Punjabi literature
તિવારી, વી. એન.
તિવારી, વી. એન. (જ. 1936, પતિયાળા; અ. 1984) : પંજાબી કવિ અને વિદ્વાન. તેમના કાવ્યસંગ્રહ ‘ફુટપાથ તોં ગૅરેજ તક’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે પંજાબીમાં પ્રથમ વર્ગ સાથે એમ.એ.ની ડિગ્રી તેમજ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ ભાઈ વીરસિંગ સ્ટડીઝ ઇન મૉડર્ન લિટરેચરના પ્રાધ્યાપકપદ સાથે…
વધુ વાંચો >તીર, વિધાતાસિંહ
તીર, વિધાતાસિંહ (જ. 1900, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1976) : પંજાબી લેખક. આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવાને કારણે એ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી માધ્યમિક શિક્ષણ લઈ શક્યા નહિ. આમ છતાં એમની અભ્યાસનિષ્ઠા એવી હતી કે એમણે હિંદી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું. બંને ભાષામાં તેમણે લેખન કર્યું હતું.…
વધુ વાંચો >તેગબહાદુર
તેગબહાદુર (જ. 1 એપ્રિલ 1621, અમૃતસર; અ. 11 નવેમ્બર 1675, દિલ્હી) : નવમા શીખગુરુ. છઠ્ઠા ગુરુ હરિગોવિંદ સાહિબ તેમના પિતા. 1632માં કરતારપુરમાં ગુજરી નામની યુવતી સાથે લગ્ન થયાં. 1666માં વિધિસર ગુરુપદે બિરાજ્યા. 10 વર્ષ ઉપરાંતના ગુરુપદ દરમિયાન તેમણે અનેક લોકોને સુમાર્ગે વાળ્યા અને ધર્મપ્રચાર માટે માળવા, પુઆધ, બાંગર, બિહાર, બંગાળ,…
વધુ વાંચો >તેજાસિંહ
તેજાસિંહ [જ. 2 જૂન, 1894 અડીલા, જિ. રાવલપિંડી (હાલ પાકિસ્તાન); અ. 10 જાન્યુઆરી 1958 અમૃતસર] : પંજાબી લેખક. તેમણે પતિયાલામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં. પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી લઈને એમ.એ. માં પ્રથમ વર્ગમાં પાસ થતાં, અમૃતસર કૉલેજમાં પ્રાધ્યાપકની નોકરી મળી. પછીથી એ કૉલેજમાં પ્રિન્સિપાલ થયા. એમણે વિવિધ સાહિત્યપ્રકારો…
વધુ વાંચો >દર્દી (જ્ઞાની) હીરાસિંહ
દર્દી (જ્ઞાની) હીરાસિંહ (જ. 30 સપ્ટેમ્બર 1889, રાવળપિંડી, પાકિસ્તાન; અ. 1962) : પંજાબી લેખક. બાળપણથી જ કવિતાલેખનનો શોખ. પહેલાં ‘દુ:ખિયા’ તખલ્લુસથી કાવ્યો રચતા, પછી ‘દર્દી’ તખલ્લુસથી. એમને ઉર્દૂ, ફારસી, હિંદી તથા અંગ્રેજી ભાષાઓનું સારું જ્ઞાન હતું. 1920માં એમણે ‘અકાલી’ નામનું દૈનિક સમાચારપત્ર શરૂ કર્યું અને સાથે સાથે 1924–1956 સુધી ‘ફૂલવાડી’…
વધુ વાંચો >દશમ ગ્રંથ
દશમ ગ્રંથ : શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો ગ્રંથ, જેના કેટલાક ભાગમાં ગુરુજીના દરબારી કવિઓની રચનાઓ પણ છે. ગુરુજીની પોતાની જે રચનાઓ છે, તેના ઉપર ‘શ્રી મુખ્યવાક્ પાતશાહી 10મીં’ લખેલ છે. અવતારો અને દેવીઓના વિષયની રચનાઓ, યુદ્ધવિષયક કાવ્યરચનાઓ તથા ‘સ્ત્રીચરિત્ર’વાળા ભાગો દરબારી કવિઓના છે. આ ગ્રંથ ગુરુમુખી…
વધુ વાંચો >દુગ્ગલ, કર્તારસિંહ
દુગ્ગલ, કર્તારસિંહ [જ. 1 માર્ચ 1917, ધમીઅલ, જિ. રાવલપિંડી, (હવે પાકિસ્તાનમાં); અ. 26 જાન્યુઆરી 2012] : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તા, નવલકથા, નાટક અને અનુવાદના ક્ષેત્રે વિશિષ્ટ સર્જન. બી.એ. (ઑનર્સ) પંજાબી સાહિત્યમાં અને એમ.એ. ની ઉપાધિ અંગ્રેજી સાહિત્યમાં પંજાબ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. પ્રકાશનગૃહના મુખ્ય સંપાદક બન્યા તે પહેલાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં…
વધુ વાંચો >દેવ
દેવ (જ. 1947, જગરાંવ, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને ચિત્રકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શબ્દાંત’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને અંગ્રેજી, સ્વાહિલી, જર્મન અને સ્પેન ભાષાની જાણકારી છે. આખા યુરોપમાં તેમણે તેમનાં પ્રદર્શનો યોજ્યાં છે. તેમને પર્યટન, સંગીત અને ફોટોગ્રાફીનો શોખ છે.…
વધુ વાંચો >ધીર, સંતોકસિંહ
ધીર, સંતોકસિંહ (જ. 2 ડિસેમ્બર 1920, બસ્સી પઠાના, પંજાબ; અ. 8 ફેબ્રુઆરી 2010 ચંડીગઢ, પંજાબ) : પંજાબી કવિ, ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, પ્રવાસલેખક અને નિબંધકાર. લેખનને વ્યવસાય તરીકે એમણે અપનાવ્યો હતો. તે પૂર્વે થોડો સમય ‘પ્રીતલહરી’ સામયિકમાં કામ કર્યું હતું. એમના ટૂંકી વાર્તાના નવ સંગ્રહો, ચાર નવલકથાઓ, અગિયાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં.…
વધુ વાંચો >નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh)
નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh) (જ. 8 નવેમ્બર 1917, અમૃતસર; અ. 16 જૂન 2007) : પંજાબી નવલકથાકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી. એ. થયા. ત્રણ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા. 1938 માં રાજ્ય સચિવાલયમાં જોડાયા. 1942 માં સાહિત્ય સાથે એમ. એ.ની ડિગ્રી મેળવી. લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી તથા અમેરિકન સાહિત્યના અનુસ્નાતક…
વધુ વાંચો >