Physics
વિસર્પણ (slip)
વિસર્પણ (slip) (ભૌતિકવિજ્ઞાન) : અવરૂપક (shearing) બળોની અસર હેઠળ સ્ફટિકના એક ભાગનું બીજા ભાગની સાપેક્ષે સમતલમાં સર્પી (sliding) સ્થાનાંતરણ. પ્રતિબળ (stress) લગાડતાં, દ્રવ્યમાં વિરૂપણ (deformation) થાય છે. મોટેભાગે આવું કાયમી કે સુઘટ્ય (plastic) વિરૂપણ વિસર્પણને લીધે થતું હોય છે. દ્રવ્યની બંધારણ- રચના વ્યક્તિગત સ્ફટિકોમાં અલગ વિસર્પણ પામે છે. વિસર્પણ અને…
વધુ વાંચો >વિસ્પંદ (beats)
વિસ્પંદ (beats) : સ્હેજ જુદી જુદી આવૃત્તિવાળા બે તરંગોથી રચાતા સંયુક્ત તરંગની તીવ્રતામાં થતી નિયમિત વધઘટ. એક તબક્કે તીવ્રતા અધિકતમ થાય છે, તો બીજે તબક્કે તીવ્રતા ન્યૂનતમ થાય છે. પ્રતિ સેકન્ડે અધિકતમ અને ન્યૂનતમની સંખ્યાને વિસ્પંદ કહે છે. સૌપ્રથમ વાર વિસ્પંદની ઘટના ધ્વનિતરંગોની બૉંબતે જોવા મળી. તેમાં જુદી જુદી આવૃત્તિવાળા…
વધુ વાંચો >વિહિત સમૂહ
વિહિત સમૂહ : કણોની વિગતવાર વર્તણૂકનો સ્પષ્ટ સંદર્ભ ન મળતો હોય ત્યાં સાંખ્યિકીય (statistical) અને ઉષ્માયાંત્રિકીય (thermodynamical) વર્તણૂક નક્કી કરવા કણતંત્ર માટે વિધેયાત્મક સંબંધ. યુ. એસ. ભૌતિકવિજ્ઞાની જે. વિલાર્ડ ગિબ્ઝે આ વિહિત સમૂહ દાખલ કર્યો હતો. કણો જ્યારે આંતરક્રિયા કરતા હોય ત્યારે તેવા તંત્રની વિગતવાર વર્તણૂક માટે જરૂરી અવલોકનોમાંથી પેદા…
વધુ વાંચો >વીજભાર-વાહક (lightning conductor)
વીજભાર–વાહક (lightning conductor) : અવકાશીય વિદ્યુત-પ્રપાત સામે ઇમારતોનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતો વિદ્યુતવાહક. વર્ષાવાદળો (ખાસ કરીને Cumulo-Nimbus પ્રકારનાં વાદળો) જે વિસ્તારમાં સર્જાય, તે વિસ્તારમાં પ્રવર્તતા પ્રબળ ઊર્ધ્વગામી વાયુપ્રવાહોને કારણે વાદળના સ્તરો મોટી માત્રામાં વીજભાર ધરાવતા થાય છે અને આ કારણે વાદળોના સ્તરો વચ્ચે, તેમજ વાદળના સ્તર અને જમીન વચ્ચે…
વધુ વાંચો >વીજભાર-સંયુગ્મન (charge conjugation)
વીજભાર–સંયુગ્મન (charge conjugation) : કણો અને પ્રતિકણોને જોડતો સમમિતીય કારક (symmetry operater). વીજભાર-સંયુગ્મન એ અસતત (discontinuous) રૂપાંતરણો સાથે સંકળાયેલ છે. ફોટૉન અને p°મેસૉન સિવાય બીજા બધા કણો પ્રતિકણો ધરાવે છે. કણ તથા તેનો પ્રતિકણ સમાન દળ અને સમાન જીવનકાળ (life time) ધરાવતા હોય છે, પણ તેમની વિદ્યુતભાર જેવી ક્વૉન્ટમ સંખ્યાઓ…
વધુ વાંચો >વીજભાર-સંરક્ષણ
વીજભાર–સંરક્ષણ : કોઈ પણ પ્રક્રિયા (રાસાયણિક કે ન્યૂક્લિયર) દરમિયાન કુલ વીજભારનું અચળ રહેવું. પદાર્થના મૂળભૂત કણોને વીજભાર (electric charge) તરીકે ઓળખાતું એક પરિમાણ હોય છે અને પરમાણુની રચનામાં જરૂરી એવા કુલંબ(coulomb)-બળ માટે તે કારણભૂત હોય છે. કોઈ પણ ભૌતિકીય પ્રક્રિયા દરમિયાન આ પરિમાણના કુલ મૂલ્યમાં ફેરફાર થતો નથી. આને વીજભાર-સંરક્ષણ(conservation…
વધુ વાંચો >વીજળીનું મીટર (electric meter)
વીજળીનું મીટર (electric meter) : વિદ્યુતપ્રવાહનું માપન કરતું ઉપકરણ. ગ્રાહક વડે વપરાયેલ વિદ્યુત-ઊર્જાના જથ્થાનું માપન કરવા વિદ્યુત કંપનીઓ વૉટ-કલાક મીટરનો ઉપયોગ કરે છે. આ વિદ્યુતશક્તિને કિલોવૉટ-કલાકમાં વ્યક્ત કરવામાં આવે છે. એક કિલોવૉટ-કલાક = 1000 વૉટ-કલાક થાય છે. 100 વૉટના વિદ્યુત-ગોળાને એક કલાક માટે ચાલુ રાખતાં 1 કિલોવૉટ-કલાક વિદ્યુત વપરાય છે.…
વધુ વાંચો >વીનર, નોર્બર્ટ
વીનર, નોર્બર્ટ (જ. 26 નવેમ્બર 1894, કોલંબિયા, યુ.એસ.; અ. 18 માર્ચ 1964, સ્ટૉકહોમ) : સાઇબરનેટિક્સનું વિજ્ઞાન સ્થાપિત કરનાર યુ. એસ. ગણિતશાસ્ત્રી. સ્વસંચાલન પ્રક્રિયાઓ વિકસાવવાના હેતુ માટે અંકુશનતંત્રના અભ્યાસને પ્રારંભમાં સાઇબરનેટિક્સ ગણવામાં આવતું હતું. 1948માં તેમણે સાઇબરનેટિક્સ ઉપર પુસ્તક ‘Cybernatics’ લખીને આ ક્ષેત્રને પ્રચલિત કર્યું. આ પુસ્તક મારફતે તેમણે સાઇબરનેટિક્સની વ્યાખ્યા…
વધુ વાંચો >વીન, વિલ્હેલ્મ
વીન, વિલ્હેલ્મ (જ. 13 જાન્યુઆરી 1864, ગ્રાફકેન, પૂર્વ પ્રશિયા [અત્યારે પોલૅન્ડમાં]; અ. 30 ઑગસ્ટ 1928, મ્યૂનિક) : ઉષ્માના વિકિરણના સિદ્ધાંતોના નિયંત્રણ નિયમોની શોધ બદલ 1911નો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન વિજ્ઞાની. તેમણે ગોટિન્ગને (Goettingen) અને બર્લિન યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ કર્યો. તે વૉન હેલ્મોલ્ટ્ઝના વિદ્યાર્થી હતા. પોતાના પિતાની જમીનનો…
વધુ વાંચો >વીમાન, કાર્લ
વીમાન, કાર્લ (Wieman, Carl) (જ. 26 માર્ચ 1951, કોર્વાલિસ, ઓરેગૉન) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2001ના નોબેલ પુરસ્કાર-વિજેતા. બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(con-densate)નો સૌપ્રથમ વાર પ્રાયોગિક નિર્દેશ કરવા બદલ તેમને આ પુરસ્કાર કેટર્લી અને કોર્નેલની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ કોર્વાલિસ હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. 1973માં વીમાન MITમાંથી બી.એસ. થયા અને 1977માં સ્ટેન્ફર્ડ…
વધુ વાંચો >