Political science
ફો દારિયો (જ. 1926)
ફો દારિયો (જ. 1926 – ) : ઇટાલીના આધુનિક નાટ્યકાર, નટ, દિગ્દર્શક અને રાજકારણી. મેધાવી પ્રતિભા ધરાવનાર દારિયો ફો એકલા ઇટાલીની જ નહિ; પરંતુ વિશ્વભરની આધુનિક લોકલક્ષી રંગભૂમિને નવી દિશા આપનાર બળૂકા નાટ્યકર્મી છે. લગભગ સિત્તેરેક નાટકો લખનાર આ નટ-દિગ્દર્શક ઇટાલીની જાણીતી લોકનાટ્ય પરંપરા કૉમેદિયા દે લ આર્ટથી પ્રભાવિત હતા…
વધુ વાંચો >ફૉલેટ, મેરી પારકર
ફૉલેટ, મેરી પારકર (જ. 3 સપ્ટેમ્બર 1868, ક્વીન્સી, મૅસૅચૂસેટ્સ, અમેરિકા; અ. 18 ડિસેમ્બર 1933, બૉસ્ટન, મૅસૅસ્યુસેટ્સ, અમેરિકા) : સમાજ-રાજ્યશાસ્ત્ર(socio-political science)ના ચિંતનમાં, વ્યવસ્થાપનના ક્ષેત્રે આંતરવૈયક્તિક સંબંધોની બાબતમાં અને વૈયક્તિક વ્યવસ્થાપન ક્ષેત્રે પાયાનું પ્રદાન કરનાર લેખિકા. રાજ્યશાસ્ત્રના ચિંતનમાં સાર્વભૌમત્વની બહુત્વવાદની વિચારધારામાં તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે. તેમના મતે રાજ્ય, એક આવશ્યક અને…
વધુ વાંચો >ફ્યુઇજી
ફ્યુઇજી (જ. 6 ઑગસ્ટ 1884 સાન-સૂઇક્યો, જાપાન; અ. ?) : ગાંધી વિચારસરણી અને અહિંસક રીતરસમને વરેલા જાપાનના સર્વોદય નેતા. જાપાનના ગાંધી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે શાળાજીવન દરમિયાન ખેતીવાડીનું શિક્ષણ મેળવ્યું અને પછીથી ધાર્મિક શિક્ષણ લીધું. 18 વર્ષની ભરયુવાન વયે ધર્મકાર્યને જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરી બૌદ્ધ ભિક્ષુ બનવાનું પસંદ…
વધુ વાંચો >ફ્રાંકો, ફ્રાંસિસ્કો
ફ્રાંકો, ફ્રાંસિસ્કો (જ. 4 ડિસેમ્બર 1892, અલફેરોલ, ગેલિસિયા પ્રાંત, સ્પેન; અ. 20 નવેમ્બર 1975, માડ્રિડ) : સ્પેનનો સરમુખત્યાર અને લશ્કરનો સરસેનાપતિ. 1910માં લશ્કરી એકૅડેમીમાંથી સ્નાતક થયા બાદ તેને રક્ષણાર્થે રાખેલા દળમાં ફરજ સોંપવામાં આવી. 1911માં તેણે સ્પૅનિશ મોરૉક્કોમાં સેવા આપવાની તૈયારી દર્શાવીને ત્યાંની જવાબદારી સ્વીકારી. 1923માં વિદેશમાં સેવા આપતા લશ્કરના…
વધુ વાંચો >બક્ષી, ગુલામ મહંમદ
બક્ષી, ગુલામ મહંમદ (જ. જુલાઈ 1907) : આઝાદીના લડવૈયા, કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી નેતા. પિતા શકીલ અહમદ બક્ષી. કિશોરાવસ્થામાં પર્વતખેડુ બનવાનો શોખ હોવાથી લદ્દાખ અને સ્કાર્ફના પહાડો તેઓ ખૂંદી વળ્યા હતા. આથી તેમનું શરીર તાલીમબદ્ધ અને કસાયેલ હતું. પ્રારંભે અખિલ હિંદ ચરખા સંઘના સભ્ય હતા. શિક્ષક તરીકે તેમણે વ્યાવસાયિક…
વધુ વાંચો >બગદાદ સંધિ
બગદાદ સંધિ : બીજા વિશ્વયુદ્ધ પછી મધ્ય-પશ્ચિમ એશિયામાં સામ્યવાદી પ્રભાવને રોકવા માટે કેટલાંક રાષ્ટ્રો વચ્ચે થયેલો કરાર (1955). 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય રાજકારણને આવરી લેતી જો કોઈ અગત્યની બાબત હોય તો તે ઠંડા યુદ્ધની છે. અમેરિકા તથા સોવિયટ સંઘ – એ બંને વિશ્વયુદ્ધ દરમિયાન મિત્રરાજ્યો હતાં; પરંતુ…
વધુ વાંચો >બજાજ, કમલનયન
બજાજ, કમલનયન (જ. 23 જાન્યુઆરી 1915, વર્ધા; અ. 1 મે 1972, અમદાવાદ) : ભારતના પ્રગતિશીલ ઉદ્યોગપતિ, દાનવીર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા જમનાલાલ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને પોતાને ‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે ઓળખાવતા હતા. ધનવાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં કમલનયન નાની વયે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહીને…
વધુ વાંચો >બફર રાજ્યો
બફર રાજ્યો : બે બળવાન રાજ્યો, રાષ્ટ્રો કે વિસ્તારો વચ્ચે સ્થિત નાનું રાજ્ય જે પોતે એક સ્વતંત્ર રાજ્ય હોય. આવા રાજ્યનું અસ્તિત્વ પડોશનાં બે મોટાં રાજ્યો કે વિસ્તારો વચ્ચે અવરોધ પેદા કરતું હોય છે. સત્તાના રાજકારણની આ એક પ્રકારની પારંપારિક વ્યવસ્થા છે. 1815ની વિયેના કૉંગ્રેસ અને 1919ની પૅરિસ પીસ કૉન્ફરન્સ…
વધુ વાંચો >બરનાલા, સુરજિતસિંઘ
બરનાલા, સુરજિતસિંઘ (જ. 21 ઑક્ટોબર 1925, અટાલી, બેગપુર, પંજાબ) : ભારતના અગ્રણી શીખ રાજકારણી. પિતા નારસિંગ, માતા જસમેરકૌર. પત્ની સુરજિતકૌર. કાયદાની વિદ્યાશાખાનું શિક્ષણ મેળવ્યા બાદ 1950–51માં તેમણે પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે બરનાલાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. 1967માં તેઓ પ્રથમ વાર રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1969–71નાં વર્ષો દરમિયાન તેઓ રાજ્યના શિક્ષણપ્રધાન…
વધુ વાંચો >બરુવા, દેવકાન્ત
બરુવા, દેવકાન્ત (જ. 22 ફેબ્રુઆરી 1914; અ. દિબ્રુગઢ, આસામ; અ. 28 જાન્યુઆરી 1996, નવી દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને દેશના અગ્રણી રાજપુરુષ. પિતા નિશિકાન્ત અને માતા પ્રિયલતા. બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ કર્યા બાદ પત્રકાર તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. ભારતની સ્વાતંત્ર્યલડતમાં જોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો. સાહિત્ય…
વધુ વાંચો >