Religious mythology
નંદી
નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે. શિવપુરાણ તેને શિવનો અવતાર…
વધુ વાંચો >નાગ
નાગ : કશ્યપ ઋષિ અને દક્ષપુત્રી કદ્રુના પુત્રો. કશ્યપ અને કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે. એમાં શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, મહાપદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ, વામન, પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ, કુલિક, અનંત,…
વધુ વાંચો >નાગાર્જુન સિદ્વ
નાગાર્જુન સિદ્વ (ઈ. સ. બીજી સદી) : ગુજરાતના રસાયણવિદ્યાના જાણકાર. જૈનશાસનના પ્રસિદ્ધ સિદ્ધયોગી. ઢંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ તથા એમની પત્ની સુવ્રતાના પુત્ર ઔષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા તથા સુવર્ણરસની સિદ્ધિ મેળવવા, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા તે જંગલોમાં ભમ્યા હતા. તે એક પ્રભાવક જૈન આચાર્ય પાદલિપ્તસૂરિને સૌરાષ્ટ્રમાં ઢંકાપુરીમાં મળ્યા. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા…
વધુ વાંચો >નાગાર્જુનસૂરિ
નાગાર્જુનસૂરિ (ઈ. સ. ની ચોથી શતાબ્દીનો પૂર્વાર્ધ) : જૈન આગમોને વ્યવસ્થિત કરનાર, નાગાર્જુની વાચનાના પ્રવર્તક. એમના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. તેને કારણે જૈન શ્રમણોને અહીંતહીં છૂટા પડી નાના નાના સમૂહોમાં રહેવું પડ્યું. શ્રુતધર સ્થવિરો એકબીજાથી દૂર દૂર વિખૂટા પડી જવાને કારણે તેમજ ભિક્ષાની દુર્લભતાને કારણે જૈન શ્રમણોમાં અધ્યયન-સ્વાધ્યાય ઓછાં થઈ…
વધુ વાંચો >નાથ સંપ્રદાય
નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે…
વધુ વાંચો >નાનકદેવ, ગુરુ
નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું…
વધુ વાંચો >નારદ
નારદ : પ્રાચીન ભારતીય પરંપરામાં ઉલ્લેખ પામતા દેવર્ષિ. બ્રહ્માના માનસપુત્ર નારદ દશ પ્રજાપતિઓમાંના પણ એક છે. વિષ્ણુના પરમભક્ત તરીકે, દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક તરીકે અને સમર્પિત વિશ્વહિતચિંતક તરીકે, પૌરાણિક સાહિત્યમાં, નારદ ત્રિલોકમાં નિત્યપ્રવાસી બન્યા છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે ભગવન્નામરટણ. નારદનું આ લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ જ…
વધુ વાંચો >નારાયણ (ઋષિ)
નારાયણ (ઋષિ) : વૈદિક ઋષિ. વેદ અને પુરાણ મુજબ તે અદભુત સામર્થ્યવાળા ગણાયા છે. સકળ જગતના આધાર પરમાત્મા તરીકે તેમને માનવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષસૂક્ત(10/90)ના દ્રષ્ટા ઋષિ નારાયણ છે. શતપથ બ્રાહ્મણ અને શાંખાયન શ્રૌતસૂત્રમાં નારાયણ વિષ્ણુનો પર્યાય શબ્દ લેખાયો છે, જ્યારે તૈત્તિરીય આરણ્યક અને મહાભારત નારાયણને વિષ્ણુ કે કૃષ્ણ…
વધુ વાંચો >નારાયણ પંથ
નારાયણ પંથ : વિષ્ણુભક્તિમાં માનતો સંપ્રદાય. વૈષ્ણવ પરંપરામાં નારાયણીય નામસ્મરણ અને ધ્યાનની સાધનાને કારણે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સત્તરમા સૈકામાં સંત હરિદાસે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં ઈશ્વર તરીકે નારાયણનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેના પરથી તે નારાયણીય પંથ તરીકે ઓળખાય છે. નારાયણ સિવાય બીજા કોઈ દેવને આ…
વધુ વાંચો >નાસ્તિક
નાસ્તિક : ભારતીય પરંપરા પ્રમાણે વેદમાં અને વેદધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવનાર મનુષ્ય. ભારતમાં પ્રાચીન કાળથી વેદમાં અશ્રદ્ધા રાખનારા નાસ્તિકોની પરંપરા ચાલી આવે છે. વેદના મંત્રો અર્થ વગરના છે એવો મત વ્યક્ત કરનારા કૌત્સ ઋષિનો મત છેક વેદાંગ નિરુક્તમાં રજૂ કરી આચાર્ય યાસ્કે તેનું ખંડન કર્યું છે. પ્રાચીન ભારતના…
વધુ વાંચો >