનુક્રમણી એટલે વેદના દેવ, છંદ વિશેનો શબ્દસંગ્રહ (concordance) એમ કહી શકાય. વિશેષ સંદર્ભને માટે આ સર્વાનુક્રમણીઓ ઉપયોગી બની. પ્રત્યેક વેદ અને તેની શાખા માટે અલગ સર્વાનુક્રમણી રચવામાં આવી. વેદનાં છંદ, ઋષિ,…

વધુ વાંચો >

યામુનાચાર્ય

યામુનાચાર્ય (જ. 918, દક્ષિણ ભારત; અ. 1038) : વૈષ્ણવ ભક્તિસંપ્રદાયના વિદ્વાન લેખક, આચાર્ય. તેમનું બીજું નામ હતું આલ વન્દાર. યમુનાતીરે વાસ કરતા દાદા નાથમુનિની ઇચ્છાથી, પિતા ઈશ્વરમુનિએ તેમનું નામ ‘યામુન’ પાડ્યું હતું. નાથમુનિ પછી, શિષ્ય-પરંપરા પ્રમાણે ક્રમશ: પુણ્ડરીક અને રામ મિશ્ર આચાર્યપદ પર આવ્યા હતા. ઈ. સ. 973માં એ પદ…

વધુ વાંચો >

યારીસાહેબ

યારીસાહેબ (જ. ઈ. સ. 1668; અ. ઈ. સ. 1723) : બાવરી પંથના દિલ્હી કેન્દ્રના પ્રસિદ્ધ સંત. એમનું વાસ્તવિક નામ યાર મુહમ્મદ હતું. તેઓ સંભવતઃ કોઈ શાહી પરિવાર સાથે સંકળાયેલા હતા. ત્યાંથી ઐશ્વર્યમય જીવન ત્યજીને સંતજીવનનો સ્વીકાર કર્યો. યારીસાહેબના પાંચ શિષ્યો પ્રસિદ્ધ હતા : કેશવદાસ, સૂફીશાહ, શેખન શાહ, હસનમુહમ્મદ અને બૂલાસાહેબ.…

વધુ વાંચો >

યુગ્મદેવતા

યુગ્મદેવતા : વૈદિક સૂક્તોમાં જેમની એક સાથે સ્તુતિ થઈ હોય એવા જોડિયા દેવો. વૈદિક સાહિત્ય સ્તુતિપ્રધાન છે. તેમાં દેવોની વિવિધ સ્તુતિઓ છે. વૈદિક દેવતાને કાર્યના સંદર્ભમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) સ્વતંત્ર, (2) યુગ્મ, (3) ગણ. આ વિભાજન દેવતાના કાર્યને અનુલક્ષીને હોય છે તેવો સૂર્યકાન્ત અને મેકડૉનલનો મત…

વધુ વાંચો >

યુધિષ્ઠિર

યુધિષ્ઠિર : મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાકાવ્ય ‘મહાભારત’નું મુખ્ય પાત્ર. સોમવંશી પુરુકુળના રાજા અજમીઢના વંશના કુરુરાજાના પુત્ર જહનુ રાજાના પુત્ર પાંડુની પત્ની કુંતીને ધર્મદેવ કે યમદેવના મંત્ર વડે જન્મેલો પુત્ર તે યુધિષ્ઠિર. તેમને ધર્મરાજા કહેવામાં આવ્યા છે. બાળપણથી જ તે પાપભીરુ, દયાળુ અને તમામની સાથે મિત્રભાવે વર્તનાર હતા. એ પછી કૃપાચાર્ય…

વધુ વાંચો >

યોગેશ્વર

યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા.…

વધુ વાંચો >

રતિ

રતિ : પ્રેમ અને સૌંદર્યના દેવતા કામદેવની પત્ની. રતિનો ઉલ્લેખ પ્રાચીન કાળથી વેદ, શતપથ બ્રાહ્મણ અને ઉપનિષદોમાં પણ મળે છે. પરંપરામાં એને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે. પૌરાણિક પરંપરામુજબ તે દક્ષની પુત્રી અને શતપથ બ્રાહ્મણ અનુસાર એ ગંધર્વ કન્યા હોવાનું મનાય છે. જોકે દક્ષ અને ગંધર્વ આ બંને જાતિઓ…

વધુ વાંચો >

રવિભાણ સંપ્રદાય

રવિભાણ સંપ્રદાય : રવિસાહેબ અને તેમના ગુરુ ભાણસાહેબે પ્રવર્તાવેલો સંપ્રદાય. રવિભાણ સંપ્રદાય નામાભિધાનમાં બે વ્યક્તિનામો અથવા બે વિભૂતિનામોનો સમાસ છે. એક રવિ અને બીજા ભાણ. રવિ એટલે ભાણસાહેબના શિષ્ય રવિસાહેબ અને ભાણસાહેબ એટલે ગુજરાતમાં રામકબીરિયા શાખાના પ્રવર્તક અને રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે. આમ રવિભાણ સંપ્રદાયનું…

વધુ વાંચો >

રંગ અવધૂત

રંગ અવધૂત (જ. 21 નવેમ્બર 1898, ગોધરા; અ. 19 નવેમ્બર 1968, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : નારેશ્વરના લોકપ્રિય અવધૂતી સંત. મૂળ નામ પાંડુરંગ. ગોધરામાં સ્થિર થયેલા મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ વતની રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના. પિતાનું નામ વિઠ્ઠલ વળામે અને માતાનું નામ રુક્મિણી. પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન…

વધુ વાંચો >

રંભા

રંભા : કશ્યપ અને પ્રાધાની કન્યા. એક અતિ સુંદર અપ્સરા. તે કુબેરની સભામાં નૃત્ય દ્વારા મનોરંજન કરાવતી હતી. કુબેરના પુત્ર નલ-કુબેર સાથે એ પત્ની રૂપે રહેતી હતી. રાવણે એનો ઉપહાસ કરતાં રંભાએ રાવણને શાપ આપેલો કે તે કોઈ પણ સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેણે તેના પ્રાણ ગુમાવવા…

વધુ વાંચો >