Portuguese literature

કાસ્તેલો બાંક્રો કામીલો

કાસ્તેલો બાંક્રો કામીલો (જ. 16 માર્ચ 1825, લિસ્બન; અ. 1 જૂન 1890, સીદ, પોર્ટુગલ) : પોર્ટુગીઝ નવલકથાકાર. રંગદર્શીથી માંડીને વાસ્તવદર્શી વિષય તથા શૈલીની 58 નવલકથાઓના આ લેખક પોર્ટુગલના બાલ્ઝાકનું બિરુદ પામ્યા છે. માનસિક ઉન્માદનાં વારસાગત લક્ષણો ધરાવતા કુટુંબમાં અનૌરસ સંતાન તરીકે જન્મ થયો અને હાડમારીભર્યા તથા સંસ્કારવંચિત પ્રદેશમાં અનાથ બાળક…

વધુ વાંચો >

કાસ્ત્રો, યુજેનિયો દે

કાસ્ત્રો, યુજેનિયો દે (જ. 4 માર્ચ 1869, કોઇમ્બ્રા; અ. 17 ઑગસ્ટ 1944, કોઇમ્બ્રા) : પોર્ટુગીઝ સાહિત્યમાં પ્રતીકવાદનો પ્રવેશ કરાવનાર કવિ. પિતા કોઇમ્બ્રા યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક. શરૂઆતનું શિક્ષણ કોઇમ્બ્રામાં લીધું અને ત્યારબાદ 1880માં લિસ્બનમાં શિક્ષણ પૂરું કર્યું. થોડો વખત રાજદ્વારી સેવામાં નોકરી કર્યા પછી થોડા સમય માટે ફ્રાન્સ રહેવા ગયા. ત્યાં…

વધુ વાંચો >

કૅમોઇંશ – લૂઈ (વાઝ) દ

કૅમોઇંશ, લૂઈ (વાઝ) દ (જ. 1525, લિસ્બન; અ. 10 જૂન 1580, લિસ્બન) : પોર્ટુગલના મહાન રાષ્ટ્રીય કવિ અને ‘ધ લ્યુસિઆડ્ઝ’ (1572) નામના મહાકાવ્યના રચયિતા. નિર્ધન અવસ્થામાં મુકાઈ ગયેલા શ્રીમંત કુટુંબના તે નબીરા હતા. કુઇમ્બ્રા યુનિવર્સિટી ખાતે ચર્ચની કારકિર્દીને લગતું શિક્ષણ લીધું. લગભગ 1542માં લિસ્બન પાછા ફર્યા. અહીં ડોના કેટેરિના નામની…

વધુ વાંચો >

પૅસોઆ ફર્નાન્દો

પૅસોઆ, ફર્નાન્દો (જ. 13 જૂન, 1888, લિસ્બન, પોર્ટુગલ; અ. 30 નવેમ્બર 1935, લિસ્બન, પોર્ટુગલ) : પૉર્ટુગીઝ કવિ. તેમના આધુનિકતાવાદી અભિગમના કારણે પોર્ટુગીઝ સાહિત્યને યુરોપમાં મહત્ત્વ મળ્યું. સાત વર્ષની ઉંમરથી તેઓ ડરબન(દક્ષિણ આફ્રિકા)માં રહેલા. ત્યાં તેમના સાવકા પિતા પોર્ટુગીઝ એલચી હતા. તે ખૂબ સારું અંગ્રેજી જાણતા હતા. તેમણે શરૂઆતનાં કાવ્યો અંગ્રેજીમાં…

વધુ વાંચો >

પોર્ટુગીઝ ભાષા અને સાહિત્ય

પોર્ટુગીઝ ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન જૂથની અને લૅટિનમાંથી ઊતરી આવેલી રોમાન્સ ભાષાઓ પૈકીની. પોર્ટુગલની રાષ્ટ્રભાષા અને બ્રાઝિલની રાજ્યભાષા સ્પૅનિશ સાથે તેનો નિકટનો સંબંધ છે. અરબી ભાષાની તેના પર પ્રબળ અસર છે. અંગોલા, મૉઝાંબિક અને અગાઉના પોર્ટુગીઝ સામ્રાજ્યનાં આફ્રિકા અને એશિયામાં આવેલાં સંસ્થાનોમાં તે બોલાતી ભાષા છે. આઇબિરિયન દ્વીપકલ્પના લોકો…

વધુ વાંચો >

સા-કાર્નીરૉ, મારિયો દ

સા–કાર્નીરૉ, મારિયો દ (જ. 19 મે 1890, લિસ્બન; અ. 26 એપ્રિલ 1916, પૅરિસ) : પોર્ટુગીઝ કવિ અને નવલકથાકાર. પોર્ટુગલની આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા. શિક્ષણ પૅરિસની સોર્બોન યુનિવર્સિટીમાં. ‘ડિસ્પર્સાઓ’(1914, ડિસ્પર્શન)નાં કાવ્યોની રચના પૅરિસમાં થયેલી. આ જ વર્ષે ‘કૉન્ફિસ્સાઓ દ લૂસિયો’ (ધ કન્ફેશન ઑવ્ લૂસિયો) નવલકથા પ્રસિદ્ધ થઈ. પોર્ટુગલ પાછા ફર્યા બાદ થિયેટરમાં…

વધુ વાંચો >

સા દ મિરાન્દા ફ્રાન્સિસ્કો દ

સા દ મિરાન્દા, ફ્રાન્સિસ્કો દ (જ. 28 ઑગસ્ટ 1481 ?, કોઇમ્બ્રા, પોર્ટુગલ; અ. 1558, ટપાદા) : પોર્ટુગીઝ રેનૅસાંસના પ્રથમ કવિ. ગૉન્ઝાલો અને દોના ઇનિસના ગેરકાયદેસર સંતાન એવા મિરાન્દાને 1490માં કાયદેસરના પુત્ર તરીકે સ્વીકારાયા હતા. અભ્યાસ લિસ્બન યુનિવર્સિટીમાં. લગભગ 40 વર્ષની ઉંમર સુધી લિસ્બનમાં જ હતા. યુનિવર્સિટીમાં અધ્યાપન પણ કર્યું હોવાનું…

વધુ વાંચો >

સારામાગો જોસ

સારામાગો, જોસ (જ. 1922) : પોર્ટુગલના સાહિત્યકાર તથા વર્ષ 1998ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. આવું સન્માન મેળવનાર તેઓ સર્વપ્રથમ પોર્ટુગીઝ સાહિત્યકાર હોવા ઉપરાંત સામ્યવાદી પક્ષના અધિકૃત સભ્યો(card holder)માંથી વર્ષ 2006 સુધી કોઈ સભ્યને આંતરરાષ્ટ્રીય ખ્યાતિનું આ પારિતોષિક મળ્યું હોય તે આ પહેલો જ દાખલો છે. સાહિત્યકાર બનવાની તેમની બાળપણની…

વધુ વાંચો >