Religious mythology
માધવભટ્ટ (ભાષ્યકાર)
માધવભટ્ટ (ભાષ્યકાર) (ઈ.સ. 700ની આસપાસ) : સામવેદ પરના ‘વિવરણ’ નામના ભાષ્યના લેખક. બાણભટ્ટ ‘કાદંબરી’ના મંગલશ્લોકોમાં પોતાના મિત્ર તરીકે નારાયણ ભટ્ટનો ઉલ્લેખ કરે છે. આ નારાયણ ભટ્ટ માધવભટ્ટના પિતા હતા. તેથી માધવને બાણભટ્ટના યુવાન સમકાલીન કહી શકાય. માધવભટ્ટે સામવેદના પૂર્વાર્ધ પર ‘છંદરસિકા’ નામની ટીકા લખી છે. તેમણે સામવેદના ઉત્તરાર્ચિક પર ‘ઉત્તર-વિવરણ’…
વધુ વાંચો >માનસરોવર
માનસરોવર : હિમાલયમાં કૈલાસ હારમાળાની દક્ષિણે આશરે 30 કિમી. અંતરે આવેલું મીઠા પાણીનું સરોવર. ભૌગોલિક સ્થાન : 30° 40´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે. તે ચીન હસ્તક રહેલા તિબેટના નૈર્ઋત્ય ભાગમાં અને નેપાળથી વાયવ્ય દિશામાં આવેલું છે. તેની ઉત્તરે કૈલાસ પર્વત, દક્ષિણે ગુર્લા માધાંતા પર્વત તથા પશ્ચિમે રાક્સતાલ…
વધુ વાંચો >મામૈયા દેવ
મામૈયા દેવ : કચ્છના સિદ્ધ પુરુષ. તે હરિજન કોમમાં જન્મ્યા હતા. ‘યદુવંશ-પ્રકાશ’ અનુસાર તેમની તેરમી પેઢીના વડવા માતંગ દેવ વિશે એવી દંતકથા પ્રવર્તે છે કે તેમના પિતા વિદ્વાન બ્રાહ્મણ હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત હતા. તેમનું અવસાન થતાં તેમના 4 પુત્રો પૈકી 3 તેમની ઉત્તરક્રિયામાં વ્યસ્ત હતા ત્યારે તેમનો સૌથી નાનો…
વધુ વાંચો >માર્કંડેયપુરાણ
માર્કંડેયપુરાણ : ભારતીય પુરાણસાહિત્યમાંનું એક જાણીતું પુરાણ. પ્રસિદ્ધ અઢાર પુરાણોમાં માર્કંડેયપુરાણ સાતમું છે. તેમાં કુલ 136 અધ્યાયો છે. આ અધ્યાયોને 1થી 9, 10થી 44, 45થી 77, 78થી 93 અને 94થી 136 –એમ પાંચ વિભાગોમાં વહેંચી શકાય. છેલ્લો અધ્યાય પ્રથમ વિભાગની ફલશ્રુતિ જેવો છે. પ્રથમ વિભાગના અ. 1થી 9માં માર્કંડેય ઋષિ…
વધુ વાંચો >માર્સ
માર્સ : પ્રાચીન રોમન દેવતા. આ દેવતાને નગરના સંરક્ષક–અધિષ્ઠાતા તરીકે માનવામાં આવતા અને સાથે સાથે યુદ્ધના દેવતા તરીકે પણ એમની ગણના થતી હતી. રોમનો ગ્રીક પ્રજાના દેવતા એરીસ સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ જુએ છે. સૅબાઇન ભાષામાં અને ઓસ્કાન ભાષામાં માર્સનું નામ મેમર્સ હતું અને માર્સ એ મેવર્સ કે મેયૉર્સનું સંક્ષિપ્ત…
વધુ વાંચો >મા શારદામણિદેવી
મા શારદામણિદેવી (જ. 1853, બાંકુડા, જયરામવાડી, પં. બંગાળ; અ. 20 જુલાઈ 1920, કોલકાતા) : આધુનિક ભારતનાં અગ્રણી મહિલા-સંતોમાંનાં એક. રામકૃષ્ણ પરમહંસનાં સહધર્મચારિણી. પિતાનું નામ રામચંદ્ર મુખોપાધ્યાય. માતાનું નામ શ્યામસુંદરીદેવી. દંપતી ધનની બાબતે દરિદ્ર હતાં, પણ સંસ્કાર તથા ધર્મભાવનામાં અતિસમૃદ્ધ હતાં. કહે છે કે દંપતીને સ્વપ્નમાં એક સુંદર બાલિકાએ દેખા દઈને…
વધુ વાંચો >મા સર્વેશ્વરી
મા સર્વેશ્વરી (જ. 13 નવેમ્બર 1943; કપૂરા, જિ. સૂરત) : ભારતનાં એક અગ્રગણ્ય સિધ્ધસંત. પૂર્વાશ્રમનું નામ સરોજબહેન ભક્ત. રામકબીર ભક્ત સમાજના સંસ્કારી, પ્રભુપ્રેમી અને સંપૂર્ણ રાષ્ટ્રપ્રેમે રંગાયેલા કુટુંબમાં, પિતા કાલિદાસભાઈ ભક્ત અને માતા ભીખીબાનાં સૌથી નાનાં પુત્રી. પૂ. શ્રી યોગેશ્વરજીએ 1978માં એમને ‘સર્વેશ્વરી’ નામ અર્પણ કર્યું, ત્યારથી એ નામે તેઓ…
વધુ વાંચો >માહેશ્વર સંપ્રદાય
માહેશ્વર સંપ્રદાય : જુઓ પાશુપત સંપ્રદાય.
વધુ વાંચો >માંડુકાયનસંહિતા
માંડુકાયનસંહિતા : જુઓ ઋગ્વેદ
વધુ વાંચો >મિકાડો-પૂજા
મિકાડો-પૂજા : જાપાનના સમ્રાટની પૂજા. જાપાનના સમ્રાટનું બિરુદ મિકાડો છે. મિકાડો દેવનો અવતાર છે, તેમની સત્તા પણ દેવના જેવી છે એવી દૃઢ માન્યતા જાપાની પ્રજામાં પ્રવર્તે છે. પવિત્રતા એ શિન્તો ધર્મની નૈતિકતાનો પાયો છે. જાપાનનો રાજા મિકાડો પણ સમસ્ત દેશની શુદ્ધિ-પવિત્રતા માટે તથા પ્રજાના પાપ, ચોરી, વ્યભિચાર, મારામારી વગેરેથી થયેલા…
વધુ વાંચો >