Political science
આર્કોન
આર્કોન : પ્રાચીન ગ્રીસના નગરરાજ્યનો ઉચ્ચ વહીવટી અધિકારી. તેના ઉદભવ અને વિકાસ અંગે ચોક્કસ અને નિર્ણીત મંતવ્ય આપવું મુશ્કેલ છે. ઍથેન્સના ઉમરાવશાહી યુગમાં ઈ. પૂ. આઠમી સદીમાં વારસાગત રાજાશાહી ઉપર અંકુશ રાખવાના હેતુથી આ હોદ્દો અસ્તિત્વમાં આવ્યો હશે તેમ મનાય છે. શરૂઆતમાં આર્કોનની નિયુક્તિ જીવન પર્યંતની થતી. ઈ. પૂ. 752થી…
વધુ વાંચો >આલ્મન્ડ, ગેબ્રિયલ અબ્રહામ
આલ્મન્ડ, ગેબ્રિયલ અબ્રહામ (જ. 12 જાન્યુઆરી 1911, રૉક આઇલૅન્ડ, ઇલિનૉઈસ, યુ. એસ.; અ. 25 ડિસેમ્બર 2002 પેસિફિક ગ્રોવ, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : તુલનાત્મક રાજકારણમાં મહત્ત્વનું અને મૂલગામી પ્રદાન કરનાર અમેરિકાના રાજ્યશાસ્ત્રી. યુદ્ધોત્તર વર્ષોમાં એશિયા-આફ્રિકાનાં નવાં રાજ્યો અસ્તિત્વમાં આવતાં રાજકીય પ્રક્રિયાની સાર્વત્રિકતા પ્રતિબિંબિત કરતી નવી વિભાવનાઓનું સૂચન કરનાર. બાળપણમાં પિતા પાસે…
વધુ વાંચો >આસામ
આસામ: જુઓ અસમ
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય ઘટનાઓ : બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી વિવિધ દેશો વચ્ચેની રાજકીય ઘટનાઓ. સ્વતંત્ર દેશોની સરકાર વચ્ચેના સંબંધોના બે ચહેરા હોય છે – શાંતિ સમયના અને યુદ્ધ સમયના. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર અન્ય દેશ સાથેના શાંતિમય સંબંધો જાળવવા પ્રયત્નશીલ હોય છે. આવા શાંતિભર્યા સંબંધોથી તે પોતાના નાગરિકોને – અને એકંદરે પ્રજાને…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો
આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો : સફરી વહાણોના ઉપયોગના તથા વહાણવટાયોગ્ય સંકલિત જળવિસ્તારને લગતા નિયમોનો બનેલો આંતરરાષ્ટ્રીય કાયદો. તે જળવિસ્તાર પર ઊડતાં વિમાનો તથા પાણીમાંની ડૂબક કિશ્તીઓ(submarines)ને પણ લાગુ પડે છે. તેને મધ્યયુગમાં પશ્ચિમ યુરોપનાં રાજ્યોએ વિકસાવ્યો. મધ્યયુગમાં પોર્ટુગલે આખા હિંદી મહાસાગર પર સાર્વભૌમત્વનો દાવો કરેલો. વિખ્યાત ડચ ન્યાયવિદ ગ્રોશિયસ(1583-1645)ના મતે…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund) : આંતરરાષ્ટ્રીયક્ષેત્રે નાણાકીય સહકાર માટેની સંસ્થા. 1929થી શરૂ થયેલી વિશ્વમંદી દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રે જે અનવસ્થા સર્જાઈ હતી તેનું પુનરાવર્તન બીજા વિશ્વયુદ્ધ પછી ન થાય તે હેતુથી 1944ના જુલાઈમાં અમેરિકામાં બ્રેટનવૂડ્ઝ ખાતે 44 દેશોની ‘યુનાઇટેડ નેશન્સ મૉનિટરી ઍન્ડ ફાઇનાન્શિયલ કૉન્ફરન્સ’ મળી હતી. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization, 1919) : વિશ્વના શ્રમજીવી વર્ગની સ્થિતિ, કામની શરતો તથા જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં પ્રયત્નશીલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી વર્સેલ્સની સંધિ હેઠળ લીગ ઑવ્ નૅશન્સ સાથે સંલગ્ન છતાં સ્વાયત્ત એવી આ સંસ્થાની સ્થાપના એપ્રિલ, 1919માં કરવામાં આવી હતી. 1946માં એક ખાસ કરાર દ્વારા…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય રાજકારણ
આંતરરાષ્ટ્રીય રાજકારણ રાજ્યોનાં એકમેક સાથેનાં વ્યવહાર, વર્તન અને વિવિધ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. આ વ્યવહાર અને સંબંધોનું પ્રમાણ જેમ વિપુલ બનતું ગયું તેમ આ વિષયનો વ્યાપ પણ વિસ્તરતો રહ્યો છે. આ સંબંધો માત્ર રાજકીય ન રહેતાં માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા હોવાથી ઘણી વાર ઉચિત રીતે આ વિષયને આંતરરાષ્ટ્રીય સંબંધો કહેવામાં…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું
આંતરરાષ્ટ્રીય લેણદેણનું સરવૈયું (International Balance of Payments) : દેશના નાગરિકોએ સમયના ચોક્કસ ગાળા (એક વર્ષ) દરમિયાન વિદેશોના નાગરિકો સાથે કરેલી આર્થિક લેવડદેવડનો હિસાબ. આ વ્યાખ્યામાં કેટલાક શબ્દોનો ચોક્કસ અર્થ થતો હોઈ, તેમને સમજી લેવા જોઈએ. નાગરિકોમાં વ્યક્તિઓ ઉપરાંત સંસ્થાઓ, પેઢીઓ અને સરકારનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિનું હિત જે દેશમાં…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો
આંતરરાષ્ટ્રીય વસ્તુકરારો (International Commodity Agreements) : આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મહત્વની વસ્તુઓની ભાવસપાટીમાં સ્થિરતા જાળવવા માટે વસ્તુઓની પેદાશ કરનારા તથા તેની ખરીદી કરનારા દેશો વચ્ચે થતા કરારો. આંતરરાષ્ટ્રીય વસ્તુકરારોમાં ઉત્પાદક અને ઉપભોક્તા રાષ્ટ્રો સહભાગીદાર હોય છે. ભૂતકાળમાં આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવ્યા હતા, જેમાં કૉફી, ઑલિવ તેલ, દ્રાક્ષ, ખાંડ, ઘઉં,…
વધુ વાંચો >