Political science
રાવ, સી. રાજેશ્વર
રાવ, સી. રાજેશ્વર (જ. 6 જૂન 1914, મંગલપુરમ્; અ. 9 એપ્રિલ 1994) : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા. પિતા સુબૈયા અને માતા રંગામ્મા. જૂન 1950માં રણદિવેને સ્થાને તેમને ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી બનાવવામાં આવ્યા. જોકે આ હોદ્દા પરથી 1951માં તેમણે રાજીનામું આપ્યું હતું. ભારતીય ખેતમજૂર યુનિયનના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે…
વધુ વાંચો >રાષ્ટ્રગીત
રાષ્ટ્રગીત : રાષ્ટ્ર પ્રત્યે પ્રજાનો પ્રેમ તથા ભક્તિનો ભાવ વ્યક્ત કરતું રાષ્ટ્રનું સત્તાવાર ગીત. મોટે ભાગે તે સમૂહમાં ગવાય છે. સાથે વાદ્યવૃંદનું સંગીત પણ હોઈ શકે છે. રાષ્ટ્રગીતનો હેતુ રાષ્ટ્રજનોમાં રાષ્ટ્ર પ્રત્યે, જરૂર પડ્યે બલિદાનની ભાવના પ્રેરવાનો છે. રાષ્ટ્રીય પર્વ, વિશેષ પ્રસંગ, આંતરરાષ્ટ્રીય સંમેલન, રમતોત્સવ અને પરદેશી અતિથિના સ્વાગત જેવા…
વધુ વાંચો >રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ : દેશના સ્વાભિમાનના પ્રતીકરૂપ ધજા, જેની ગરિમા જાળવતાં રાષ્ટ્રજનો પ્રાણ આપવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ ધ્વજ કે ધજામાં રેશમી, ઊની, સુતરાઉ એમ વિવિધ કાપડ વપરાય છે. માપ દોઢ x એકના વ્યાપક માપ કરતાં કોઈ વાર ભિન્ન હોય છે. કપડા ઉપર રંગબેરંગી પટા અને ઘણી વાર વિશેષ…
વધુ વાંચો >રાષ્ટ્રનિર્માણ
રાષ્ટ્રનિર્માણ : સંકીર્ણ ભાવનાઓ ત્યજી બૃહત સ્તરે રચાતું રાષ્ટ્રીય જોડાણ. રાષ્ટ્રનિર્માણ એટલે નવા રાજ્ય કે રાષ્ટ્રનો જન્મ નહીં, પરંતુ વિવિધ વર્ગો જૂથો કે લોકો વચ્ચે પ્રવર્તતી સાંકડી રાષ્ટ્રીય લાગણીઓ ત્યાગી સમાજના તમામ વર્ગો, વિભાગો અને સ્તરો દેશની એકતાના મુખ્ય પ્રવાહમાં જોડાય તેવા પ્રયાસો. અહીં બે પ્રક્રિયાઓ એકસાથે ચાલે છે. એક…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ : ભારતીય સંઘરાજ્યના બંધારણીય વડા. તેમની ચૂંટણી, તેમનો કાર્યકાળ, તેમના પદ માટેની લાયકાતો તથા ભારતના બંધારણમાં તે પદ ધરાવતી વ્યક્તિને આપવામાં આવેલા વિશેષાધિકારની વિગતો ભારતીય પ્રજાતંત્રના બંધારણના અનુચ્છેદ 52થી 75માં દર્શાવવામાં આવેલી છે. દેશના જે નાગરિકની ઉંમર 35 અથવા તેના કરતાં વધારે હોય તથા જે વ્યક્તિ લોકસભાની સદસ્યતા ધરાવવાની…
વધુ વાંચો >રાષ્ટ્રપતિ-શાસન
રાષ્ટ્રપતિ-શાસન : ભારતીય સંઘના કોઈ પણ ઘટક રાજ્યનું શાસનતંત્ર દેશના બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય ત્યારે તેના તાત્કાલિક ઉકેલ તરીકે દેશના બંધારણની કલમ 356 હેઠળ કરવામાં આવેલી જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિ આવા રાજ્યનું શાસનતંત્ર જાહેરનામું બહાર પાડીને પોતાને હસ્તક લઈ શકે, એવી જોગવાઈ ઉપર્યુક્ત કલમમાં કરવામાં આવેલી હોવાથી…
વધુ વાંચો >રાષ્ટ્રવાદ
રાષ્ટ્રવાદ : રાષ્ટ્ર પ્રત્યે તાદાત્મ્ય અને વફાદારીની ભાવના. આધુનિક વિશ્વની વ્યાખ્યા કરનારાં અને તેને ઘાટ આપનારાં જે પરિબળો છે, તેમાં રાષ્ટ્રવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રવાદની કોઈ ચોક્કસ અને સર્વસંમત વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. નિશ્ચિત ભૂમિપ્રદેશમાં ઠીક ઠીક લાંબા સમયથી રહેતા, એક જાતિના, એક ભાષા બોલતા, એક ધર્મ પાળતા, સહિયારાં…
વધુ વાંચો >રાષ્ટ્રસમૂહ
રાષ્ટ્રસમૂહ : જુઓ કૉમનવેલ્થ
વધુ વાંચો >રાષ્ટ્રીય પરિષદ
રાષ્ટ્રીય પરિષદ : જુઓ રાજકીય પક્ષ
વધુ વાંચો >રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ : ભારતની રાષ્ટ્રીય અસ્મિતાને વરેલું સંગઠન. તેની સ્થાપના નાગપુર ખાતે 27 સપ્ટેમ્બર, 1925ના રોજ 26 સ્વયંસેવકોની હાજરીમાં થયેલી. વિધિની વક્રતા તો એ છે કે તેની સ્થાપના વખતે તેના સંસ્થાપક ડૉ. કેશવ બળિરામ હેડગેવાર (1889-1940) રાષ્ટ્રીય કૉંગ્રેસના સક્રિય કાર્યકર હતા અને 1925-37 વચ્ચેના ગાળામાં કૉંગ્રેસની નેતાગીરી હેઠળ દેશની…
વધુ વાંચો >