Religious mythology
ભરત
ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ. જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય…
વધુ વાંચો >ભરત (રઘુવંશી)
ભરત (રઘુવંશી) : રામાયણનું પ્રસિદ્ધ પાત્ર. ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુ-બંધુ હતો. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં, રામનાં લગ્ન મિથિલાધિપ જનકની પુત્રી સીતા સાથે થયાં, ત્યારે ભરતનાં લગ્ન પણ જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયાં હતાં. ત્યારપછી તુરત જ તે મામા યુધાજિત સાથે કેકય…
વધુ વાંચો >ભરતેશ્વરબાહુબલિરાસ
ભરતેશ્વરબાહુબલિરાસ : જૈન કવિ શાલિભદ્રસૂરિની ઈ. સ. 1185માં રચાયેલી રાસકૃતિ. તે પ્રાચીન ગૂર્જર ભાષાના પ્રારંભિક તબક્કાની કૃતિ લેખે મહત્વની છે. દુહા, ચોપાઈ, રોળા, સોરઠા વગેરે છંદોની દેશીઓની બનેલી આ રચના 14 ઠવણી(સં. स्थपनिका = સ્થાપના = ખંડ)ની 203 કડીઓમાં વહેંચાયેલી છે. ભિન્ન ભિન્ન ગેય દેશીઓમાં વચ્ચે વસ્તુ છંદ(કડી 16-17, 77-78,…
વધુ વાંચો >ભવિષ્યપુરાણ
ભવિષ્યપુરાણ : એક ભારતીય મહાપુરાણ. વર્તમાન ભવિષ્ય-પુરાણમાં 28,000 જેટલા શ્લોક છે. એનું આ નામ એટલા માટે પડ્યું કે એમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનું વર્ણન છે. એમાં મુસલમાનો અને અંગ્રેજોનાં આક્રમણોનું વર્ણન મળે છે. વસ્તુત: છેક ઓગણીસમી સદી સુધી આ પુરાણમાં નવી નવી ઘટનાઓનું વર્ણન ઉમેરાતું રહ્યું છે; તેને લઈને આ પુરાણનું…
વધુ વાંચો >ભાગવતપુરાણ
ભાગવતપુરાણ : ભારતીય 18 મુખ્ય પુરાણોમાંનું જાણીતું 8મું પુરાણ. ભાગવત પારમહંસ સંહિતા ગણાય છે. વિવિધ દાર્શનિક ઉપદેશ, જીવનદર્શન, વિવિધ ભગવત્સ્તુતિઓ, ભૂગોળ, ખગોળ આદિનું નિરૂપણ કરતા ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર કેન્દ્રસ્થાને છે. ભાગવતપુરાણમાં 12 સ્કન્ધ છે; 335 અધ્યાય અને 18 હજાર શ્લોક છે એ વાત સર્વસ્વીકૃત છે. આમ છતાં અધ્યાય અને…
વધુ વાંચો >ભાગવત સંપ્રદાય
ભાગવત સંપ્રદાય : હિંદુ ધર્મનો બહુધા વૈષ્ણવ સંપ્રદાય નામે ઓળખાતો પ્રાચીન સંપ્રદાય. ભગવાન અને તેના અવતારોમાં આસ્થા તેમજ તેની ભક્તિ – એ તત્વોને લીધે તેની લોકપ્રિયતા વિશેષ થયેલી જોવામાં આવે છે. સંપ્રદાયના મુખ્ય ઉપાસ્ય દેવ વાસુદેવ છે. તેઓ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, ઐશ્વર્ય અને તેજ – એ છ ગુણોથી પરિપૂર્ણ…
વધુ વાંચો >ભિખ્ખુ
ભિખ્ખુ : બૌદ્ધ ધર્મનો સાધુ. તે નમ્ર, ગુરુની આજ્ઞાનો પાલક, કષ્ટ અને વિઘ્ન સહન કરનારો, પવિત્ર અંત:કરણવાળો, સ્થિર મનનો અને બીજાએ આપેલ ભોજનથી જીવન વિતાવનારો હોય છે. ભિક્ષુઓમાં સંન્યાસી, બ્રહ્મચારી, વિદ્યાર્થી, ગુરુનું પોષણ કરનાર, પ્રવાસી અને પરાન્નભોજી એવા 6 પ્રકારો હોય છે. બ્રહ્મદેશમાં તેને પુંગી કહે છે અને તે લોકોની…
વધુ વાંચો >ભીખાનંદી પંથ
ભીખાનંદી પંથ : ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રચલિત અદ્વૈતવાદી ભક્તિસંપ્રદાય. આઝમગઢ(ઉ.પ્ર.)ના ખાનપુર બોહના ગામના સંત ભીખાનંદે (જ. ઈ. સ. 1714; અ. 1792) આ પંથ પ્રવર્તાવ્યો હતો. બ્રાહ્મણ (ચોબે) પરિવારના ભીખાનંદને નાનપણથી જ સાધુસંતોની સંગત પસંદ હતી. 12મે વર્ષે તેમને સંસારમાં જોડવા માટે તેમનાં લગ્ન લેવાયાં ત્યારે તે ઘર છોડીને દેશાટન માટે…
વધુ વાંચો >ભીમ (1)
ભીમ (1) : મહાભારતનું જાણીતું પાત્ર. ભીમ તે ચંદ્રવંશી રાજા પાંડુની જ્યેષ્ઠ પત્ની કુન્તીના ત્રણમાંનો વચેટ પુત્ર અને પાંચમાંનો દ્વિતીય પાંડવ. વાયુદેવના મંત્રપ્રભાવથી જન્મેલા આ વાયુપુત્રનું શારીરિક બળ અસામાન્ય અને ભયપ્રદ હોવાથી તેને ‘ભીમ’ નામ મળ્યું. અતિપ્રદીપ્ત જઠરાગ્નિને કારણે તેનો આહાર અતિશય હોવાથી તે ‘વૃકોદર’ પણ કહેવાતો. બલરામનો આ શિષ્ય…
વધુ વાંચો >ભીષ્મ
ભીષ્મ : મહાભારતનું જાણીતું પાત્ર. રાજા શંતનુને ગંગાથી મળેલા આઠમાંના કનિષ્ઠ પુત્ર ગાંગેયની દેહકાંતિ દેવ જેવી દેદીપ્યમાન અને વ્રત-નિષ્ઠા નિશ્ચલ હોવાથી, તેમને ‘દેવવ્રત’ નામ મળ્યું. તેમના સાત અંગ્રજો મૃત્યુ પામ્યા હોવાથી, રાજ્યના તેઓ અધિકૃત વારસ હતા. દ્યુ નામના વસુના તેઓ અવતાર હતા. ‘પોતાનો દૌહિત્ર જ શંતનુ પછી રાજ્ય-વારસ બને’ એવી…
વધુ વાંચો >