Religious mythology

બ્રહ્મા

બ્રહ્મા : હિંદુ ધર્મમાં ‘ત્રિમૂર્તિ’સ્વરૂપમાંના સૌપ્રથમ દેવતા. સૃષ્ટિ–સૃજનનું ઉત્તરદાયિત્વ તેમનું છે. સૃષ્ટિ-સૃજન પહેલાં, તે અમૂર્ત અને કેવલાત્મા બ્રહ્મ હતા, પરંતુ રજોગુણ સાથે સંલગ્ન થતાં બ્રહ્મા બન્યા. બ્રહ્માના સૃષ્ટિ-સર્જનકાર્ય વિશે ધાર્મિક ઇતિહાસમાં વિવિધ વૃતાન્તો મળે છે. ભાગવતમાંના વૃત્તાન્ત પ્રમાણે, બ્રહ્મે સૃષ્ટિ-સર્જન અર્થે બ્રહ્માને સર્જ્યા. જ્યાં સત્-અસત્ એકેય નહોતાં એવા અસીમ અવકાશમાં…

વધુ વાંચો >

બ્રહ્માણી (માતૃકા)

બ્રહ્માણી (માતૃકા) : સપ્તમાતૃકાઓ પૈકીની એક માતૃકા. આ માતૃકાની ગુજરાતમાં અનેક જ્ઞાતિઓની કુળદેવતા તરીકે પૂજા થતી જોવામાં આવે છે અને તેનાં સ્વતંત્ર મંદિરો પણ ક્યાંક ક્યાંક નજરે પડે છે. સાધારણ રીતે બ્રહ્માની પૂજા થતી નથી પરંતુ બ્રહ્માણીની પૂજા થાય છે. આ દેવીનું સ્વરૂપ બ્રહ્માજીને મળતું હોય છે. તેમને ચાર મુખ…

વધુ વાંચો >

બ્રહ્માંડપુરાણ

બ્રહ્માંડપુરાણ : અઢાર ભારતીય પુરાણો પૈકીનો અઢારમો પુરાણગ્રંથ. વિષ્ણુપુરાણ, માર્કંડેય પુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણની અનુક્રમણિકાઓમાં તેનો અઢારમા પુરાણ તરીકે ઉલ્લેખ છે. તેમાં દેવીભાગવત અનુસાર 12,100 અને મત્સ્યપુરાણ અનુસાર 12,200 શ્લોકો છે; જ્યારે ભાગવત, નારદીય અને બ્રહ્મવૈવર્તપુરાણની અનુક્રમણિકા અનુસાર 12,000 શ્લોકો આ પુરાણમાં છે. તેમાં 109 અધ્યાયો છે. બ્રહ્માએ…

વધુ વાંચો >

ભક્તિભાવના

ભક્તિભાવના : જગતના તમામ ધર્મોમાં ઇષ્ટદેવ પ્રત્યે સેવાતો ભક્તિભાવ. પૂજા, પ્રાર્થના, ભજન, કીર્તન અને જુદાં જુદાં વ્રતો તેમજ ઉત્સવો દ્વારા આ ભક્તિભાવને અભિવ્યક્ત કરવામાં આવે છે. દરેક ધર્મમાં પોતપોતાના ઇષ્ટદેવ કે ઈશ્વરને દિવ્ય અને અલૌકિક તત્વ માનવામાં આવે છે. આ દિવ્ય અને અલૌકિક તત્વ આ જગતમાં પ્રત્યક્ષ રીતે દૃષ્ટિગોચર થતું…

વધુ વાંચો >

ભગત, કહળસંગ

ભગત, કહળસંગ (જ. 1843; અ. 21 જાન્યુઆરી 1894, સમઢિયાળા); ગંગાસતી (જ.?; અ. 15 માર્ચ 1894, સમઢિયાળા); પાનબાઈ (જ. ?; અ. 19 માર્ચ 1894, સમઢિયાળા) : જાતિ કે વર્ણના ભેદભાવ વગર જીવન જીવી અનન્ય ભક્તિથી પરમતત્વની અનુભૂતિ કરનાર, સૌરાષ્ટ્રની સંતત્રિપુટી. સંતભક્ત કવિ કહળસંગ, કવયિત્રી ગંગાસતી અને તેમનાં પરમ શિષ્યા પાનબાઈની જગ્યા…

વધુ વાંચો >

ભગત ચુનીલાલ આશારામ

ભગત ચુનીલાલ આશારામ : જુઓ મોટા, પૂજ્યશ્રી

વધુ વાંચો >

ભગવતી આરાધના

ભગવતી આરાધના : પ્રાચીન ભારતમાં જૈન ધર્મના દિગમ્બર સંપ્રદાયનો પ્રાચીન ગ્રંથ. તેનાં ‘આરાધના’ અથવા ‘મૂલારાધના’ એવાં પણ નામો છે. તેના કર્તા શિવાર્ય કે શિવકોટિ છે. તેમણે પૂર્વાચાર્યોની રચનાના આધારે આ ગ્રંથની રચના કરી છે. તેનો સમય નિશ્ચિત નથી, પરંતુ તેના વિષય-વર્ણનના આધારે તે શ્વેતામ્બર આગમ ગ્રંથો જેટલો જ પ્રાચીન જણાય…

વધુ વાંચો >

ભગવદગીતા

ભગવદગીતા : જુઓ ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

વધુ વાંચો >

ભગીરથ

ભગીરથ : પુરાણો અનુસાર સૂર્યના પુત્ર મનુના ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલો પ્રસિદ્ધ રાજા. સગર રાજાના પુત્ર સમ્રાટ દિલીપનો તે પુત્ર હતો. સગર રાજાએ 100મો અશ્વમેધ યજ્ઞ કરવા અશ્વને છૂટો મૂક્યો ત્યારે ઇન્દ્રે પોતાનું (ઇન્દ્ર) પદ બચાવવા, અશ્વને ચોરીને પાતાળમાં તપ કરી રહેલા કપિલ મુનિ પાસે જઈને ત્યાં ખબર ન પડે તેમ…

વધુ વાંચો >

ભદ્રબાહુસ્વામી

ભદ્રબાહુસ્વામી (જ. ઈ. પૂ. 367, પ્રતિષ્ઠાનપુર; અ. ઈ. પૂ. 293) : જૈન ધર્મના અંતિમ શ્રુતકેવલી આચાર્ય. ભદ્રબાહુ મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય હતા. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમિયાન થયો હતો. ગૃહસ્થાશ્રમમાં 45 વર્ષ ગાળ્યા બાદ તેમણે મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર પાસે દીક્ષા લીધી અને ગુરુ પાસે જૈન…

વધુ વાંચો >