Political science
રાજ્યસભા
રાજ્યસભા : ભારતીય સંસદનું ઉપલું ગૃહ, જે સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની સંસદ રાષ્ટ્રપ્રમુખ સહિત લોકસભા અને રાજ્યસભાનાં બે ગૃહોથી રચાયેલી છે. લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે અને રાજ્યસભા વિશેષે ભારતીય સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટક રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો રાજ્યસભાના પ્રતિનિધિઓ…
વધુ વાંચો >રાજ્યાભિષેક
રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે…
વધુ વાંચો >રાજ્યોની ભાષાવાર પુનર્રચના
રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને…
વધુ વાંચો >રાણા, માનસિંહજી ભાસાહેબ
રાણા, માનસિંહજી ભાસાહેબ (જ. 10 માર્ચ 1904; અ. ?) : જાહેર જીવનના અગ્રણી નેતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ. તેમણે પ્રારંભિક અભ્યાસ ભરૂચ ખાતે કર્યો અને મૅટ્રિક થયા બાદ અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી 1926માં સ્નાતક થયા. 1926થી ’28 પુણે ખાતે લૉ કૉલેજમાં અભ્યાસ કરી કાયદાના સ્નાતક થવા સાથે ત્યાંની ખેતીવાડી…
વધુ વાંચો >રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.)
રાધાકૃષ્ણન્, સર્વપલ્લી (ડૉ.) (જ. 5 સપ્ટેમ્બર 1888, તિરુતાની, તામિલનાડુ; અ. 16 એપ્રિલ 1975, ચેન્નાઈ) : આજન્મ શિક્ષક, સર્વતોમુખી પ્રતિભા ધરાવતા મેધાવી ચિંતક, રાજનીતિજ્ઞ અને ભારતના રાષ્ટ્રપ્રમુખ. પિતા વીર સામટ્યા તહેસીલદાર હતા અને તેઓ તેમનું બીજું સંતાન હતા. આઠ વર્ષની વય સુધી વતન તિરુતાનીમાં વસવાટ કર્યો અને બાદમાં તિરુપતિમાં અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >રાપાકી, ઍડમ
રાપાકી, ઍડમ (જ. 24 ડિસેમ્બર 1909, લોવો-ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 10 ઑક્ટોબર 1970, વૉરસા) : પોલૅન્ડના સામ્યવાદી નેતા, અર્થશાસ્ત્રી અને પૂર્વ વિદેશપ્રધાન. મૂળ સમાજવાદી વિચારસરણીને વરેલા આ નેતા બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. પોલૅન્ડમાં સહકારી ચળવળના સ્થાપક મેરિયન રાપાકીના તેઓ પુત્ર હતા. તેમનું શિક્ષણ ફ્રાન્સ અને ઇટાલીમાં સંપન્ન થયું…
વધુ વાંચો >રામચંદ્રન્, એમ. જી.
રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ…
વધુ વાંચો >રામારાવ, એન. ટી.
રામારાવ, એન. ટી. (જ. 28 મે 1923, નિમ્માકુરુ, આંધ્રપ્રદેશ; અ. 18 જાન્યુઆરી 1996, હૈદરાબાદ) : ચલચિત્રોના ખ્યાતનામ અભિનેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીરામ અને માતા વેંકટરામ્મા. સ્નાતક થયા બાદ 1947માં મદ્રાસ સેવા પંચમાં નાયબ રજિસ્ટ્રાર તરીકે જોડાયા, પણ 3 સપ્તાહના અત્યંત ટૂંકા ગાળામાં તે કામગીરી છોડી ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા. 1949થી ’82…
વધુ વાંચો >રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર)
રામ્ફાલ, શ્રીદથ સુરેન્દ્રનાથ (સર) (જ. 1928, ગિયાના) : ગિયાનાના રાજકારણી. સોની રામ્ફાલ તરીકે તેઓ જાણીતા બન્યા હતા. વ્યવસાય વકીલાતનો. જોકે મુત્સદ્દી તરીકે વિશેષ જાણીતા છે. લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1951માં વકીલાતનો પ્રારંભ કર્યો. તે પછી ગિયાનામાં પાછા ફરી 1952થી વિવિધ સ્તરે જવાબદારીભર્યાં રાજકીય સ્થાનો શોભાવ્યાં. 1972માં ગિયાનાના…
વધુ વાંચો >રાવલપિંડી
રાવલપિંડી : રાજકીય વિભાગ : પાકિસ્તાનના ઈશાન ભાગમાં આવેલો રાજકીય એકમ. આ વિભાગમાં રાવલપિંડી, જેલમ, ગુજરાત અને અટક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીંથી પસાર થતી સૉલ્ટ રેન્જ (ગિરિમાળા) આ એકમને બે વિભાગોમાં વહેંચી નાખે છે : ગિરિમાળાની અગ્નિદિશા તરફ ગુજરાત(પાકિસ્તાન)નો વિસ્તાર તથા ઉત્તર તરફના થોડા ભાગને બાદ કરતાં બાકીના ત્રણ…
વધુ વાંચો >