Physics

ઍન્ડરસન ફિલિપ વૉરન

ઍન્ડરસન ફિલિપ વૉરન (જ. 13 ડિસેમ્બર 1923, ઇન્ડિયાના-પોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 29 માર્ચ 2020 ન્યૂજર્સી, યુ. એસ.) : ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી-(advanced electronic circuitry)માં કરેલા પ્રદાન માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભૌતિકશાસ્ત્રી.   હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ત્યાં તેમણે 1949માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં ઍન્ડરસન બેલ ટેલિફોન લેબૉરેટરીઝમાં જોડાયા.…

વધુ વાંચો >

ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર)

ઍપલટન, એડ્વર્ડ વિક્ટર (સર) (જ. 6 સપ્ટેમ્બર 1892, બ્રેડફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 21 એપ્રિલ 1965, એડિનબર્ગ, સ્કોટલેન્ડ, યુ. કે.) : વિખ્યાત ભૌતિકશાસ્ત્રી. આયૉનોસ્ફિયરના ઍપલટન તરીકે જાણીતા સ્તરની શોધ માટે 1947માં તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ સ્તર રેડિયોતરંગોનું આધારભૂત પરાવર્તક છે અને તેથી સંદેશાવ્યવહારમાં ઉપયોગી છે. આયૉનૉસ્ફિયરના બીજા સ્તર રેડિયોતરંગોનું…

વધુ વાંચો >

એ. પી. જે. અબ્દુલ કલામ

એ. પી. જે. અબ્દુલ કલામ (જ. 15 ઑક્ટોબર 1931, રામેશ્વરમ્, તમિલનાડુ; અ. 27 જુલાઈ 2015, શિલોંગ) : ગણતંત્ર ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ. ભારતરત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેક્નૉલૉજિસ્ટ. ડૉ. કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમ્માંથી જ લીધું; ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિયેશન ઇજનેરી કૉલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિધિસરના ‘ડૉક્ટરેટ’…

વધુ વાંચો >

એપૉલો કાર્યક્રમ

એપૉલો કાર્યક્રમ : ચંદ્રના તલસ્પર્શી અભ્યાસ માટે, ચંદ્ર ઉપર સમાનવ ઉપગ્રહ મોકલવાનો અમેરિકાનો કાર્યક્રમ. તેની સંકલ્પના (concept) 1960માં થઈ હતી. તેનું ધ્યેય માનવીને ચંદ્ર પર ઉતારવાનું, ત્યાંની સૃષ્ટિ નિહાળવાનું અને ત્યાંની ધરતીની માટી, ખડકો વગેરેના નમૂના પૃથ્વી પર લાવીને, તેમનો ઊંડો અભ્યાસ કરવાનું હતું. સમાનવ ઉપગ્રહનું ચંદ્ર પર ઉતરાણ થાય…

વધુ વાંચો >

એફ-બ્લૉક તત્વો

એફ-બ્લૉક તત્વો : જેની 4f અને 5f ઊર્જા-સપાટીઓ ઇલેક્ટ્રૉનથી ભરાતી હોય તેવાં તત્વો. f–ઊર્જા-સપાટીમાં સાત કક્ષકો (orbitals) હોઈ તેમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રૉન સમાઈ શકે છે. આ તત્વોને અનુક્રમે લૅન્થેનાઇડ (સીરિયમથી લ્યૂટેશિયમ સુધીનાં 14 તત્વો) અને ઍક્ટિનાઇડ (થૉરિયમથી લોરેન્શિયમ સુધીનાં 14 તત્વો) તત્વો કહેવામાં આવે છે. આમાં બહારની કક્ષક પૂર્ણ…

વધુ વાંચો >

એમરી

એમરી (emery) : કોરન્ડમ (60 %થી 75 %) અને મૅગ્નેટાઇટ(10 %થી 35 %)નું કુદરતમાં મળી આવતું ઘનિષ્ઠ (intimate) મિશ્રણ. તે પ્રાચીન સમયથી ઘર્ષક તરીકે વપરાય છે. ગ્રીસના નેક્સોસ ટાપુની એમરી ભૂશિરમાંથી પ્રાચીન સમયમાં તે મેળવાતું તેથી આ ખનિજ એમરી નામથી ઓળખાયું હોવાનું મનાય છે. એમરી કાળાશ પડતા સૂક્ષ્મ દાણાદાર નિક્ષેપ…

વધુ વાંચો >

ઍમિટર

ઍમિટર : વિદ્યુતપ્રવાહ માપવા માટેનું સાધન. વિદ્યુતપ્રવાહના માપનો માનક (unit) ઍમ્પિયર હોવાથી આ સાધનને ઍમિટર કે ઍમ્પિયરમિટર પણ કહે છે. વિદ્યુતપ્રવાહ બે પ્રકારના હોય છે : (i) એક જ દિશામાં વહેતો દિષ્ટ પ્રવાહ direct current – d.c.), (ii) દિશા બદલીને ઊલટ-સૂલટ વહેતો પ્રત્યાવર્તી પ્રવાહ (alternating current – a.c.). તેથી ઍમિટરના…

વધુ વાંચો >

ઍમ્પિયર, આંદ્રે મારી

ઍમ્પિયર, આંદ્રે મારી (જ. 22 જાન્યુઆરી 1775, લિયોન્સ, ફ્રાન્સ; અ. 10 જૂન 1836, માર્સેલી, ફ્રાન્સ) : વિદ્યુત દ્વારા પણ ચુંબકત્વ પેદા કરી શકાય છે તેવી હકીકત સિદ્ધ કરનાર; વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર વિજ્ઞાની. વિદ્યુતપ્રવાહના એકમને ‘ઍમ્પિયર’ નામ આપી વિજ્ઞાનીઓએ તેના નામને અમરત્વ આપ્યું છે. તેમના પિતા વ્યાપારી…

વધુ વાંચો >

ઍમ્પિયરનો નિયમ

ઍમ્પિયરનો નિયમ (Ampere’s Law) : વિદ્યુતપ્રવાહનો લંબાઈનો અલ્પાંશ (element), તેની નજીકના કોઈ બિંદુ આગળ, ચુંબકીય પ્રેરણ (magnetic induction) કે ફલક્સ ઘનત્વ B માટે કેટલું પ્રદાન કરે છે તે દર્શાવતો, વિદ્યુતચુંબકત્વ(electro-magnetism)નો નિયમ. આ નિયમ કેટલીક વાર લાપ્લાસના નિયમ તરીકે પણ ઓળખાય છે. આન્દ્રે-મારી ઍમ્પિયર નામના ફ્રેંચ વિજ્ઞાનીએ 1820થી 1825 દરમિયાન કરેલા…

વધુ વાંચો >

ઍમ્પેરોમિતીય અનુમાપન

ઍમ્પેરોમિતીય અનુમાપન (amperometric titration) : અનુમાપકના કદ સામે વિદ્યુતકોષમાં વહેતા વિદ્યુતપ્રવાહના મૂલ્યને આલેખિત કરીને તુલ્ય બિન્દુ (equivalent point) શોધવાની અનુમાપનની એક વિશિષ્ટ પદ્ધતિ. તુલ્યબિંદુ (અથવા અંતિમ બિંદુ) એ આલેખ તીક્ષ્ણ વિચ્છેદ (sharp break) બતાવે છે. અનુમાપનની આ પદ્ધતિ પોટેન્શિયોમિતીય અને કન્ડક્ટોમિતીય (conducto-metric) અનુમાપનને મળતી આવે છે. પ્રથમમાં વિદ્યુતવિભવ (electrical potential)…

વધુ વાંચો >