Political science
નાણાપંચ
નાણાપંચ : જુઓ, કેન્દ્ર (સંઘ) રાજ્ય સંબંધો
વધુ વાંચો >નાયકર, રામસ્વામી
નાયકર, રામસ્વામી (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; અ. 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં…
વધુ વાંચો >નાયડુ, સરોજિની
નાયડુ, સરોજિની (જ. 13 ફેબ્રુઆરી 1879, હૈદરાબાદ; અ. 2 માર્ચ 1949, લખનૌ) : અંગ્રેજી ભાષાનાં સમર્થ ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની, પ્રથમ મહિલા રાજ્યપાલ. વૈજ્ઞાનિક અને કેળવણીકાર અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના બ્રાહ્મણ કુટુંબમાં સરોજિની જન્મ્યાં હતાં. માતા વરદાસુંદરી કવયિત્રી હતાં. પિતાએ સંતાનોને હિંદુ કે બ્રાહ્મણ તરીકે નહિ, પરંતુ ભારતીય તરીકે ઉછેર્યાં હતાં અને ભારત…
વધુ વાંચો >નારાયણન્ કે. આર. (કોચેરિલ રમણ)
નારાયણન્, કે. આર. (કોચેરિલ રમણ) (જ. 27 ઑક્ટોબર, 1920, ઉઝહવ્વુર, કેરળ; અ. 9 નવેમ્બર, 2005 નવી દિલ્હી) : ભારતના તેરમા રાષ્ટ્રપ્રમુખ અને અનુભવી પ્રશાસક. પિતાનું નામ રમણ વૈદ્યન્. દલિત વર્ગમાંથી રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 199297 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ અંગ્રેજી વિષય સાથે…
વધુ વાંચો >નાસર, જમાલ અબ્દેલ
નાસર, જમાલ અબ્દેલ (જ. 15 જાન્યુઆરી 1918, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 28 સપ્ટેમ્બર 1970, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્શિયન મુત્સદ્દી, ઇજિપ્શિયન રાષ્ટ્રવાદના અગ્રણી અને આરબ રાષ્ટ્રવાદના સૌથી વધુ પ્રભાવક સમર્થક. ફેલાહીન (ખેડૂતો) સાથેના સંબંધને ઉપસાવવા માટે સરકારી પ્રકાશનોમાં નાસરનો જન્મ બેની મૂર ખાતે થયો હતો તેમ દર્શાવવામાં આવતું રહ્યું. બેની મૂર નાસરના વડવાઓનું…
વધુ વાંચો >નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ.
નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ. (જ. 14 જૂન 1909; અ. 19 માર્ચ 1998, થિરુઅનંતપુરમ્) : ભારતના અગ્રણી માર્કસવાદી ચિંતક, માર્કસવાદી સામ્યવાદી પક્ષના ટોચના નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. કેરળના પાલઘાટ જિલ્લાના એક ગામડામાં રૂઢિચુસ્ત મલયાળી કુટુંબમાં જન્મેલા ‘ઇ. એમ. એસ.’ના પિતા પરમેશ્વરનનું નાનપણમાં અવસાન થતાં માતા વિષ્ણુદત્તાની દેખરેખ હેઠળ તેમનો ઉછેર…
વધુ વાંચો >નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ)
નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ) (જ. 9 જાન્યુઆરી 1913, યોર્બા લિન્ડા, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 22 એપ્રિલ 1994, ન્યૂયૉર્ક) : અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી મુત્સદ્દી તથા સંયુક્ત રાજ્ય અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ (1969–74). વ્યવસાયે વકીલ એવા નિક્સન આઈઝન-હોવરના પ્રમુખ તરીકેના કાર્યકાળ (1953–61) દરમિયાન દેશના ઉપપ્રમુખ-પદે રહ્યા હતા. મહાઅભિયોગની મક્કમ ધમકીનો સામનો કરનાર તથા હોદ્દા…
વધુ વાંચો >નિગો દિન્હ દિયમ
નિગો દિન્હ દિયમ (જ. 3 જાન્યુઆરી 1901, હુઈ, ક્વાંગ બિન પ્રાંત; અ. 2 નવેમ્બર 1963, ચો લોન, દક્ષિણ વિયેટનામ) : દક્ષિણ વિયેટનામના અગ્રણી રાજકીય નેતા તથા તે દેશના પ્રથમ પ્રમુખ. તેઓ રોમન કૅથલિક ધર્મના અનુયાયી તથા ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. તેમના પૂર્વજોએ સત્તરમી સદીમાં કૅથલિક સંપ્રદાય અપનાવ્યો હતો. યુવાનીમાં તે શાહી…
વધુ વાંચો >નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી
નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી (જ. 10 ડિસેમ્બર 1902, હાલુવાગાલુ, જિ. બેલારી, કર્ણાટક અ. 8 ઑગસ્ટ 2000, ચિત્રદુર્ગ) : રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ. મધ્યમવર્ગીય લિંગાયત કુટુંબમાં જન્મ. પિતા આદિવેપ્પા નાના વેપારી તથા માતા નિલામ્મા શિવનાં અનન્ય ભક્ત હતાં. પાંચ વર્ષની નાની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ ઍંગ્લો વર્નાક્યુલર શાળા દેવનગિરિ તથા માધ્યમિક…
વધુ વાંચો >નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી)
નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી) : ફ્રેંચોના રક્ષિત રાજ્ય તરીકેના દરજ્જામાંથી મુક્ત કરવા માટે 1934માં ટ્યૂનિશિયામાં સ્થપાયેલ રાજકીય પક્ષ. 1920માં દેસ્તોરિયન પક્ષે ટ્યૂનિશિયાની સરકારમાં સહભાગીદારીની માંગ કરી. પક્ષના યુવા અગ્રણી હબીબ બૂર્જીબા આ માંગ સાથે સંમત નહોતા. આ અંગેના મતભેદો પક્ષમાં વ્યાપક બન્યા અને 1934માં પક્ષમાં ભાગલા પડતાં હબીબ…
વધુ વાંચો >