Political science

હો–ચી–મિન્હ

હો–ચી–મિન્હ (જ. 19 મે 1890, હોઆંગ ટ્રુ, મધ્ય વિયેટનામ; અ. 3 સપ્ટેમ્બર 1969, હાનોઈ) : વિયેટનામના ક્રાંતિકારી સામ્યવાદી નેતા અને ડેમોક્રૅટિક રિપબ્લિક ઑવ્ વિયેટનામ એટલે ઉત્તર વિયેટનામના પ્રમુખ 1945થી 1969 સુધી. તેમનું મૂળ નામ ગુયેન ધેટ થાન હતું. હોના લશ્કરે 1954માં વિયેટનામના ફ્રેન્ચ શાસકોને હરાવ્યા ત્યારે તેઓ લોકપ્રિય થયા. પચાસ…

વધુ વાંચો >

હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે

હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક. નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને અનિવાર્ય…

વધુ વાંચો >

હૉબ્સ થોમસ

હૉબ્સ, થોમસ (જ. 5 એપ્રિલ 1588, વેસ્ટ પૉર્ટ, વિલ્ટશાયર, ઇંગ્લૅન્ડ; અ. 4 ડિસેમ્બર 1679, હાર્વીક હોલ, ડર્બિશાયર) : અંગ્રેજ તત્વચિંતક તથા રાજકીય સિદ્ધાંતકાર અને રાજ્યની ઉત્પત્તિના સામાજિક કરારના સિદ્ધાંતનો પાયાનો ચિંતક. દાર્શનિક ચિંતન અને નૈસર્ગિક વિજ્ઞાન વચ્ચેની આંતરક્રિયા થકી જગતનો ગાણિતિક યંત્રવાદી અભિગમ વિકસાવનારા જે ગણ્યાગાંઠ્યા ચિંતકો 17મી સદીમાં થઈ…

વધુ વાંચો >

હ્યુગોનોટ

હ્યુગોનોટ : સોળમી સદીની મધ્યમાં ફ્રાન્સમાં વિકસેલ પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયીઓ. યુરોપમાં નવજાગૃતિ અને ધર્મસુધારણાની ચળવળના પગલે 1517માં જર્મનીમાં ધર્મસુધારણા ચાલી ત્યારે ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અતિરેકોને માર્ટિન લ્યુથરે પડકાર્યા. કૅથલિક સંપ્રદાય વિરુદ્ધની હવા અને માર્ટિન લ્યુથરનાં લખાણોનો પ્રભાવ સમગ્ર યુરોપમાં ફરી વળ્યો હતો. આ પ્રભાવ હેઠળ ફ્રાન્સમાં સુધારાવાદી આંદોલન શરૂ…

વધુ વાંચો >