Physics

ઇન્ટરફેરૉમેટ્રી

ઇન્ટરફેરૉમેટ્રી : વ્યતિકરણની ઘટના ઉપર આધારિત સૂક્ષ્મ માપન માટેની પદ્ધતિઓ. જુદા-જુદા સ્રોતમાંથી ઉદભવતા તરંગો તેમના પ્રસારના ક્ષેત્રમાં સંગઠિત અસર ઉપજાવે છે. આવી અસરને તરંગોનું વ્યતિકરણ (interference) કહે છે. વ્યતિકરણને કારણે અમુક સ્થાન આગળ, જ્યાં વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગો વચ્ચે કલા(phase)નો તફાવત 0, 2π, 4π,,…… જેટલો હોય ત્યાં કંપમાત્રા (એટલે…

વધુ વાંચો >

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ (IIA) : ભારત સરકારની સંપૂર્ણ સહાય મેળવતી ખગોળ-ભૌતિકીના સંશોધન માટેની સ્વાયત્ત સંસ્થા. 1786માં સૌપ્રથમ ખાનગી વેધશાળા તરીકે ચેન્નાઈમાં આ સંસ્થાની શરૂઆત થઈ હતી. હાલના માળખામાં રૂપાંતરિત થતાં અગાઉ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અને ભારત સરકારના આધિપત્ય નીચે તે કામ કરતી હતી. આ સંસ્થાના બૅંગાલુરુ, કોડાઇકેનાલ, કાવાલુર અને…

વધુ વાંચો >

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ: એપ્રિલ, 1971માં ભારત સરકારના આધિપત્ય નીચે સ્થપાયેલ ભૂચુંબકત્વ (geomagnetism) અને વાયુગતિશાસ્ત્ર (aeronomy) ક્ષેત્રની અગ્રણી સ્વાયત્ત સંશોધન-સંસ્થા. તે જૂની અને જાણીતી કોલાબા અને અલિબાગ વેધશાળાઓની અનુગામી ગણાય છે. તેનું વડું મથક મુંબઈમાં છે અને તેના ત્રણ મુખ્ય વિભાગો છે : (1) વેધશાળા અને આધારસામગ્રી(data)નું પૃથક્કરણ, (2) ઉચ્ચ…

વધુ વાંચો >

ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ

ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ (Indian Association of Physics Teachers) : ભૌતિકવિજ્ઞાનના વિષય અને તેના શિક્ષકોના સ્તરને ઉન્નત કરવા, તેમના કસબ તથા સૂઝ-સંપત્તિનો રાષ્ટ્રની પ્રગતિમાં સવિશેષ લાભ મળે એ માટેના ઉચિત પ્રયાસો કરનાર અધ્યાપકોનું સંગઠન. આઇ.એ.પી.ટી.ની સ્થાપના 1984માં ડૉ. ડી. પી. ખંડેલવાલે કરી. હાલમાં આ સંગઠન વટ-વૃક્ષ જેવું બન્યું છે.…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિઝિક્સ એસોસિયેશન (IPA)

ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશન (IPA) : ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ તથા યુનિવર્સિટીઓના નામાંકિત ભૌતિકશાસ્ત્રીઓએ 1970માં સ્થાપેલી સંસ્થા. તેનું મુખ્ય ધ્યેય ભારતના ભૌતિકશાસ્ત્રીઓનું એક સંગઠન રચીને ભૌતિકશાસ્ત્રનાં આધુનિક જ્ઞાન, પ્રયોગો તથા સંશોધનોની માહિતીનો પ્રચાર કરી પારસ્પરિક સહકારને પ્રોત્સાહિત કરવાનું છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે અને ભારતમાં તે 50 જેટલા પ્રાદેશિક ઘટકો (chapters)…

વધુ વાંચો >

ઇન્ફ્રારેડ લેમ્પ

ઇન્ફ્રારેડ લેમ્પ : જુઓ દીવા.

વધુ વાંચો >

ઇન્ફ્રારેડ વર્ણપટ

ઇન્ફ્રારેડ વર્ણપટ (infrared – IR, Spectrum) : પદાર્થના અણુઓ દ્વારા વિવિધ તરંગલંબાઈ ઉપર શોષાતા ઇન્ફ્રારેડ વિકિરણની માત્રાની નોંધ. અણુઓના પરમાણુઓને વજનહીન ગોળા તરીકે અને બંધ(bond)ને સ્પ્રિંગ તરીકે સ્વીકારીએ તો વિવિધ પ્રકારનાં આંદોલનો કરી શકે તેવી રચના ઉદભવે છે. તનીય (stretching) પ્રકારનાં આંદોલનોમાં પરમાણુઓનું સ્થાન મૂળ બંધન-અક્ષમાં રહે છે, જ્યારે નમનીય…

વધુ વાંચો >

ઇન્ફ્રારેડ વિકિરણ

ઇન્ફ્રારેડ વિકિરણ (infrared radiation) : વિદ્યુત-ચુંબકીય વર્ણપટ(electromagnetic spectrum)માં ર્દશ્ય પ્રકાશના રાતા રંગની નિકટ આવેલો, મોટી તરંગલંબાઈનો અર્દશ્ય પ્રકાશનો પ્રદેશ. ર્દશ્ય પ્રકાશની મર્યાદા જાંબલી છેડા આગળ 3800Å થી રાતા છેડા માટે 7800Å ની છે. 1Å (Augstrom = 10–8 સેમી. અથવા = 10–10 મીટર અથવા 0.1 નૅનોમીટર nm). સૌર વર્ણપટમાં ઉષ્મા-વિતરણના અભ્યાસ અંગેના…

વધુ વાંચો >

ઇન્ફ્રાસોનિક (અવશ્રવ્ય) તરંગો

ઇન્ફ્રાસોનિક (અવશ્રવ્ય) તરંગો : નિમ્ન ધ્વનિ સાંભળવાની માનવક્ષમતાની સીમા કરતાં ઓછી આવૃત્તિના ધ્વનિતરંગો. ધ્વનિઆવૃત્તિનું ત્રણ વિભાગમાં વર્ગીકરણ થઈ શકે : 1 થી 20 Hz (1 Hz કે હર્ટ્ઝ = 1 સાઇકલ/સેકંડ) સુધીની આવૃત્તિવાળા તરંગોને ઇન્ફ્રાસોનિક કહે છે, જે અશ્રાવ્ય હોય છે. 20થી 20,000 Hz સુધીની આવૃત્તિના ધ્વનિને સરળતાથી સાંભળી શકાય…

વધુ વાંચો >

ઇલેક્ટ્રોડાયાલિસિસ

ઇલેક્ટ્રોડાયાલિસિસ (વિદ્યુત-પારશ્લેષણ) : વિદ્યુતક્ષેત્રની મદદથી કરવામાં આવતું ઝડપી અપોહન (dialysis). સ્ફટિકમય અને કલિલ (colloid) પદાર્થોને અર્ધપારગમ્ય (semipermeable) પડદા મારફત અલગ પાડવાની વરણાત્મક ક્રિયાને ડાયાલિસિસ કહે છે. સ્ફટિકમય પદાર્થોના અણુભાર નીચા હોય છે અને તેથી તેમનું કદ કલિલકણોની સરખામણીમાં નાનું હોય છે. આથી સ્ફટિકમય પદાર્થના કણો પડદાની આરપાર સરળતાથી પ્રસરણ કરી…

વધુ વાંચો >