Painting

લૉરી, એલ. એસ.

લૉરી, એલ. એસ. (જ. 1887, માન્ચેસ્ટર, બ્રિટન; અ. 1976, માન્ચેસ્ટર, બ્રિટન) : આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની એકવિધ નીરસ જિંદગીની વ્યર્થતાને તાદૃશ કરનાર બ્રિટિશ ચિત્રકાર. બ્રિટિશ ગંદી ઝૂંપડપટ્ટીઓ અને ઔદ્યોગિક વસાહતો તથા કારખાનાં એની કલાના આજીવન વિષય રહેલાં. તેમાં એકસરખી દીવાસળીઓ જેવી વ્યક્તિત્વહીન માનવઆકૃતિઓ ઊંધું ઘાલીને મજૂરી કરતી અથવા તો કામના સ્થળે…

વધુ વાંચો >

લૉરેઇં, ક્લૉદ ગેલી

લૉરેઇં, ક્લૉદ ગેલી (જ. 1600, લૉરેઇં, ફ્રાંસ; અ. 1682, રોમ, ઇટાલી) : ફ્રેંચ બરોક-ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ તેણે બ્રેડ અને કેક રાંધનારા પેસ્ટ્રીકૂક તરીકે કરેલો. 1613માં તેણે ઇટાલી જઈ   નિસર્ગ-ચિત્રકાર એગૉસ્તીનો તાસી પાસે કલાની તાલીમ લેવી શરૂ કરી. 1618થી 1620 સુધી તે નેપલ્સમાં રહ્યો અને 1620થી તાસીના મદદનીશ તરીકે રોમમાં સ્થિર…

વધુ વાંચો >

લૉરેન્ઝેતી, એમ્બ્રોજિયો

લૉરેન્ઝેતી, એમ્બ્રોજિયો (જ. આશરે 1290, સિયેના, ઇટાલી; અ. 1348, ઇટાલી) : ઇટાલિયન ગૉથિક ચિત્રકાર. ગોથિક ચિત્રકલાની સિયેનીઝ શાખાની ત્રિપુટીમાં એનું સ્થાન સિમોની માર્તિની અને ડુચિયોની સાથે છે. એણે ચીતરેલાંમાંથી માત્ર છ જ ચિત્રો બચ્યાં છે. એ ચિત્રો તેર વરસના ગાળામાં ચીતરાયેલાં છે. આ ચિત્રોમાં ફ્લૉરેન્સના ઉફીત્ઝી મ્યુઝિયમમાંનાં 1,332માં ચિત્રિત ‘સેંટ…

વધુ વાંચો >

લૉરેન્ઝેતી, પિયેત્રો

લૉરેન્ઝેતી, પિયેત્રો (જ. આશરે 1290પછી, સિયેના ?, ઇટાલી; અ. આશરે 1349, સિયેના, ઇટાલી) (કાર્યશીલ સમય 1306થી 1345) : સિયેનીઝ શાખાનો ગૉથિક ચિત્રકાર. એ ડુચિયોનો શિષ્ય હતો તેવું આજે માનવામાં આવે છે; કારણ કે ડુચિયોની માફક તેનાં ચિત્રોમાં પણ લાવણ્યમય રેખાઓ જોવા મળે છે. એના જીવન અંગેની જૂજ માહિતી મળે છે.…

વધુ વાંચો >

લૉરેન્ઝો, મૉનેકો

લૉરેન્ઝો, મૉનેકો (જ. આશરે 1370/71, સિયેના, ઇટાલી; અ. આશરે 1425, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇન્ટરનૅશનલ ગૉથિક ચિત્રશૈલીમાં કામ કરનાર ઇટાલિયન ચિત્રકાર. તેનાં ચિત્રોમાં રેનેસાંસ ચિત્રકાર જ્યોત્તોના પ્રભાવ સાથે લય અને લાવણ્યયુક્ત પ્રવાહી રેખાઓનું સંયોજન જોવા મળે છે. 1391માં તેણે ફ્લૉરેન્સના સાન્તા મારિયા ડૅગ્લી એન્જેલી મઠમાં ખ્રિસ્તી ધર્મના કૅમેલ્ડોલિઝ સંપ્રદાયમાં જોડાઈને સાધુજીવન…

વધુ વાંચો >

લૉરેન્સ, થૉમસ

લૉરેન્સ, થૉમસ (જ. 1769, બ્રિસ્ટોલ, બ્રિટન; અ. 1830) : બ્રિટિશ વ્યક્તિચિત્રકાર. 1787માં તે લંડનની રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. એ જ વર્ષે પોતાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન કર્યું. અભ્યાસ પૂરો થતાં, 1791માં તે રૉયલ એકૅડેમીના સભ્ય બન્યા. 1792માં વ્યક્તિચિત્રકાર સર જોશુઆ રેનૉલ્ડ્ઝનું અવસાન થતાં રાજાના ખાસ ચિત્રકારના ખાલી પડેલા…

વધુ વાંચો >

લ્હોતે, આન્દ્રે

લ્હોતે, આન્દ્રે (જ. 5 જુલાઈ 1885, બૉર્ડો, ફ્રાન્સ; અ. 24 જાન્યુઆરી 1962, પેરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ ચિત્રકાર, શિલ્પી, લેખક, કલાવિવેચક અને આધુનિક કલાગુરુ. મહદંશે સ્વશિક્ષિત લ્હોતેએ ફૉવવાદી (Fauvist) ચિત્રો ચીતરીને કલાજગતમાં પગરણ કર્યાં. પણ તેમની પ્રૌઢી ઘનવાદી ચિત્રોમાં પ્રક્ટી. તેમનું ચિત્ર ‘રગ્બી’ (1917) તેમની કલાનો શ્રેષ્ઠ ઉન્મેષ ગણાય છે. 1922થી…

વધુ વાંચો >

વઘઈવાલા, વેરા

વઘઈવાલા, વેરા (જ. 30 જુલાઈ 1923) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1947માં ચિત્રકલાનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. અમૂર્ત અભિવ્યક્તિ માટે જાણીતા વઘઈવાલા પીંછીના ઋજુ લસરકા વડે ઋજુ સ્પંદનોનું ઉદ્દીપન કરવામાં સક્ષમ છે. આ દૃષ્ટિએ તેમની કલાને અલ્પતમવાદી (minimalist) કહી શકાય. તેમણે ‘બૉમ્બે ડાઇન્ગ’માં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર…

વધુ વાંચો >

વર્મિયર, ઇયાન

વર્મિયર, ઇયાન (જ. 31 ઑક્ટોબર 1632, ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ; અ. ?, દફનવિધિ) : 15 ડિસેમ્બર 1675, ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ) : મકાનોના અંતર્ગત ભાગનાં ઘરેલુ (domestic) ચિત્રો ચીતરવા માટે જાણીતો ડચ બરોક ચિત્રકાર. બારી વાટે ઓરડામાં અંદર આવતા પ્રકાશની ઓરડામાંની તેમજ ઓરડામાં રહેલી ચીજવસ્તુઓ, પડદા, અરીસા, રાચરચીલું, વ્યક્તિઓ, વસ્ત્રો, ગાલીચા, શેતરંજીઓ, ખાદ્યસામગ્રી, વાસણકૂસણ…

વધુ વાંચો >

વાટાનાબે, કઝાન (Watanabe, Kazan)

વાટાનાબે, કઝાન (Watanabe, Kazan) [જ. 20 ઑક્ટોબર 1793, એડો (ટોકિયો) જાપાન; અ. 23 નવેમ્બર 1841, ટાહારા, જાપાન] : જાપાનના અગ્રણી ચિત્રકાર. ચિત્રિત વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ કરી શકે તેવાં વ્યક્તિચિત્રો (portraits) સર્જવા માટે તેમને ખ્યાતિ મળેલી. પશ્ચિમી ચિત્રકલાના પરિષ્કૃત પરિપ્રેક્ષ્ય(perspective)નો જાપાનમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ ચિત્રકાર હતા. આજીવિકા રળવા માટે જ…

વધુ વાંચો >