Religious mythology
મહાસિદ્ધિ
મહાસિદ્ધિ : જુઓ અષ્ટસિદ્ધિ
વધુ વાંચો >મહિદાસ ઐતરેય
મહિદાસ ઐતરેય : એ નામના એક પૌરાણિક મહર્ષિ. એમના પિતા એક ઋષિ હતા. એ ઋષિને પોતાના વર્ણની પત્ની ઉપરાંત ઇતર વર્ણની પત્નીઓ પણ હતી. એમાંની એકનું નામ ‘ઇતરા’ હતું. ઋષિ જેટલો ભાવ સમાન વર્ણની પત્નીઓના પુત્રો પર રાખતા, તેટલો ભાવ ઇતરાના પુત્ર પર રાખતા નહિ. કહે છે કે એક યજ્ઞમંડળીમાં…
વધુ વાંચો >મહુડી
મહુડી : જુઓ બુદ્ધિસાગરસૂરિ
વધુ વાંચો >મહેદવી પંથ
મહેદવી પંથ : ભારતમાં મધ્યકાલમાં પ્રગટેલો ઇસ્લામનો એક ઉદારવાદી પંથ. તેના અનુયાયીઓ ‘ગયર મેહદી’ કે કયામત પહેલાં આવનાર ઇમામ મહેદીમાં નહિ માનતા હોવાથી પોતાને મહેદવી તરીકે ઓળખાવતા. ઇસ્લામની માન્યતા છે કે આ દુનિયા પર પાપ વધી જશે અને ઇસ્લામમાંથી લોકોનું યકીન ઘટી જશે ત્યારે કયામત પહેલાં ઇમામ મહેદી આવીને સાત…
વધુ વાંચો >મહેશ યોગી, મહર્ષિ
મહેશ યોગી, મહર્ષિ (જ. 1911, ભારત) : ભાવાતીત ધ્યાન નામના વિશિષ્ટ યોગપ્રકારના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. યોગસાધના તરફ તે વળ્યા તે પૂર્વેના તેમના જીવન વિશે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. થોડોક સમય કારખાનાંઓમાં કામ કર્યા પછી તેઓ જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય…
વધુ વાંચો >મંજુશ્રી
મંજુશ્રી : બૌદ્ધ ધર્મની મહાયાન શાખાના બોધિસત્વ તરીકે પ્રસિદ્ધ સંત. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યું છે કે મંજૂશ્રીની પૂજા માનવીમાં ડહાપણ, અપૂર્વ યાદદાસ્ત, બૌદ્ધિકક્ષમતા, વાકચાતુર્ય અને ધાર્મિક રહસ્યને સમજવાની શક્તિ આપે છે. આથી ઘણા લોકો તેમની વિવિધ સ્વરૂપે પૂજા કરે છે. બૌદ્ધ ગ્રંથો એમને શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ) સાથે સાંકળે છે. નામસંગીતિ નામના…
વધુ વાંચો >મંથરા
મંથરા : વાલ્મીકિના રામાયણનું ગૌણ પાત્ર. ભગવાન રામના પિતા દશરથની ત્રીજી પત્ની કૈકેયીની તે દાસી હતી. કૈકેયીના પિયરથી તે તેની સાથે આવેલી. કૈકયનો પ્રદેશ હાલના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આવેલો મનાય છે. પૂર્વજન્મમાં મંથરા દુંદુભિ નામની ગંધર્વસ્ત્રી હતી. શરીરે ત્રણ ઠેકાણેથી તે વાંકી હોવાથી તેનું બીજું નામ ‘ત્રિવક્રા’ પણ હતું. મંથરા…
વધુ વાંચો >મા આનંદમયી
મા આનંદમયી (જ. 30 એપ્રિલ 1896, ખેવડા, ત્રિપુરા; અ. 27 ઑગસ્ટ 1982) : વર્તમાન ભારતનાં અગ્રણી મહિલા સંતોમાંનાં એક. પિતા બિપિનબિહારી ભટ્ટાચાર્ય વિદ્યાકૂટ(હવે બાંગલાદેશમાં)ના ઈશ્વરભક્ત બ્રાહ્મણ કવિ હતા. માતા મોક્ષદાસુંદરી આદર્શ આર્ય ગૃહિણી હતાં. માનું બાળપણનું નામ નિર્મલાસુંદરી. બાળપણમાં જ તેમનામાં આધ્યાત્મિક લક્ષણો પ્રગટવા લાગ્યાં. તેજસ્વી સૌંદર્યવાળાં, પ્રેમભાજન, આજ્ઞાંકિત, સહાય…
વધુ વાંચો >માતાનો મઢ
માતાનો મઢ : કચ્છના પશ્ચિમ કિનારે ભુજથી 100 કિમી. દૂર આવેલું કચ્છના રાજવીઓનાં કુળદેવી મા આશાપુરાનું મંદિર. મા આશાપુરા એ મહાલક્ષ્મી-મહાકાળી-મહાસરસ્વતીનું સ્વરૂપ છે. ભાવિકોનો એક વર્ગ તેમને આઈ આવળનું સ્વરૂપ માને છે. એક કિંવદંતી અનુસાર, 1,500 વર્ષ પહેલાં મારવાડનો દેવચંદ વેપારી તેની વણજાર સાથે હાલના મઢના સ્થાનકે નવરાત્રિ કરવા રોકાયેલો.…
વધુ વાંચો >માદ્રી
માદ્રી : વ્યાસે રચેલા ‘મહાભારત’ મહાકાવ્યનું મહત્વનું સ્ત્રીપાત્ર. તે કુરુવંશના રાજા પાંડુની પત્ની હતી. મદ્ર પ્રદેશના રિવાજ મુજબ, ત્યાંના રાજા શલ્યને કન્યાશુલ્ક રૂપે પુષ્કળ ધનસુવર્ણ આપીને ભીષ્મે પાંડુ રાજા માટે તેની પસંદગી કરી હતી. આ અતિ સૌંદર્યવતી માદ્રી પૌરાણિક કથા અનુસાર ધૃતિદેવીનો અવતાર હતી. હસ્તિનાપુરનો નિવાસ પાંડુ રાજાના સ્વાસ્થ્યને અનુકૂળ…
વધુ વાંચો >