Political science

બૉલ્શેવિક પક્ષ

બૉલ્શેવિક પક્ષ : રશિયન સોશિયલ ડેમોક્રૅટિક વર્કર્સ પાર્ટીનું લેનિનના નેતૃત્વ હેઠળનું એક જૂથ. રશિયન ભાષામાં બૉલ્શેવિકનો અર્થ બહુમતી થાય છે. 1903માં લંડનમાં પક્ષની બીજી કૉંગ્રસ ભરાઈ. લેનિને તેમાં માત્ર ધંધાદારી ક્રાંતિકારીઓને જ પક્ષનું સભ્યપદ આપવાનો તથા મજબૂત કેન્દ્રીય સંગઠન, કડક શિસ્ત અને નેતાઓના સંપૂર્ણ આજ્ઞાપાલનનો આગ્રહ સેવ્યો. તેના પ્રસ્તાવને પાતળી…

વધુ વાંચો >

બૉસ્ટન ટી-પાર્ટી

બૉસ્ટન ટી-પાર્ટી (16 ડિસેમ્બર 1773) : બૉસ્ટનના દેશભક્તોએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ કરેલ સાહસ. અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ તરફ દોરી જતા બનાવોમાંનો આ એક બનાવ હતો. બ્રિટિશ પાર્લમેન્ટે ઘડેલા ટાઉનશેન્ડ ધારા હેઠળ વિવિધ વસ્તુઓ પર નાખવામાં આવેલ કરવેરા 1770માં નાબૂદ કરવામાં આવ્યા, પરંતુ કર નાખવાનો પાર્લમેન્ટનો અધિકાર જાળવી રાખવા માત્ર ચા ઉપર નામનો…

વધુ વાંચો >

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ

બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ (જ. 480 આશરે; અ. 524) : રોમના વિદ્વાન તત્વવેત્તા અને રાજકારણી. તેમનો જન્મ રોમના રાજકારણી પરિવારમાં થયો હતો. તેમણે ઍથેન્સ ખાતે અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેમણે જે વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કર્યું તેના ફળ સ્વરૂપે જ તેઓ ઍરિસ્ટોટલ તથા પૉર્ફિરીની કૃતિઓના અનુવાદ કરવાની ક્ષમતા કેળવી શક્યા. તેમના…

વધુ વાંચો >

બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ)

બ્યર્સન, બ્યર્સ્ટન (માર્ટિનિયસ) (જ. 1832, ક્વિકને, નૉર્વે; અ. 1910) : નૉર્વેના લેખક અને રાજકારણી. તેમણે ઑસ્લો તથા કૅપનહેગન ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે વૈવિધ્યપૂર્ણ અને રસપ્રદ વિષયો અંગે નાટકો અને નવલકથાઓ લખ્યાં. તેઓ ઉદારમતવાદી વલણના આજીવન પુરસ્કર્તા બની રહ્યા. તેઓ જોશીલા દેશભક્ત હતા. નૉર્વેની રંગભૂમિને તેઓ ડૅનિશ પ્રભાવથી મુક્ત કરવા…

વધુ વાંચો >

બ્યૂકનાન, જેમ્સ

બ્યૂકનાન, જેમ્સ (જ. 1791, સ્ટોનીબૅટર, પૅન્સિલવૅનિયા; અ. 1868) : અમેરિકાના પંદરમા પ્રમુખ (1857–61). તેમણે ડિકિન્સન કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને 1812માં ‘બાર’માં તેમને પ્રવેશ મળ્યો. 1848માં તેઓ ‘સેક્રેટરી ઑવ્ સ્ટેટ’ તરીકે નિમાયા અને એ દરમિયાન તેઓ ઑરેગૉનની સીમાનો વિવાદ ઉકેલવામાં સફળ થયા. ડેમૉક્રૅટિક પક્ષ તરફથી નૉમિનૅશન થતાં તેઓ 1856માં પ્રમુખપદે…

વધુ વાંચો >

બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન

બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન (જ. 1939, ઑસ્લો) : નૉર્વેનાં રાજકારણી તેમજ પ્રથમ મહિલા વડાપ્રધાન. તેમણે ઑસ્લો તથા હાર્વર્ડ ખાતે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1960માં તેમણે વિરોધી રૂઢિચુસ્ત પક્ષના નેતા અર્ને ઑલેય સાથે લગ્ન કર્યાં. તેઓ મજૂર પક્ષમાં જોડાયાં અને 1969માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1974 –’79 દરમિયાન તેઓ પર્યાવરણના પ્રધાન…

વધુ વાંચો >

બ્રહ્મદેશ

બ્રહ્મદેશ : જુઓ મ્યાનમાર

વધુ વાંચો >

બ્રાઉન, ઇવા

બ્રાઉન, ઇવા (જ. 1910, મ્યુનિખ, જર્મની; અ. 1945) : ઍડૉલ્ફ હિટલરનાં પત્ની. તે હિટલરના સ્ટાફ ફોટોગ્રાફરનાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતાં. 1930ના દશકામાં તે હિટલરનાં પ્રેયસી બની રહ્યાં. બર્લિનના પતન પછી, ચાન્સેલરીમાં આવેલા બંકરમાં તેમણે અને હિટલરે સાથે આપઘાત કર્યો. આપઘાત કરતાં પહેલાં તેમણે હિટલર સાથે લગ્ન કર્યું હોવાનું મનાય…

વધુ વાંચો >

બ્રાઉન, ગૉર્ડન

બ્રાઉન, ગૉર્ડન (જ. 20 ફેબ્રુઆરી 1951, ગ્લાસગો, કિર્કાડલી, બ્રિટન) : જૂન 2007થી બ્રિટનના વડાપ્રધાન. તેમનો પ્રોટેસ્ટન્ટ પરિવાર ધાર્મિક માન્યતાઓમાં ચુસ્ત અને કંઈક જુનવાણી છે. પિતા સ્કૉટલૅન્ડના અધિકારી હતા. બ્રાઉન તેમના પ્રેરણાસ્રોત તરીકે પિતા અને પત્નીને ગણાવે છે. સમગ્ર કુટુંબ સ્કૉટિશ મૂળિયાં ધરાવે છે. ગૉર્ડન બ્રાઉન 12 વર્ષની કિશોરાવસ્થાથી તેઓ બ્રિટનના…

વધુ વાંચો >

બ્રાઝાવિલ પરિષદ

બ્રાઝાવિલ પરિષદ (1944) (1) : આફ્રિકામાં ફ્રેંચોની સત્તા હેઠળનાં સંસ્થાનોમાં શાસકીય સુધારા દાખલ કરવા અંગે વિચારણા કરવા યોજાયેલી પરિષદ. જૂનું કોંગો રાજ્ય (હાલનું ઝાયર) ફ્રાંસનું સંસ્થાન હતું. બ્રાઝાવિલ શહેર આ સંસ્થાનનું પાટનગર હતું. 1944માં આ શહેરમાં સૌપ્રથમ વાર પશ્ચિમ અને વિષુવવૃત્તીય ફ્રેંચ આફ્રિકાના નેતાઓ એકત્રિત થયા હતા. આ પરિષદનો મુખ્ય…

વધુ વાંચો >