Political science

ઇન્ટરપૉલ

ઇન્ટરપૉલ : વિશ્વના જુદા જુદા સભ્ય દેશોના પરસ્પર સહકાર દ્વારા રચવામાં આવેલ પોલીસ-સંગઠન. તેનું આખું નામ ‘ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગનાઇઝેશન’ છે. આવું સંગઠન સ્થાપવાનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પહેલાં આવેલો, પરંતુ તેની વિધિસર સ્થાપના 1923માં કરવામાં આવી હતી. સ્થાપના-સમયે તેની સભ્ય સંખ્યા માત્ર વીસ હતી, પરંતુ હવે તે વધીને 140…

વધુ વાંચો >

ઇન્ટુક

ઇન્ટુક (Indian National Trade Union Congress – INTUC) : કૉંગ્રેસની શ્રમિક પાંખ. ભારતના ઔદ્યોગિક કામદારોનું પ્રતિનિધિત્વ કરતું અખિલ ભારતીય મજૂરમંડળ. સભ્ય-સંખ્યાની ર્દષ્ટિએ તે મોટામાં મોટું મજૂરમંડળ છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રોત્સાહનથી તેની સ્થાપના 3 મે 1947માં થઈ ત્યારે દેશના 200 જેટલા કામદાર સંઘો (યુનિયનો) આ સંસ્થા સાથે જોડાયેલા. સ્થાપના પછી…

વધુ વાંચો >

ઇન્ડિયન ઈન્ડિપેન્ડન્સ ઍક્ટ

ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ઍક્ટ : ભારતના સ્વાતંત્ર્યને લગતો કાયદો. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ (ઑગસ્ટ, 1945) બાદ હિન્દને સ્વાતંત્ર્ય આપવાની પ્રક્રિયા વિશેષ વેગીલી બની. હિન્દના મુખ્ય રાજકીય પક્ષોમાં એકતાના અભાવને લીધે તથા મુસ્લિમ લીગ પાકિસ્તાનની પ્રાપ્તિ માટે આગ્રહી હોવાને કારણે ભારતને અખંડિત રાખીને સ્વરાજ્ય આપવાની કૅબિનેટ મિશન યોજના નિષ્ફળ ગઈ. આ સંજોગોમાં લૉર્ડ…

વધુ વાંચો >

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ : જુઓ ઇન્ડિયન સિવિલ સર્વિસ.

વધુ વાંચો >

ઇન્ડિયન ઍસોસિયેશન

ઇન્ડિયન ઍસોસિયેશન : હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાંની અખિલ ભારતીય સ્તરની રાષ્ટ્રવાદી સંસ્થા. તેની સ્થાપના કૉલકાતામાં 1876માં સુરેન્દ્રનાથ બેનરજી, લાલમોહન ઘોષ, કૃષ્ણદાસ પાલ વગેરેએ કરી હતી. તેનું મુખ્ય ધ્યેય (1) જવાબદાર શાસન માટે વ્યાપક પ્રમાણમાં પ્રજામત કેળવવાનું, (2) ભારતની વિવિધ જાતિઓમાં એકતા લાવવાનું, (3) હિન્દુ-મુસ્લિમ ઐક્ય સ્થાપિત કરવાનું તથા (4)…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1861 : ભારતમાં બ્રિટિશ સરકારના માળખામાં પરિવર્તન લાવતો અને ભારતીયોના ધારાસભાના અધિકારોને લગતો કાયદો. ભારતમાંની કંપની સરકારના અંત બાદ બ્રિટિશ સરકારનું શાસન સ્થપાયું. તે પછી દેશના કાયદા ઘડવાના કાર્યમાં ભારતીયોનો સહકાર મેળવવાનો આ પ્રથમ પ્રયાસ હતો. આ કાયદા મુજબ ગવર્નર જનરલની કારોબારી સમિતિ પાંચ સભ્યોની કરવામાં આવી.…

વધુ વાંચો >

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ-1892

ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ, 1892 : ભારતમાં ધારાસમિતિઓને વિસ્તૃત કરતો અને ધારાસભ્યોને ચૂંટણી સહિતના વધુ અધિકારો આપતો બ્રિટિશ પાર્લમેન્ટે પસાર કરેલો કાયદો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની માગણી, સર જ્યૉર્જ ચેઝનીની સમિતિની ભલામણો તથા બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય ચાર્લ્સ બ્રેડલોના પ્રયાસોથી બ્રિટિશ પાર્લમેન્ટે 1892નો ઇન્ડિયન કાઉન્સિલ્સ ઍક્ટ પસાર કર્યો. તે મુજબ ગવર્નર જનરલની ધારાસમિતિમાં…

વધુ વાંચો >

ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ (IPKF)

ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ (IPKF) : ભારતીય લશ્કરનું શાંતિદળ. શ્રીલંકામાં વસતી તમિળભાષી પ્રજાની સ્વાયત્ત પ્રદેશની માગણીને લીધે ઊભા થયેલ આંતરિક સશસ્ત્ર સંઘર્ષને ખાળવા શ્રીલંકાની સરકાર સાથે જુલાઈ, 1987માં થયેલ કરાર મુજબ મોકલવામાં આવેલું ભારતીય લશ્કરી દળ. તે વખતના શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ જે. આર. જયવર્દને તથા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલ…

વધુ વાંચો >

ઇન્ડિયન સિવિલ સર્વિસ

ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS) : ભારતમાં જાહેર વહીવટના ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠ, બુદ્ધિનિપુણ અને કાર્યદક્ષ અધિકારીવર્ગ પૂરો પાડવા માટેનો સર્વોચ્ચ સેવા સંવર્ગ (cadre). 1780ના અરસામાં ગવર્નર જનરલ વૉરન હૅસ્ટિંગ્સે આ સનદી સેવાનાં બીજ નાખ્યાં. 1786માં લૉર્ડ કૉર્નવોલિસે તેને વ્યવસ્થિત રૂપ આપ્યું. શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસ તરીકે ઓળખાતી આ સેવા 1857થી…

વધુ વાંચો >

ઇન્ડિયા કાઉન્સિલ

ઇન્ડિયા કાઉન્સિલ (1858-1935) : હિંદી વજીર અર્થાત્ સેક્રેટરી ઑવ્ સ્ટેટની સલાહકાર સમિતિ. 1858ના કાયદા મુજબ હિંદી વજીર(સેક્રેટરી ઑવ્ સ્ટેટ)ને સલાહ આપવા માટે 15 સભ્યોની એક કાઉન્સિલ સ્થાપવામાં આવી હતી. તેના આઠ સભ્યો બ્રિટિશ સરકારે તથા બાકીના સાત સભ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલક-મંડળે નીમવાની જોગવાઈ હતી. તેમાંથી 50 ટકાથી વધારે સભ્યો…

વધુ વાંચો >